પુત્ર સાથે ઝઘડી રહેલા શખસોને સમજાવવા જતાં પ્રૌઢવયના દંપતી પર હિચકારો હુમલો

  • May 23, 2024 02:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં એસ.કે .ચોક પાસે રહેતા યુવાનને શેરીમાંથી નીકળવા બાબતે ત્રણ શખસોએ મારમાર્યા બાદ તેના ઘર પાસે ધસી આવ્યા હતા. દરમિયાન યુવાનના માતા–પિતાએ તેમને સમજાવવાનો પ્રયત્ન કરતા યુવાનની માતા પર છરીથી હત્પમલો કર્યેા હતો તેમજ તેના પિતાને પાઇપના ઘા ફટકાર્યા હતા. હત્પમલામાં ઘવાયેલા પતિ–પત્નીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. આ ઘટના અંગે પોલીસે યુવાનની ફરિયાદ પરથી પોલીસે પાંચ શખસો સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી છે.

બનાવની જાણવા મળતી વિગતો મુજબ, ગાંધીગ્રામ મેઈન રોડ પર એસ.કે ચોક શ્રીરામ ડેરી સામે ઓમ મકાનમાં રહેતા ધ્રુવીત જનકભાઈ પરમાર (ઉ.વ ૩૦)દ્રારા નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે જયરાજ વાળા, મંથન ગોહેલ, દિવ્યરાજ વાળા, હર્ષ વાળા અને એક અજાણ્યા શખસનું નામ આપ્યું છે.

યુવાને પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈકાલ રાત્રિના તે ઘર પાસે ગંગેશ્વર મહાદેવ મંદિરની બાજુની ગલીમાંથી ચાલીને જતો હતો ત્યારે અહીં ગંગેશ્વર મહાદેવ મંદિર સામે જ રહેતા જયરાજ અને મંથન કહેવા લાગ્યા હતા કે તને અહીંથી નીકળવાની ના નથી પાડી તેમ કહી ગાળો દેવા લાગ્યા હતા યુવાને ગાળો આપવાની ના કહેતા તેને લાફો મારી દીધો હતો.યુવાન સ્વબચાવ કરવા જતા મંથને તેનો કાંઠલો પકડી રાખ્યો હતો. બાદમાં યુવાન ભાગીને ઘર તરફ આવી ગયો હતો.

દરમિયાન યુવાનના પિતા જનકભાઈ નાથાભાઈ પરમાર(ઉ.વ ૫૨) અને તેના માતા રેખાબેન (ઉ.વ ૪૨) આ શખ્સોને સમજાવવા જતાં તેમણે ઉશ્કેરાઇ તેમની સાથે પણ ઝઘડો કર્યેા હતો દિવ્યરાજે છરી વડે ફરિયાદીના માતા રેખાબેનને હાથનાભાગે ઘા માર દીધો હતો.યારે તેના પિતા દિવ્યરાજને આ શખસોએ ઢીકાપાટું અને પાઇપના ઘા ફટકારતા તેઓ અહીં પડી ગયા હતા.આ સમયે પોલીસને ફોન કરતા આ શખસો અહીંથી નાસી ગયા હતા. હત્પમલામાં ઘવાયેલા દંપતીને સારવાર માટે સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના અંગે યુવાનની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી જરી કાર્યવાહી કરી હતી


ઘર પાસે ઝઘડો કરનારને સમજાવવા જતા પ્રૌઢ પર છરી–તાવીથાથી હુમલો
પરસાણાનગર રેલવેના પાટા પાસે રહેતા મનોજ બાલાશંકરભાઈ મહેતા(ઉ.વ ૫૯) નામના પ્રૌઢે પ્ર.નગર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે અલ્તાફ બસીરભાઈ ખીયાણી અને લખન ગોગવાણીના નામ આપ્યા છે. મનોજભાઈએ પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓના ઘરની બહાર ઝઘડાનો અવાજ આવતો હોય જેથી તેઓએ બહાર જઈ જોતા અલ્તાફ અને લખન વિશાલ ગુરનાની નામના વ્યકિત સાથે ઝઘડો કરતા હતા. તેમને ઝઘડો ન કરવા સમજાવા જતા અલ્તાફે ઉશ્કરેાઇ મનોજભાઈને લોખંડના તાવીથા વડે તથા છરી વડે મારમાર્યેા હતો જે અંગે પ્રૌઢની ફરિયાદ પરથી પોલીસે બંને આરોપીઓ સામે ગુનો નોંધ્યો છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application