ખંભાળિયામાં ધાર્મિક પુસ્તકના વેચાણ કરતા સંભવિત શકમંદો સામે કાર્યવાહી ન કરાતા હિન્દુ સંગઠનોમાં કચવાટ

  • July 20, 2021 11:01 AM 

    ખંભાળિયા શહેરના જુદા જુદા વિસ્તારોમાં અન્ય રાજ્યમાંથી આવેલા કેટલાક શખ્સો દ્વારા હિન્દુ ધર્મની પુસ્તિકાઓનું વેચાણ કરવામાં આવતું હતું. આ ધાર્મિક પુસ્તકોમાં હિન્દુ દેવી -દેવતાઓ તથા ધર્મ વિશે કથિત અયોગ્ય લખાણ તેમજ ચિત્ર હોવા અંગેના આક્ષેપો સાથે અહીંના હિંદુ ધર્મપ્રેમી આગેવાનો દ્વારા શુક્રવારે સવારે અન્ય રાજ્યમાંથી આવી અને મામૂલી કિંમતે આ ધાર્મિક પુસ્તકોનું વેચાણ કરતાં નવ જેટલા શખ્સોને ઝડપી લઈ આ તમામને એસ.ઓ.જી. પોલીસના હવાલે કર્યા હતા.

   આ સંદર્ભે હિન્દુ સેનાના અગ્રણી દ્વારા પોલીસમાં લેખિત ફરિયાદ અરજી પણ કરવામાં આવી હતી. જેમાં કેટલાક મુદ્દે ધાર્મિક લાગણી દુભાતી હોવાના મુદ્દાસર આક્ષેપો કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા આ શખ્સોને પૂછપરછ માટે બેસાડી રાખી અને એક મીની બસ ભરેલું ધાર્મિક સાહિત્ય પણ કબજે લેવામાં આવ્યું હતું.

    ખંભાળિયા પોલીસ તથા એસ.ઓ.જી. પોલીસ દ્વારા પુસ્તકોના ઊંડાણપૂર્વક અભ્યાસ તેમજ પૂછપરછના ધમધમાટ બાદ પણ હિંદુ સંગઠનો તથા આગેવાનોની ફરિયાદ અરજી પછી પણ નવ જેટલા પરપ્રાંતિય ફેરીયા સામે ધોરણસર ફરિયાદ નોંધાવામાં આવી ન હતી. આ મુદ્દે અહીંના આગેવાનોમાં કચવાટ સાથે આશ્ચર્યની લાગણી પ્રસરી હતી.

   ધાર્મિક પુસ્તકોમાં કથિત અયોગ્ય લખાણ સંદર્ભે પોલીસે આ પુસ્તકના સંપાદક- લેખક બાબતે પણ તપાસ હાથ ધરી છે. પરંતુ બે દિવસે પણ કાયદાકીય પગલાં ન લેવાતા આના અનુસંધાને અહીંના કાર્યકરો પ્રવિણસિંહ કંચવા, દેશુરભાઈ ધમા, વિગેરે દ્વારા ગત સાંજે મીટીંગ બાદ પુનઃ પોલીસ સમક્ષ યોગ્ય કરવાની માંગ સાથે રજૂઆત કરવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS