મૂળ કુછડી તથા હાલ ઇઝરાયલ રહેતી એક મહિલાએ સોશ્યલ મીડિયામાં વીડિયો વાયરલ કરીને તેના પિતા, પુત્ર અને પતિનું અપહરણ કરીને હિરલબા જાડેજા અને તેના માણસો દ્વારા સૂરજ પેલેસ બંગલે ગોંધી રાખ્યા હોવાનું જણાવી પૈસાની લેતી-દેતી મામલે આ બનાવ બન્યાનું કહીને રડતા-રડતા મદદ માંગી હતી. આ બનાવમાં ે હિરલબા જાડેજા તથા તેના એક સાગરિતની ધરપકડ કરવામાં આવી હતી જેમાં હિરલબાના બે દિવસના અને તેના સાગરિતના ચાર દિવસના રીમાન્ડ મંજૂર થયા છે.જેમાં હિરલબાની તબીયત લથડતા સારવાર માટે સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા અને હવે સ્થિતિ સારી થતા પુન: હોસ્પિટલેથી પોલીસ સ્ટેશને લઇ જવાયા છે.
પોરબંદરના નજીકના કુછડી ગામે રહેતી અને હાલ ઇઝરાયલ રહેતી લીલુ ઓડેદરાએ સોશ્યલ મીડિયામાં એક વીડિયો વાયરલ કરીને રડતા રડતા એવુ જણાવ્યુ હતુ કે હિરલબા જાડેજા અને તેના માણસોએ લીલુબેનના પતિ અને સતર વર્ષના પુત્રને સુરજ પેલેસ બંગલા ખાતે ગોંધી રાખ્યા છે અને લીલુબેને લીધેલા પિયા પાછા આપવા તેમની દબાણ કરી રહ્યા છે. બંગલે ગોંધી રાખવામાં આવેલા દીકરાનો અભ્યાસ પણ બગડી રહ્યો છે. મદદ માંગવા છતાં કોઇ તેઓને મદદ કરવા આગળ આવતુ નથી. આ બનાવ બાદ પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરીને પરમદિવસે હિરલબા જાડેજા સામે ગુન્હો નોંધીને કાર્યવાહી કરી હતી.
બંનેના રીમાન્ડ મંજૂર
આ બનાવમાં હિરલબા જાડેજા તથા તેના સાગરિત હિતેશ ભીમા ઓડેદરાની પોલીસે ધરપકડ કરી લીધી હતી અને દસ દિવસના રીમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરતા હિરલબાના બે દિવસના અને હિતેશના ચાર દિવસના રીમાન્ડ મંજૂર થયા છે.
જિલ્લા પોલીસવડા એ યોજી પ્રેસ કોન્ફરન્સ
પોરબંદરમાં ભારે સનસનાટી મચાવનારા આ બનાવ અંગે વિધિવત રીતે પોલીસ ફરિયાદ નોંધાઇ ચૂકી છે પરંતુ સમગ્ર કિસ્સો સંવેદનશીલ હોવાથી ઓનલાઇન એફ.આઇ.આર. મુકવામાં આવી નથી તેથી સમગ્ર ગુન્હા બાબતે ઉંડાણથી માહિતી આપવા પોરબંદરના જિલ્લા પોલીસવડા ભગીરથસિંહ જાડેજા બપોરે કમલાબાગ પોલીસ સ્ટેશન ખાતે પ્રેસ કોન્ફરન્સ યોજીને માહિતી આપી હતી જેમાં તેમણે જણાવ્યુ હતુ કે વાયરલ થયેલા વીડિયોના આધારે અમે નિવેદન લેવા માટે ભોગ બનનારના પરિવારજનોને બોલાવ્યા હતા પરંતુ જે તે સમયે તેમણે પોતાની સાથે કશુ બન્યુ નથી તેમ જણાવ્યુ હતુ. તો બીજી બાજુ હિરલબા જાડેજાનું પણ નિવેદન લેવાતા આ પ્રકારની ઘટના અંગે તથ્ય જણાયુ ન હતુ.
ત્યારબાદ અચાનક જ વીડિયો વાયરલ કરનારના પિતા ફરિયાદ અરજી લઇને આવ્યા હતા અને ત્યારબાદ તપાસ કરતા સત્ય જણાયુ હતુ તેથી ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે.
ભોગ બનનાર પરિવારનું ત્રણ વખત કર્યુ હતુ રી-વેરીફીકેશન
પોરબંદરના એસ.પી.એ એવુ જણાવ્યુ હતુ કે વાયરલ વીડિયોના આધારે અમે નિવેદન માટે બોલાવેલા ભોગ બનનાર પરિવારનું ત્રણ-ત્રણ વખત રી-વેરીફીકેશન કર્યુ હતુ પરંતુ તેમાં તેઓ એ કશું જ બન્યુ નહી હોવાનું જણાવ્યુ હતુ.
તપાસ બાદ વ્યાજવટાવની કલમ ઉમેરાય તેવી પણ શકયતા
એસ.પી.એ જણાવ્યુ હતુ કે વાયરલ થયેલા વીડિયોમાં લીલુબેન ઓડેદરાએ હિરલબા પાસેથી ૭૦ લાખ ા.ની લેતી દેતી કરી તે રકમ વ્યાજે મેળવી હતી કે કેમ? તે અંગે કોઇ જ તથ્ય બહાર આવ્યુ નથી આમ છતાં પુરાવા અને તપાસના આધારે જો એવું જણાશે કે આ રકમ વ્યાજે આપવામાં આવી હતી તો કઇ રીતે અપાઇ હતી? સહિતની વિગતો બાદ નાણા ધીરધાર અધિનિયમની વ્યાજવટાવની કલમ ઉમેરાય તેવી પણ શકયતા જણાઇ રહી છે.
સ્વસ્થ થતા પુન: પોલીસમથકે
હિરલબાના બે દિવસના રીમાન્ડ મંજૂર થયા બાદ અચાનક તેમની તબીયત લથડી હતી તેથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તેમને સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે ગઇકાલે રાત્રે દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર કરવામાં આવી હતી. તો બીજી બાજુ આ ગુન્હો સંવેદનશીલ હોવાથી હોસ્પિટલ ખાતે પણ જિલ્લા પોલીસવડાની સૂચનાથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને સવારે બપોર સુધીમાં સ્વસ્થ થતા પુન: તેમને પોલીસમથક ખાતે પૂછપરછ માટે લઇ જવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાત ટાઇટન્સની શાનદાર જીત: હૈદરાબાદને 38 રને હરાવી પોઇન્ટ્સ ટેબલમાં બીજા ક્રમે
May 02, 2025 11:52 PMપડધરીમાં બાંગ્લાદેશી ઘુસણખોર ઝડપાઈ, પાસપોર્ટ-વિઝા વિના ગેરકાયદેસર પ્રવેશ
May 02, 2025 09:12 PMઆર્જેન્ટિનામાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, સુનામીની ચેતવણી જાહેર
May 02, 2025 09:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech