જામનગરમા કોરોના કાળમાં વ્યવસાય સાથે સેવાની મિશાલ જગાવતી હોમ કેર સેવા

  • May 10, 2021 10:47 AM 

ગુનાહ કી રાહ સે દૂર રખ કર, નૈકી કી રાહ પર ચલા મેરે મૌલા: દરદીઓની સારવાર માટેની ફેસીલીટીના વ્યવસાયને કર્યો માનવતાના મુલ્ય પર તબદીલ

જામનગર

જામનગરમા હોમ મેડીકલ ટ્રીટમેન્ટ સર્વિસ અને ઇક્વીપમેન્ટ ના વ્યવસાય સાથેની એક સમર્પિત હોમ કેર સર્વિસ એ માનવતાની મિશાલ જગાવતા અન્ય માટે પ્રેરણા રૂપ બની રહી છે કે બિઝનેસ કરી તે મા પણ સહાયનુ તત્વ ઉમેરિ શકાય તો આવકમાથી જરૂરીયાતમંદ પાસે પહોંચી જરૂરી ચીજવસ્તુઓ પહોંચાડી શકાય છે તેનુ બેલેન્સ આ વ્યવસાયિએ કર્યાનુ જાણવા મળે છે.

હાલ કોરોનામા દરેક લોકો હોસ્પીટલ દવાખાને ન પણ જઇ શકે અમુક ઘરે થી સારવાર થી સરળતા સાનુકુલકતા અને પરિવારજનો દરદિ સૌ માટે રાહત રહે માટે ડોક્ટર વીઝીટ નર્સિંગ સ્ટાફ વિઝીટ એટેન્ડન્ટ વગેરે દ્વારા નિદાન સારવાર ચેકઅપ બાટલા ચડાવા ઇનજેકશન આપવા તેમજ ઓક્સીજન સીલીન્ડર ફ્લોમીટર એસેસરીઝ મેડીકલ ને બેડ રીડન ના જરૂરી સાધનો વગેરે સ્ટાફ દ્વારા સમયસર પુરા પાડવાનો વ્યવસાય કરતા પાંજા હોમ મેડીકલ કેર ટ્રીટમેન્ટ સેન્ટર ના જાવેદભાઇએ જોયુ કે દરદિઓની જરૂરીયાત બહુ છે માટે પચાસ થી વધુ સ્ટાફ ખડેપગે રાઉન્ડ ધ ક્લોક તેમજ સાથે સારવાર અને જરૂરીયાત મંદ ને સારવાર પહેલા ચાર્જ પછીનો મઝહબ વિકસાવી રમઝાનમા સાચી ઇબાદત કરવાનુ નક્કિ કરી સેવા ની મિશાલ એ રીતે રાખી છે કે અનેક દરદી સારા થયા અનેક ને રાહત થઇ અને ચાર્જમા પણ  ઘણા જરૂરિયાત મંદોને રાહત આપી પોતાના ખર્ચા પણ સ્ટાફ ટ્રાન્સપોર્ટેશન મશીનરી યુઝ મેનટેન રીપેરીંગ મેડીસીન કોમ્યુનિકેસન રિપોર્ટસ વીઝીટ વગેરે અનેક ની પોતે કસોકસ સ્થિતિ ભોગવી વ્યવસાયમા માનવતાની સુગંધ ભેળવી તેમ  લોકો એટલે કહે છે કે હાલ પૈસા દેતા સારવાર દવા દરદિને જરૂરી વસ્તુ નથી મળતી ત્યારે જાવેદભાઇ એ તેના દરદીઓને શોર્ટેજ આવા નથી દીધી.

એથી ય આગળ જઇ તેમને સેવાની મિશાલ આ આપી કે દરરોજ રાત્રે તેમનો સ્ટાફ ને પોતે જે ચોવિસ કલાક મેડીકલ કેર વ્યવસાયમા લોકોના ફોન કોલ્સ પર સતત દોડવાની વચે રોજ રાત્રે જીજીજીએચ ને સરકારી દવાખાના કેમ્પસમા ટેમ્પો ભરી પાણી  ચા  બીસ્કીટ લોકોને વિનામુલ્યે રીસ્પેક્ટ થી અર્પણ કરવાનુ શરૂ કર્યુ છે આ સેવા મિશાલ મા તેઓ અવિરત લાગ્યા છે તેમજ જુદા જુદા સ્થળોએ આ રીતે ચીજવસ્તુ પહોંચાડી લોકોના આશિર્વાદ મેળવે છે જાવેદભાઇ એ કહ્યુ કે સાત વર્ષથી હુ મેડીકલ હોમકેર વ્યવસાયમા છુ પણ મેડીકલ ઇમરજન્સી આવી નથી જોઇ અમે બધુ મેનેજ કરી વધુ સેવા ભલે વ્યવસાય પણ દર વખતે પહેલા સારવાર સેવા અભિગમથી કામ કરીએ છીએ તેમા મેડીકલ પેરા મેડીકલ સપોર્ટીંગ સ્ટાફ પણ ખુબ મહેનત કરી પાંજા હોમ કેર મેડીકલ સેન્ટર ને લોકોના દિલમા સન્માન આપ્યુ તે અમારી પેલી કમાણી છે તેમજ અમે પાણી ચા બીસ્કીટ તેમજ ખુબ જરૂરીયાત વાળાને સાધન દવા સારવાર કીફાયત નજીવા કે ક્યાક ફ્રી ક્યાક ડીસ્કાઉન્ટ ક્યાક વિલંબથી મલે તોય તે કેર ના બદલે દરદિ કેર ને મહત્વ આપી છે કોરોના કાળમા સારવાર મા સેવાનુ મુલ્ય ઉમેરવા ઉપરાંત લોકોને રોજ વિનામુલ્યે ચીજવસ્તુ ચા પાણિ બીસ્કીટ નાસ્તો પુરો પાડવાથી આત્મસંતોષ મળે છે તેમજણાવી ઉમેર્યુ કે હજુય સેવા અવિરત છે ત્યારે જાણકારોના મતે આ મિશાલ કહી શકાય તેવુ સેવા વ્યવસાય બંનેનુ માનવીય સંકલન છે અને ગુનાહોકી રાહ સે દૂર રખકર નૈકી કી રાહ પર ચલાના મેરે મૌલા.....એ પ્રાર્થના માનવધર્મ ની અવિરત રાખી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS