વેરાવળમાં નગરપાલિકા તંત્રની પ્રિમોન્સૂન કામગીરીના પોકળ દાવા

  • July 01, 2024 03:46 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પ્રભાસ પાટણના ગુલાબનગર, શાંતિનગર, મંગલમ સહિતના પાંચી વધુ સોસાયટી વિસ્તાર કે જ્યાં ૨૫,૦૦૦ થી વધુ નાગરિકો વસવાટ કરે છે. અહીં પાલિકા તંત્ર દ્વારા કરાયેલ પ્રિમોન્સૂન કામગીરીના પોકળ દાવાઓનો પર્દાફાશ ઈ રહ્યો છે. પાલિકા તંત્ર દ્વારા ૫૦ લાખી વધુના ખર્ચે પ્રી મોનસુન કામગીરી કરવામાં આવી છે પરંતુ પ્રતિવર્ષની જેમ પ્રિમોન્સૂન કામગીરી ભ્રષ્ટાચારનું જ મોટું માધ્યમ હોય તેમ માત્ર કાગળ ઉપર કામગીરી તી હોવાનો પુરાવો પ્રભાસ પાટણમાં જોવા મળી રહ્યો છે.

આ વિસ્તારમાં પાણીના નિકાલ માટેની મુખ્ય ગટરના દ્રશ્યો છે. જેમાં પાલિકા તંત્ર દાવો કરી રહી છે કે અમે પ્રિમોન્સૂન કામગીરી અંતર્ગત આ ગટરની સફાઈ કરી છે પરંતુ આ ગટરના દ્રશ્યો જ ચાડી ખાઈ રહ્યા છે કે પાલિકા તંત્રએ કામગીરી તો કરી છે પરંતુ માત્ર કાગળ ઉપર. મુખ્ય ગટરની સફાઈના અભાવે અહીં વરસાદી પાણીનો નિકાલ તું ની અને સામાન્ય વરસાદમાં પણ અહીં ભયંકર પાણી ભરાઈ જાય છે ગટરના ગંદા પાણી બે-બે, ત્રણ-ત્રણ દિવસ સુધી રોડ પર યાવત રહે છે. નર્કાગાર જેવી સ્થિતિ માં આ વિસ્તારના સનિકો આ સમસ્યાી ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે

પ્રભાસ પાટણના નર્કાગાર સ્થિતિ માં ફેરવાયેલા વિસ્તાર અંગે જ્યારે પાલિકાના ચીફ ઓફિસરનો સંપર્ક કર્યો તો ચીફ ઓફિસર ચેતન ડુડિયા દ્વારા તો આ વિસ્તારમાં આ મુખ્ય ગટરની ખુબ સારી સફાઈ કર્યાનો ફરી દાવો કર્યો હતો. જ્યારે આ વિસ્તારમાં હજુ પણ ગટર જામ હોવાનું જણાવતા કામગીરી હજુ ચાલુ હોવાનું અને જો વધુ પાણી ભરાવા ની સ્થિતિ સર્જાઈ તો ચાલુ વરસાદે પણ કામગીરી કરવાની વાત રજૂ કરી હતી.
પ્રિમોન્સૂન કામગીરીના નામે માત્રને માત્ર ભ્રષ્ટાચાર જ આચરવામાં આવે છે તે વાત વેરાવળ નગરપાલિકાએ સાબિત કરી હોય તેવી સ્થિતિ વચ્ચે અહીંના સનિકને આ નર્કાગારમાંથી  ક્યારે છુટકારો મળશે તે જોવું રહ્યું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application