જામનગરમાં હોમગાર્ડઝ ડેની ઉજવણી : ભવ્ય પરેડ, એસપીની હાજરી

  • December 06, 2023 10:49 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગરમાં આજે લાલબંગલા નજીક આવેલી હોમગાર્ડઝ કચેરી ખાતે હોમગાર્ડ સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી. વહેલી સવારે સેરીમોનીયલ ડ્રેસમાં સજજ હોમગાર્ડઝ પ્લાટુનો દ્વારા રૂટ માર્ચ પાસ્ટ પરેડ યોજાઈ હતી. આ પરેડની સલામી જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ ઝીલી હતી.
કાર્યક્રમની શરુઆતમાં સ્વાગત ડો. દિલીપભાઈ ડાંગર, સ્ટાફ ઓફીસર સ્પોર્ટસ અને પ્રસ્તાવના સુનીલભાઈ બી. ત્રિવેદી, નિવૃત ડિવી.કમાન્ડર દ્વારા શબ્દોથી કરવામાં આવી હતી. ત્યારબાદ મહાનભાવોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ સમયે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુ, જામનગર શહેર વિભાગના ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા, મેયર વિનોદભાઈ ખીમસૂરિયા,  ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડીંગ કમિટિના ચેરમેન  નિલેશભાઈ કગથરા, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, ડો.એમ.વી.ચુડાસમા, નિ.સેક્ધડ ઈન કમાન્ડ અને નિરીક્ષક, સુનીલ બી. ત્રિવેદી, નિવૃત ડિવી. કમાન્ડર અને નિરીક્ષક, ભરતસિંહ જાડેજા, નિ.આર્મી ઓફીસર અને નિરીક્ષક,  ગીરીશભાઈ સરવૈયા, દિલીપભાઈ ડાંગર, એસ.ઓ.એસ.,  શ્રીમતી પ્રેક્ષાબેન ભટ્ટ, સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application