હાપા યાર્ડમાં ચાલુ સીઝનની મગફળીની ઐતિહાસિક આવક: પપ૦ વાહનોની કતાર

  • November 03, 2023 10:20 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

નવી જાહેરાત ન થાય ત્યાં સુધી આવક કરાઇ બંધ

જામનગર હાપા માર્કેટીંગ યાર્ડમાં દિવાળીના પૂર્વે મગફળીની ચાલુ સીઝનની ઐતિહાસિક નોંધાઇ છે, જેમાં પપ૦ વાહનોમાં ૩૬૦૦૦ ગુણીની આવક થવા પામી છે.
હાપા માર્કેટીંગ યાર્ડના સેક્રેટરી હિતેષ પટેલના જણાવ્યા અનુસાર ચાલુ સીઝનની સૌથી વધુ મગફળીની આવક હાપા યાર્ડમાં નોંધાઇ છે અને નવી જાહેરાત ન થાય ત્યા સુધી મગફળીની આવક બંધ કરવામાં આવી છે.
સમગ્ર સૌરાષ્ટ્રમાંથી જામનગર હાપા માર્કેટીંગ યાર્ડમાં સારા ભાવ મળતા હોવાથી સૌરાષ્ટ્રભરના ખેડૂતોની પસંદગી હાપા યાર્ડ રહી છે, ગત રાત્રિથી સમગ્ર સૌરાષ્ટ્રમાંથી આવેલા વાહનોની કતાર લાગી ગઇ હતી, જે વાહનો નુરી ચોકડીથી યાર્ડના ગેઇટ સુધી લાગી ગયા હતા. પપ૦ વાહનોમાં ૩૬ હજાર ગુણીની મબલખ આવક થવા પામી છે.
મગફળીની સાથોસાથ કપાસની પણ સારી એવી આવક થવા પામી છે, ગઇકાલે મગફળીના નોંધાયેલા ભાવ તરફ નજર કરીએ તો મગફળીની ઝીણીના ૧૧પ૦ થી ર૩૮૦ જ્યારે જાડી મગફળીના ૧૧૦૦ થી ૧૩૦૦ સુધી બોલાયા હતા, જ્યારે કપાસ ૧ર૦૦ ‚પિયાથી ૧૪૮૦ સુધીનો ભાવ બોલાયો હતો, ગઇકાલે કપાસની આવક ૬૪રપ ગુણી થઇ હતી, જ્યારે ગઇકાલે મગફળીની આવક થવા પામી હતી. જેનું સાટુ આજે ૩૬ હજાર ગુણી થઇને વાળી લીધું છે.
હાપા માર્કેટીંગ યાર્ડમાં ગઇકાલે સુકી ડુંગળીનો ભાવ ૩૦૦ થી ૮૮૦ સુધીનો થવા પામ્યો હતો અને ૧૬૩૬ ગુણી આવક થવા પામી હતી, દિવાળીના પૂર્વ દિવસોમાં હાપા માર્કેટીંગ યાર્ડમાં જણસની સારી એવી આવક થવા પામી છે, સાથોસાથ ખેડૂતોને પણ સારા એવા ભાવ મળી રહ્યા હોવાથી ખેડૂતો પણ ખુશખુશાલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application