સોનૂ સુદને મળ્યું વિશેષ સન્માન, હવે દુર્ગા પંડાલમાં સ્થાપિત કરાઈ મૂર્તિ

  • October 28, 2020 02:04 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના મહામારીને કારણે દેશમાં લોકડાઉન  લાદવામાં આવ્યું હતું, આ સમય દરમ્યાન અનેક પ્રકારની સમસ્યાઓ સહન કરી રહેલા પરપ્રાંતિય મજૂરોની પીડા વ્યક્ત કરવાનો પ્રયાસ કરતા કોલકાતામાં દુર્ગાપૂજા સમિતિએ આ વખતે તેના પંડાલની થીમ 'પ્રવાસી મજુરો' પર રાખી છે.

 કોરોના વાયરસની મહામારીને રોકવા માટે દેશભરમાં લગાવવામાં આવેલ લોકડાઉનના સમયમાં  દેશના મોટાભાગના ભાગોમાં પરપ્રાંતિય મજૂરોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. દેશમાં પરિવહનની તમામ સુવિધા બંધ રાખવામાં આવી હતી.તેવા સમયે અભિનેતા સોનુ સૂદે પરપ્રાંતિય મજૂરોને તેમના ગામો અને શહેરોમાં પાછા ફરવામાં મદદ કરી હતી.જેથી તેમને 'મજુરોના મસિહા' કહેવામાં આવ્યા છે. સોનું સૂદના આ કામને બિરદાવવા માટે  પશ્ચિમ બંગાળની રાજધાની કોલકાતામાં દુર્ગાપૂજા સમિતિએ પૂજા પંડાલમાં સોનુ સૂદની મૂર્તિ  સ્થાપિત કરી સોનું સૂદને વિશેષ સ્થાન આપ્યું છે.લોકડાઉન દરમ્યાન એક ગરીબ ખેડૂતની પુત્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.જે બાદ સોનુ સૂદે એક જ દિવસમાં એક નવું  ટ્રેક્ટર તેને લઇ આપ્યું હતું.તેમજ લોકડાઉન દરમિયાન સોનુ સૂદે સોશિયલ મીડિયા દ્વારા અનેક લોકોને મદદ કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS