કોવિડ હૉસ્પિટલના કથિત સેકસકાંડની તપાસ માટે કમિટિ-ગૃહમંત્રી

  • June 16, 2021 02:10 PM 

પ્રાંત અધિકારી, એએસપી, મૈડિકલ કૉલેજના ડીન સમગ્ર મામલાની તપાસ કરીને સરકારને રિપોર્ટ આપશે: આ પ્રકારની ઘટના ગુજરાત સરકાર કોઈકાળે ચલાવી લેશે નહીં: કથિત સેકસકાંડના ગુજરાતભરમાં પડ્યાં ઘેરાં પ્રત્યાઘાત

જામનગરની સરકારી કોવિડ હૉસ્પિટલમાં અટેન્ડેન્ટ તરીકે સેવા બજાવતી યુવતિઓ સાથે કથિત સેકસકાંડ અથર્ત્િ યૌન શોષણના થયેલાં આક્ષેપો અંગે ગુજરાતભરમાં ઘેરાં પ્રત્યાઘાત પડ્યાં છે, આજે રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ આ અંગે સત્ય બહાર લાવવા તપાસ ટીમની રચના કરવામાં આવી હોવાનું જાહેર કર્યું છે અને સાથે-સાથે  એવી પણ ચિમકી આપી છે કે, રાજ્ય સરકાર આવી કોઈ ઘટના સાખી લેશે નહીં, કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે.

આજે બપોરે પત્રકારોને સંબોધતાં ગૃહમંત્રીએ કહ્યું હતું કે, જામનગરની કોવિડ હૉસ્પિટલના અટેન્ડેન્ટ યુવતિઓના યૌન શોષણના આક્ષેપ સંબંધેની વિગતો સામે આવ્યા પછી મુખ્યમંત્રી વિજયભાઈ પાણી સાથે એમણે વાત કરી હતી અને ત્યારબાદ આ ગંભીર બનાવની ઘટના સંબંધે ઊંડી અને સર્વગ્રાહી તપાસ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
એમણે કહ્યું હતું કે, કોવિડ હૉસ્પિટલના પ્રકરણ સંબંધે તપાસ માટે પ્રાંત અધિકારી, એએસપી, મૈડિકલ કૉલેજના ડીન સહિતની ટીમની તાબડતોબ રચના કરવામાં આવી છે, આરોગ્ય વિભાગના કમિશનરને સૂચના આપવામાં આવ્યા બાદ કમિટિનું ગઠન કરવામાં આવ્યું છે અને આ કમિટિ ઘટના સંબંધે ઊંડી અને સર્વગ્રાહી તપાસ કયર્િ બાદ સમગ્ર રિપોર્ટ સરકારને આપશે. ટૂંકમાં આ પ્રકરણ સંબંધે કોઈનું પણ  ચલાવી લેવામાં આવશે નહીં. ગૃહમંત્રીએ પ્રકરણની તપાસમાં કોઈપણ પ્રકારની ઢીલી કે કચાસ રાખવામાં નહીં આવે એમ પણ કહ્યું છે.

આમ, જામનગરની કોવિડ હૉસ્પિટલના કથિત સેકસકાંડ સંબંધે ગુજરાતભરમાં ઘેરાં પ્રત્યાઘાત પડ્યાં છે અને રાજ્ય સરકારે આ બાબતને અતિ ગંભીરતાથી લઈને જામનગર જિલ્લાના તમામ ઉચ્ચ અધિકારીઓને કડક તપાસનો આદેશ આપી ખાસ તપાસ ટીમની રચના પણ કરી છે.

બે દિવસ પહેલા આ ચોંકાવનારી હકીકત ત્યારે પ્રકાશમાં આવી હતી જયારે સરકારી કોવીડ હોસ્પિટલમાં હંગામી ધોરણે અટેન્ડેન્ટ તરીકે સેવામાં રાખવામાં આવેલા કર્મચારીઓના પગાર અટકાવી દેવાના મુદે કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આ સમયે પગાર અટકાવવા ઉપરાંત કેટલીક ચોંકાવનારી બાબતોનો ઘટસ્ફોટ થયો હતો અને આવેદનપત્ર આપવા આવેલી યુવતિઓ પૈકી એક યુવતિએ એવો સનસનાટીજનક આક્ષેપ કર્યો હતો કે, કોવીડ હોસ્પિટલમાં ફરજ બજાવતી મહીલા અટેન્ડેન્ટને ફીઝીકલ સંબંધ રાખવા બાબતે સુપરવાઇઝર તરફથી દબાણ કરવામાં આવે છે. આ ચોંકાવનારી હકીકતનો પદર્ફિાશ થયા બાદ જી.જી.હોસ્પિટલ સહિતના સરકારી તંત્રમાં ભુકંપનો આંચકો આવ્યો હતો અને ગઇકાલથી જ તપાસનો ધમધમાટ શ થઇ ગયો હતો.

સેકસકાંડનો ભાંડો ફોડનારી યુવતિઓ ક્યાં...?

શું કોઈએ ઈરાદાપૂર્વક યુવતિઓને ગાયબ કરી?: ખૂદ કલેકટરે જાહેર કર્યું કે નિવેદન લેવા માટે ટૂકડી ગઈ હતી પરંતુ યુવતિઓ મળી નથી: પ્રકરણમાં સર્જાઈ રહ્યાં છે વધુ ભેદ-ભરમ

ગુજરાતભરમાં ખળભળાટ મચાવી નાખનારા જામનગરની કોવિડ હૉસ્પિટલના કથિત સેકસ કૌભાંડ સંબંધે મીડિયા સમક્ષ ભાંડો ફોડનારી યુવતિઓ ભેદી સંજોગોમાં લાપત્તા થઈ ગઈ છે, અથાત્ ભૂગર્ભમાં ઊતરી ગઈ છે, અથર્ત્િ એમને કોઈ દ્વારા સંતાડી દેવામાં આવી છે.... કારણ કે, આ યુવતિઓ આજના દિવસે ક્યાં છે? તેની કોઈને ખબર નથી, ખૂદ કલેકટરે આજની પત્રકાર પરિષદમાં એમ કહ્યું છે કે, નિવેદન લેવા માટે અમારી ટીમ ગઈ હતી પરંતુ યુવતિઓ મળી નથી અને આ યુવતિઓ ક્યાં છે? તે તપાસનો વિષય છે.
પગાર સંબંધે કલેકટર કચેરી સમક્ષ રજૂઆત કરવા આવનાર અટેન્ડેન્ટ યુવતિઓ પૈકીની એક યુવતિએ મીડિયા સમક્ષ એવો સનસનાટીજનક આક્ષેપ કર્યો હતો કે, કોવિડ હૉસ્પિટલના સુપરવાઈઝરો દ્વારા યુવતિઓ સાથે ફ્રેન્ડશીપ કરવાનું દબાણ કરાય છે આટલું જ નહીં, ફિઝીકલ સંબંધ બાંધવા માટે ઓફર કરવામાં આવે છે અને જે યુવતિઓ નથી માનતી એમને પરેશાન કરવામાં આવે છે.

આ યુવતિનું વીડિયા રેકોર્ડિંગ તમામ મીડિયા પાસે મૌજૂદ છે અને આ બાબતનો સનસનાટીજનક ભાંડાફોડ થયાં બાદ જામનગરથી લઈને ગાંધીનગર સુધીનું આખું તંત્ર હચમચી ગયું છે, આજે મૈડિકલ કૉલેજ ખાતે અટેન્ડન્ટ યુવતિઓને બોલાવીને નિવેદન નોંધવાની પ્રક્રિયા શ કરાઈ છે, પરંતુ મહત્વની વાત એ છે કે, આજે નિવેદન આપવા આવનારી યુવતિઓમાં એ યુવતિઓ હતી જ નહીં કે જેમણે ફિઝીકલ સંબંધ બાંધવાના કરાતા દબાણ અંગેની સ્ફોટક વાત કરી છે.

જેટલી યુવતિઓ એ સમયે આવેદન આપવા આવી હતી એ પૈકીની એક પણ યુવતિ આજે સત્તાવાર નિવેદન માટે કેમ આવી નથી? આ અંગે આજે પત્રકાર પરિષદમાં કલેકટર સમક્ષ સવાલ કરવામાં આવતાં ખૂદ જિલ્લા સમાહતર્િ રવિશંકરે પત્રકારોને કહ્યું હતું કે,  એ યુવતિઓના નિવેદન લેવા માટે અમારી ટીમ પહોંચી હતી, પરંતુ તે અટેેન્ડેન્ટ યુવતિઓ મળી નથી, એમનો સંપર્ક થયો નથી અને આ યુવતિઓ ક્યાં છે? એ મુદ્દે તપાસ કરાશે.

આ અત્યંત મહત્વની અને સૂચક વાત છે... કારણ કે, જે યુવતિઓએ ફિઝીકલ સંબંધ બાંધવાના કરાતા દબાણ અંગેની વાત કરી છે એ યુવતિઓ જ્યારે ભેદી રીતે લાપત્તા થીઈ ગઈ હોય તો એમને લાપત્તા કરનાર કોણ? કયા દબાણ હેઠળ આ યુવતિઓ ભૂગર્ભમાં ઊતરી ગઈ છે? આ મુદ્દો પણ ઊંડી તપાસ માંગી લેતો છે અને કોણ હરામખોર આ પ્રકરણને દબાવવા માટે કોશિષ કરી રહ્યું છે તેના પરથી પણ નકાબ હટાવવાની જરિયાત છે. યુવતિઓ ક્યાં છે? તેની તપાસ થયાં બાદ અને એમના નિવેદન બાદ વધુ કડાકા-ભડાકા સર્જતી વિગતો સામે આવવાની સંભાવના છે.

મુખ્યમંત્રી વિજયભાઇ પાણીએ જામનગરના કલેકટર સાથે વાત કરીને કડક તપાસનો આદેશ આપ્યો

જામનગરની મેડીકલ કોલેજમાં એટેન્ડસનું શોષણ થાય છે તેવું કેટલાક મહિલા કર્મચારીઓએ મિડીયા સમક્ષ આક્ષેપ કયર્િ બાદ આ ચચર્એિ ભારે જોર પકડયું છે અને આજકાલમાં ગઇકાલે આ અંગેનો વિસ્તૃત અહેવાલ પ્રગટ થયો હતો જેના સંદર્ભમાં રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ પાણીએ આજે જામનગરના કલેકટર રવિશંકર સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી અને આ પ્રકરણમાં કડક તપાસ કરવા આદેશ આપ્યો હતો, કોઇપણ ચમરબંધીને ન છોડવા તેઓએ સુચના આપી હતી જો કે આ અંગે રાજયના ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પણ નિવેદન આપીને કમિટી બનાવવાની વાત કરી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS