ગ્રીન ખંભાળિયા ટીમ દ્વારા શહેરને હરિયાળુ બનાવવા અભિયાન હાથ ધરાયું
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે ગ્રીન ખંભાળિયા ટીમ દ્વારા શહેરમાં અને આજુબાજુ વિસ્તારમાં 2000થી વધુ વૃક્ષ વાવી અને જતન સાથે સદભાવના ટ્રસ્ટ સાથે આયોજન હાથ ધરી હરિયાળુ બનાવવા અભિયાન હાથ ધરવામાં આવ્યું છે આ અભિયાનને લઈને ગ્રીન ખંભાળિયા ટીમ દ્વારા શહેરની વિવિધ સંસ્થાઓ અગ્રણીઓ અને પર્યાવરણ પ્રેમીઓ સાથે બેઠકો યોજી વૃક્ષો દતક લેવડાવવાની કામગીરી હાથ ધરી હતી જે અનુસંધાને એક થી વધુ સુધીના વૃક્ષોનું વિવિધ લોકો દ્વારા દત્તક લેવામાં આવ્યા છે આશરે 60 લાખથી વધુના ખર્ચે આ ભગીરથ કાર્યની નોંધ લઇ ખંભાળિયા શહેરમાં વૃક્ષો વાવી અને તેનો નિમિત રીતે જતન થાય તેવું આયોજન હાથ ધરી ખંભાળિયા શહેરના ખરા અર્થમાં હરિયાળું બનાવવાની કામગીરી અને બીરદાવી ખંભાળિયાના પ્રાંત અધિકારી કે. કે. કરમટા દ્વારા ખંભાળિયા તાલુકાના બેહ ગામ ખાતે યોજાયેલ તાલુકા કક્ષાના કાર્યક્રમ ગ્રીન ખંભાળિયા ટીમના અગ્રણી પત્રકાર પરબતભાઈ ગઢવી, ડો. રીધીશ પડિયા, અગ્રણી પરેશ મહેતા સહિતની ટીમ ને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે ગ્રીન ખંભાળિયા ટીમની નોંધ થોડા સમય અગાઉ હરસિધ્ધિ વનના લોકાર્પણ પ્રસંગે પધારેલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તેમજ કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા અને હાલરના સાંસદ પૂનમબેન માડમ દ્વારા પણ બિરદાવવામાં આવી હતી હાલ ગ્રીન ખંભાળિયા ટીમ અને સદભાવના ટીમ દ્વારા ક્યાં ક્યાં વૃક્ષોનું વાવેતર થઈ શકે તે સહિતની સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે આગામી દિવસોમાં ખંભાળિયા ને હરિયાણો બનાવવાનો અભિયાન ની કામગીરી શરૂ કરી દેવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસમગ્ર વિશ્વને ભારત પાસેથી અપેક્ષાઓ: વડાપ્રધાન મોદી
February 24, 2025 03:01 PMસુરતમાં કારચાલક બેફામ, બે બાઈકને ટક્કર માર્યા બાદ પલ્ટી જતા ૩ના મોત
February 24, 2025 02:59 PMબાંગ્લાદેશ-પાકિસ્તાન વચ્ચે નિકટતા વધી, 54 વર્ષમાં પહેલીવાર સીધો વેપાર શરૂ
February 24, 2025 02:57 PMપાકિસ્તાન મંદિરો અને ગુરુદ્વારાના નવીનીકરણ માટે 1 અબજ ખર્ચશે
February 24, 2025 02:56 PMદિલ્હીની મહિલાઓને આ દિવસે મળશે ₹2500! CM રેખા ગુપ્તાએ આતિશીને આપ્યો જવાબ
February 24, 2025 02:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech