ખંભાળિયાના વતન પ્રેમીઓ પરદેશમા વસવાટ કરી, માનવતાની મહેક પ્રસરાવી રહ્યા છે

  • May 06, 2021 08:00 PM 

ખંભાળિયાની જાણીતી રઘુવંશી સેવા સંસ્થા શ્રી જલારામ અન્નપૂર્ણા ગૃહ તરફથી કોરોના પીડીતો માટે સંવેદનાભર્યા  વિવિધ સેવા પ્રકલ્પો હાથ ધરવામાં આવ્યા છે.

નોર્થ અમેરિકાના જલારામ સેવા સમાજના પ્રતિનિધિ ડો. અનુપમભાઈ ગટેચા એ સંસ્થાની માનવતાલક્ષી પ્રવૃતિઓ હેઠળ રૂ. 73 હજાર જેવી નાણાકીય સહાય આપીને સેવાભાવી અને નોંધપાત્ર પ્રેરણા અપાવી હતી.

સોમવાર તા. 3 ના રોજથી ખંભાળિયાની સરકારી હોસ્પિટલ અને નગરપાલિકાના  કોવીડ કેર સેન્ટરમાં દાખલ દર્દીઓને મોસંબીની કીટનુ વિતરણ તેમજ લીબુ સરબતનું વિતરણ કરવામા આવ્યું હતું.

હાલની વિકટ પરિસ્થિતિમાં ઘરની બહાર નીકળવુ જોખમી છે. તેવા સંજોગોમા સેવા કરતા આ સ્વયંસેવકો મરજીવા બનીને પીડિતોનો સહારો બની રહ્યા છે. દર્દીઓને ફ્રુટ તેમજ લીંબુ પાણીના વિતરણની અવિરત સેવાની વ્યવસ્થા ગિરીશભાઈ બદિયાણી અને નીખીલભાઇ કાનાણી તેમજ મુકેશભાઈ કાનાણી અને રવિભાઈ ચૌહાણ, નિશિલભાઇ કાનાણીએ સાંભળી છે.

આ તબક્કે પેથાભાઈ ચા વાળાના પરિવાર દ્વારા પણ સેવામાં પોતાનું શ્રમદાન આપી સહયોગ કરવામાં આવ્યો હતો. યુ.કે. સ્થિત ગણાત્રા ફાઉન્ડેશન દ્વારા હોમ કેર સેવા શરૂ કરવામાં આવી છે. તેમના તરફથી જરૂરિયાતમંદ દર્દીઓ માટે ફ્રુટ અને પાણીની બોટલની વ્યસ્વસ્થા માટે રૂપિયા 35 હજારની સેવા આપવાની જાહેરાત સેવાભાવી રઘુવંશી અગ્રણી દિનેશભાઈ ગણાત્રાએ કરી છે.

અહીં આ બાબતની સેવા કરતા રાકેશભાઈ પંચમતીયા, ભાવેશભાઈ મોટાણી તેમજ તેમની ટીમને આ તબક્કે તમામ ઘટતું કરવાની હૈયાધારણા આપવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS