મોરબીમાં હીટ એન્ડ રન: અજાણી કારની ઠોકરે બાઇકચાલકનું મોત

  • November 29, 2023 12:52 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


મોરબીમાં જીવલેણ અસ્માતની ઘટના બની છે.જેમાં અજાણી કારે બાઇકને ઠોકરે લેતા બાઇકચાલક યુવાનને ગંભીર ઇજા પહોંચી હતી.જેથી તેને સારવાર માટે રાજકોટ ખસેડાતા અહીં સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું.અકસ્માતના આ બનાવની જાણવા મળતી વિગતો મુજબ,મોરબીમાં ગાયત્રી સોસાયટી વિસ્તારમાં રહેતો યુવાન માસુમ અશોકભાઇ કારીયા(ઉ.વ 18) ગત તા. 11/11 ના રોજ બાઇક લઇ મોરબી એનેકસી સિનેમા પાસે જતો હતો ત્યારે અજાણી કારે તેને હડફેટે લીધો હતો.અકસ્માતની આ ઘટનામાં યુવાનને ગંભીર ઇજા પહોંચી હતી.જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી બાદમાં વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો હતો.અહીં સારવાર દરમિયાન યુવાને હોસ્પિટલ બીછાને દમ તોડી દીધો હતો.બનાવને પગલે સિવિલ હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી સ્થાનિક પોલીસને જાણ કરી હતી.આ મામલે પોલીસે અકસ્માત સજીર્ નાસી ગયેલા કાર ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

જયારે અન્ય એક બનાવમાં કેશોદ તાલુકાના પ્રાંશલી ગામે રહેતા મનિષાબેન નાગદાનભાઇ ખાણીયા(ઉ.વ 40) નામના મહિલા ગઇકાલે સવારે પતિ નાગદાનભાઇના બાઇકમાં બેસી કામ સબબ બહાર જતા હતા ત્યારે અકસ્માતે સાડીનો છેડો બાઇકમાં ફસાઇ જતા બાઇક સ્લીપ થઇ ગયું હતું.જેથી પતિ-પત્ની બંને પટકાયા હતાં.જેમાં મનિષાબેનને ગંભીર ઇજા પહોંચતા પ્રથમ કેશોદ બાદમાં જુનાગઢ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.બનાવ અંગે હોસ્પિટલ ચોકીના સ્ટાફે જરૂરી કાર્યવાહી કરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application