5મી વખત કરાવી સર્જરી, ગર્ભાશય પણ કાઢવું પડ્યું
કેન્સર એક ગંભીર બીમારી છે. અલગ-અલગ કેન્સરને કારણે બોલિવૂડથી લઇને હોલિવૂડના અનેક સ્ટાર્સનું નિધન થયુ છે. 43 વર્ષની આ હોલીવુડ એક્ટ્રેસ પણ કેન્સર સામે જંગ લડી રહી છે. આ એક્ટ્રેસે 5મી વખત સર્જરી કરાવી છે.
દુનિયાની ખતરનાક બીમારી ઝડપથી વધી રહી છે. બોલિવૂડથી લઇને હોલિવૂડ સુધી એમ અનેક સેલેબ્સ કેન્સરની ઝપેટમાં આવી ગયા છે. કેન્સરને કારણે મૃત્યુ પણ થયા છે. આ સાથે અનેક ફીમેલ એક્ટ્રેસે બ્રેસ્ટ કેન્સર અને સર્વાઇકલ કેન્સરને કારણે પોતાનો જીવ પણ ગુમાવ્યો છે. પરંતુ આજે અમે એક એવી એક્ટ્રેસની વાત કરીએ છીએ જે કેન્સર સામે લડી રહી છે. આ માટે એક્ટ્રેસે 5મી વખત સર્જરી કરાવી છે. આ સર્જરીમાં એક્ટ્રેસનું ગર્ભાશય, ફેલોપિયન ટ્યૂબ અને અંડાશય પણ નીકળવાની ફરજ પડી છે.
આ એક્ટ્રેસ 43 વર્ષની છે અને એનું નામ ઓલિવિયા મુન છે. આ એક્ટ્રેસ કેન્સર સામે લડી રહી છે. એક્ટ્રેસે જણાવ્યુ કે એપ્રિલમાં પૂરી હિસ્ટેરેક્ટોમી સર્જરી થઇ હતી. મુને જણાવ્યું કે, મારી ઓફોરેક્ટોમી અને હિસ્ટેરેક્ટોમી સર્જરી થઇ છે. મારું ગર્ભાશય, ફેલોપિયન ટ્યૂબ અને અંડાશય કાઢી દેવામાં આવ્યુ છે.
ઓલિવિયા મુને આ જીંદગીમાં કેવી રીતે બદલાવવું એ વિશે મહત્વની વાત કરી. ઓલિવિયાએ કહ્યું કે આ મારી જીંદગીનો સૌથી મોટો નિર્ણય હતો, પરંતુ આ માટે સૌથી સારું અને મહત્વનું હતુ. મને મારા પરિવાર સાથે મસ્તીભર્યું જીવન પસાર કરવુ છે. મારા કેટલાક મિત્રોએ મને એ કહીને ખુશ કરવાની વાત કરી છે કે મારા દિકરા મૈલ્કમને યાદ નહીં રહે.
5મી વખત સર્જરી કરાવી
ઓલિવિયા મુને જણાવ્યું કે ચિંતા ના કરો, પરંતુ મારા મનમાં એ વાત ચાલી રહી છે કે મને આ જીંદગી ભર યાદ રહેશે કે હું આ બધી વાતમાંથી પસાર થઇ ગઇ. આ એક્ટ્રેસે કેન્સર જર્નીમાં 5મી વખત સર્જરી કરાવી છે. આજકાલ કેન્સર અને ડાયાબિટીસના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. આ પાછળ અનેક કારણો જવાબદાર હોય છે. ખાસ કરીને આજની આ ફાસ્ટ લાઇફ એક મહત્વનું કારણ બની રહે છે. આ માટે બને ત્યાં સુધી જંક ફૂડ ખાવાનું ટાળો. તમને શરીરમાં કોઇ તકલીફ લાગે છે તો તમે ડોક્ટરનો સંપર્ક કરો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMશેખ હસીનાને બાંગ્લાદેશ પરત કરો, યુનુસ સરકારે ભારત સરકારને પત્ર લખ્યો, હસીના પર 225થી વધુ કેસ
December 23, 2024 04:50 PM1 જાન્યુઆરીથી આ સ્માર્ટફોન પર નહીં ચાલે વોટ્સએપ
December 23, 2024 04:47 PMતળાજા તાલુકાના માથાવડા નજીકથી દીપડાનો અર્ધદાટેલો મૃતદેહ મળ્યો
December 23, 2024 04:27 PMખોટા દસ્તાવેજો રજુ કરનાર પૂર્વ IAS પૂજા ખેડકરની જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી
December 23, 2024 04:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech