જમ્મુ-કાશ્મીરના પુંચમાંથી હિઝબુલ મુજાહિદ્દીનના આતંકીની ધરપકડ

  • August 01, 2024 11:23 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


જમ્મુ કાશ્મીરની શાંતિ ડહોળવાનાં નાપાક ઈરાદા ધરાવતા પાકિસ્તાનના વધુ એક કાળા કરતુતનો પદર્ફિાશ થયો છે અને આતંકીઓને સીમા પાર કરવામાં મદદ કરતા આતંકીને સેનાએ ઝાલી લીધો છે.
પાકિસ્તાન અવારનવાર આતંકવાદીઓને ભારતમાં મોકલી રહ્યું છે જેથી તેઓ અહીં આતંક ફેલાવી શકે. જો કે સેનાની સતર્કતા તેના ઈરાદાઓને નિષ્ફળ બનાવી રહી છે.ભારતીય સેનાએ જમ્મુ-કાશ્મીરના પુંછ જિલ્લામાંથી હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદીની ધરપકડ કરી છે. સેનાની રાષ્ટ્રીય રાઈફલ્સના રોમિયો ફોર્સે પુંછના મગનેરથી મોહમ્મદ ખલીલ નામના આતંકવાદીની ધરપકડ કરી છે. ખલીલના પ્રતિબંધિત આતંકવાદી સંગઠન હિઝબુલ મુજાહિદ્દીન સાથે સંબંધ છે. સેનાએ 30 જુલાઈના રોજ તેની ધરપકડ કરી હતી, હવે આતંકીની તસવીર અને તેની પાસેથી મળી આવેલા હથિયારોના ફોટોગ્રાફ્સ જાહેર કરવામાં આવ્યા છે.રોમિયો ફોર્સ દ્વારા જારી કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હિઝબુલ આતંકવાદી મોહમ્મદ ખલીલની પોલીસ કસ્ટડીમાં પૂછપરછ કરવામાં આવી રહી છે રોમિયો ફોર્સે કહ્યું કે આતંકી પાસેથી એક વિદેશી પિસ્તોલ પણ મળી આવી છે. આ સિવાય તેની પાસેથી એક પાકિસ્તાની વોટ્સએપ નંબર પણ મળ્યો છે, જેના પર પાડોશી દેશમાં બેઠેલા આતંકી હેન્ડલર્સ તેને આતંક ફેલાવવાનું કામ આપી રહ્યા હતા.આતંકવાદી ખલીલ હિઝબુલ આતંકવાદીઓને સરહદ પાર કરવામાં મદદ કરતો હતો
ન્યૂઝ એજન્સીના જણાવ્યા અનુસાર આતંકી ખલીલ ઉત્તર કાશ્મીરના બાંદીપોરા જિલ્લાનો રહેવાસી છે. પૂંછ, રાજૌરી, કિશ્તવાડ અને ડોડામાં આતંકવાદ વિરોધી ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે. આ દરમિયાન સેનાને ખલીલ વિશે ખબર પડી અને તેની તરત જ ધરપકડ કરવામાં આવી. મોહમ્મદ ખલીલ હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદીઓને સરહદ પારથી ઘુસાડતો હતો અને આતંક ફેલાવવામાં મદદ કરતો હતો.હકીકતમાં, છેલ્લા કેટલાક અઠવાડિયામાં, જમ્મુ-કાશ્મીરમાં ઘણા આતંકવાદી હુમલાઓ જોવા મળ્યા છે, જેમાં ભારતીય સેનાના જવાનો શહીદ થયા છે. ત્યારથી સેના સતત ખીણમાં આતંકવાદીઓ માટે સર્ચ ઓપરેશન ચલાવી રહી છે. અનેક લોકોની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application