જામનગરમાં એચ.જે. લાલ ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ ફાઉન્ડેશન દ્વારા કાર્યક્રમ યોજાશે
જામનગર શહેરની સામાજીક તેમજ શૈક્ષણીક ક્ષેત્રે સેવાકીય કાર્યો કરતી સંસ્થા શ્રી હરિદાસ જીવણદાસ લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટ તથા કેદાર લાલ (કેદાર જીતેન્દ્ર લાલ) ફાઉન્ડેશન દ્વારા તાજેતરમાં ગુજરાત રાજય માધ્યમીક પરીક્ષા બોર્ડ દ્વારા લેવાયેલી પરીક્ષામાં ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ – ૧૨ સામાન્ય પ્રવાહની પરિક્ષામાં ૭૫ પી.આર. કે તેથી વધુ પી.આર. મેળવીને ઉર્તીણ થયા છે તેવા તમામ વિદ્યાર્થીઓને પ્રતિ વર્ષ મુજબ સન્માનીત કરવાનો કાર્યક્રમ યોજવા માટેનું આયોજન હાથ ધરવામાં આવી રહયું છે.
આથી જામનગર શહેરના ધો.૧૦ તેમજ ધો.૧૨ વિજ્ઞાનપ્રવાહ અને સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ કે જેમણે ૭૫ પી.આર. કે તેથી વધુ પી.આર. મેળવ્યા છે તે તમામ વિદ્યાર્થીઓએ પોતાની માર્કશીટની નકલ તેમજ એક પાસપોર્ટ સાઈઝના ફોટા સાથે ત્રણબતી પાસે આવેલા એચ.જે.લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબલ ટ્રસ્ટના કાર્યાલય (ઝુલેલાલ મંદિરની સામે) નો તા.૦૭-૦૬-૨૦૨૪ થી તા.૧૫-૦૬-૨૦૨૪ સુધીમાં સવારના ૧૦-૦૦ થી ૧-૦૦ સુધી અને સાંજે ૪-૦૦ થી ૮-૦૦ સુધીમાં સંપર્ક સાધી ફોર્મ મેળવી અને જરૂરી વિગતો ભરીને પરત કરવાનું રહેશે. તેમજ વિધાર્થી સન્માન સમારોહની તારીખ, સમય અને સ્થળ નકકી થયે જે વિધાર્થીઓએ ફોર્મ ભરેલ હશે તેઓને જાણ કરવામાં આવશે.
આ અંગેની માહિતી માટે ટ્રસ્ટના કાર્યાલયનો સંપર્ક સાધવા ટ્રસ્ટી જીતેન્દ્ર એચ. લાલ (જીતુ લાલ) ની યાદીમાં જણાવાયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમનપાના મહિલા સિનિયર કલાર્ક સાથે રૂા.૫.૨૦ લાખની છેતરપિંડી
November 23, 2024 02:33 PMલફરાબાજ: બીજી યુવતીને ઘરે લાવી પ્રેમિકાને કાઢી મુકી, હવે પરત આવી જવા ધમકી આપી
November 23, 2024 02:32 PMરાજકોટમાં કરોડોની ક્રાઈમ બ્રાંચમાં સીસીટીવી કેમેરા જ નથી !
November 23, 2024 02:30 PMમહારાષ્ટ્રમાં જોરદાર જીત બાદ મુંબઈના બીજેપી કાર્યાલયમાં લગાવાયું 'એક હૈં તો સેફ હૈ'નું પોસ્ટર
November 23, 2024 02:00 PMમહારાષ્ટ્રમાં મહાયુતીના જીતના જશ્નની જામનગરમાં ભાજપ દ્વારા ઉજવણી
November 23, 2024 01:57 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech