જામનગર ખાતે દેવ સોલ્ટ પ્રા.લી. દ્રારા સને ૨૦૧૯ થી સ્ટાન્ડર્ડ ફાયર અને સ્પેશીયલ પેરીલ્સ પોલીસી ધી નેશનલ ઇન્શ્યુરન્સ કું. ની લેતા આવેલ જે બાદ સને ૨૦૨૦ ૨૦૨૧ ના વર્ષ માટે ૩ કરોડની પોલીસી લેવામાં આવેલ, પોલીસીના સમયગાળામાં તા.૨૪/૦૮/૨૦૨૦ ના રોજ મરછુ ડેમ મોરબી વિસ્તારમાં સવારનાં ૯ વાગ્યાથી અતિ ભારે વરસાદને કારણે પાણીની સ્થીતી ખુબ વધી ગયેલ અને ૩ દિવસ સુધી સતત પાણીનાં ભરાવાથી ફરીયાદીના મીઠાના ઉત્પાદનના વિસ્તારમાં પણ ૩ દિવસ ૩ થી ૪ ફુટ પાણી ભરાઈ રહેતા ખુબજ નુકશાન થયેલ.ફરીયાદી દ્વારા તેમનાં મીઠાનાં ઉત્પાદનમાં મીઠું ઓગળી જવાને કારણે ૨,૦૭,૮૭,૧૯૨/- નું નુકસાન થવા પામેલ જે અંગેની જાણ ફરીયાદી દ્રારા તાત્કાલીક વિમા કંપનીને જાણ કરવામાં આવેલ જેથી વિમા કંપની દ્રારા સૌપ્રથમ સર્વયરની નિમણુક કરવામાં આવેલ અને સ્થળની મુલાકાત લઈ સર્વે કરવામાં આવેલ નુકશાન થયેલ નથી તેવો ખોટો સર્વે રીપોર્ટ કંપનીની ફેવરમાં કરવામાં આવેલ.
ત્યારબાદ ફરીયાદીના કલેઈમ સામાવાળા વીમા કંપની દ્રારા કલેઈમ રદ કરવામાં આવેલ અને કોઈ રકમ ચુકવવામાં આવેલ નહીં. કલેઈમ ના-મંજુર થતાં ફરિયાદી દ્રારા પ્રથમ અમદાવાદ ખાતે ગ્રાહક તકરાર નિવારણ કમિશન -ગુજરાત સ્ટેટ ખાતે ફરીયાદ દાખલ કરવામાં આવેલ જે બાદ ગ્રાહક તકરાર નિવારણ કાયદામાં ૨૦૧૯ માં સુધારો આવતા અને ફરીયાદ દાખલ કરવા જીલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં ૫૦ લાખ સુધીની ક્ધશીડેરશન સુધીની લીમીટ થતાં અમદાવાદથી ફરીયાદ ટ્રાન્સફર થઈ જામનગર ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં આવતા ફરીયાદી તરફે વકીલ દ્રારા ફરીયાદ દાખલ કરવામાં આવેલ અને ચલાવવામાં આવેલ ફરીયાદમાં પણ નુકશાની થયેલ તે અંગેના ઓડીટ રીપોર્ટ, ઇન્કમ ટેક્ષ સર્ટીફીકેટ, રોયલ્ટી ભરપાઈ થયેલ તે અંગેનાં ચલણો તથા ચાર્ટડ એકાઉન્ટન્ટ ના સોગંદનામાં વિગેરે રજુ કરી ફરીયાદમાં જણાવેલ નુકસાની સાબીત કરવામાં આવેલ અને સાથે - સાથે સુપ્રીમ કોર્ટ, નેશનલ કમિશનના ચુકાદાઓ તથા ધારદાર દલીલો કરી ફરિયાદીની ફરીયાદ સાબીત કરવામાં આવેલ અને કમિશન દ્રારા ફરિયાદીની ફરીયાદ સાબીતમાની સામાવાળા ધી નેશનલ ઈન્શ્યુરન્સ કંપનીએ ફરિયાદીને નુકશાની મુજબની રકમ ૨,૦૭,૮૭,૧૯૨/- તા.૧૦/૦૩/૨૦૨૨ થી વાર્ષિક ૬ ટકા વ્યાજ સાથે ચુકવી આપવા હુકમ કરેલ છે.
આ રકમ જો બે માસમાં ન ચુકવે તો ત્યારબાદ તે રકમ ઉપર વાર્ષિક ૯ ટકા વ્યાજ ચુકવવા હુકમ કરેલ છે. તથા ખર્ચનાં ૫,૦૦૦/-ચુકવવાનો પણ હુકમ કરેલ છે.ફરીયાદી તરફે વકીલ વસંત ડી. ગોરી, દિપક એચ. નાનાણી તથા મદદમાં નેહલ બી. સંચાણીયા રોકાયેલા હતા.