જામનગર શહેરમાં સતત ૨૫ વર્ષ સુધી લોહાણા જ્ઞાતિના સમૂહ ભોજન (નાત) નું આયોજન કરનાર જલારામ જયંતિ મહોત્સવ સમિતિના તમામ સભ્યોએ નવી પેઢીને સોપ્યું સુકાન
જામનગર શહેરમાં સતત છેલ્લા ૨૫ વર્ષ સુધી જલારામ જયંતિ અવસરે સમસ્ત લોહાણા સમાજના સમૂહ ભોજન (નાત) નું આયોજન જલારામ જયંતિ મહોત્સવ સમિતિના નેજા હેઠળ કરવામાં આવી રહ્યું છે. આ સમિતિના ૧૩ સભ્યો શ્રી જીતુભાઈ લાલ સહિત રમેશભાઈ દતાણી, ભરતભાઈ મોદી, મનોજભાઈ અમલાણી, રાજુભાઈ કોટેચા, અનિલભાઈ ગોકાણી, અતુલભાઈ પોપટ, ભરતભાઈ કાનાબાર, નિલેશભાઈ ઠકરાર, રાજુભાઈ મારફતીયા, રાજુભાઈ હિંડોચા, મધુભાઈ પાબારી, મનીષભાઈ તન્નાએ ૨૫-૨૫ વર્ષ સુધી આ જવાબદારી વહન કરી રહયા છે. આ તમામ ૧૩ સભ્યોએ સ્વૈચ્છીક નિવૃતી જાહેર કરી ઐતિહાસીક નિર્ણય કરેલ છે અને આ સમિતિના સભ્યો હવે સ્થાપક સભ્યો તરીકે માર્ગદર્શક સેવા આપશે.
તાજેતરમાં જામનગર લોહાણા મહાજનના પ્રમુખપદની જવાબદારી સતત ૨૧ વર્ષ સુધી સંભાળ્યા પછી જીતુભાઈ લાલે આ પદને સ્વૈચ્છીક રીતે છોડી નવી પેઢીને જામનગર લોહાણા મહાજનનું સુકાન સોંપ્યું. એ પછી તાજેતરમાં અખિલ ગુજરાત લોહાણા સમાજના પ્રમુખ તરીકે જીતુભાઈ લાલની વરણી થતાં તેઓએ છેલ્લા પચીસ-પચીસ વર્ષથી જામનગર શહેરમાં લોહાણા જ્ઞાતિના સમૂહ ભોજન (નાત) નું આયોજન કરતી જલારામ જયંતિ મહોત્સવ સમિતિની જવાબદારી પણ સ્વૈચ્છીક રીતે છોડીને તમામ ૧૩ નવયુવાન સભ્યોને આ જવાબદારી સુપ્રત કરી છે. આ સમિતિના નવા સભ્યો તરીકે સૌરભ બદિયાણી, ધવલ સોનછાત્રા, નિલ મોદી, રાજુ કાનાબાર, હસિત પોપટ, વ્યોમેશ લાલ, ધૈર્ય મપારા, કૌશલ દતાણી, રાજદિપ મોદી, હિરેન રૂપારેલ, નિશિત રાયઠઠા, વિશાલ પોપટ, રવિ અઢીયાનો સમાવેશ કરવામાં આવ્યો છે.
અત્યારના સમયમાં જયારે સામાજીક-સ્વૈચ્છીક સંસ્થાઓમાં પદ લેવા માટે ભારે ખેંચતાણ જોવા મળી રહી છે તેવા સમયે જીતુભાઈ લાલે આ રીતે વધુ એક સંસ્થાની જવાબદારીમાંથી સ્વૈચ્છીક રીતે મુક્ત થઈને યુવા પેઢીને સુકાન સોંપવાનો કરેલો નિર્ણય ઉદાહરણરૂપ બની રહયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએ ફિલ્મ શરૂ થતાં સિનેમા હોલ મંદિરો બની જતા, લોકો ચપ્પલ ઉતારીને ફિલ્મ જોતા
December 23, 2024 02:11 PMભારતીય બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ લગ્નના બંધનમાં બંધાઈ, પ્રથમ તસવીર આવી સામે
December 23, 2024 02:03 PMનેશનલ ડિફેન્સ એકેડેમી, પુણે અને અન્ય ડિફેન્સ એસ્ટબ્લિશમેન્ટ્સમાં બાલાચડિયન્સ પ્રેરક પ્રવાસ
December 23, 2024 01:42 PMઈ-સરકારના માધ્યમથી કોઈપણ રેકર્ડ અને ફાઇલ ડિજિટલ સ્વરૂપે કાયમી સાચવી શકાશે
December 23, 2024 01:37 PMઆઇએનએસ વાલસુરાની મેરેથોન દોડમાં રાજયભરમાંથી સ્પર્ધકોએ ભાગ લીધો
December 23, 2024 01:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech