જીહાદી માનસિકતા ધરાવનારાને ચેતવણી આપતી હિન્દુ સેના

  • December 07, 2023 10:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

થયેલ ૨૬/૧૧ ના હુમલાના બદલાની જેમ લવ જીહાદી, લેન્ડ જીહાદીઓનો પણ વારો આવશે: હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ

દેશમાં દિવસે દિવસે પરિસ્થિતિ સુધરવાની સાથે ક્રાઈમમાં પણ ફેરફાર જોવા મળે છે. જિહાદી માનસિકતા ધરાવનારાઓ વધુ ક્રાઈમ તરફ આગળ વધી રહ્યા છે. તાજેતરમાં દિલ્હી સ્થિત હિન્દુ સેના કાર્યાલયમાં તોડફોડ તેમજ રોકડ રકમની ચોરી થઈ એટલું જ નહીં હિન્દુ સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ વિષ્ણુ ગુપ્તાની ગાડી પણ ત્યાંથી ચોરાઈ ગઈ છે ત્યારે ગુજરાતમાં હિન્દુ સેના દ્વારા ઊભું કરાયેલ જીએચએસઆઇને મળેલ ઈનપુટ મુજબ દેશના ઘણા રાજ્યોમાં જીહાદી માનસિકતા ધરાવનારા અમુક લોકો વધુ એક્ટિવ થયા છે
ગુજરાત પણ આ બાબતમાં બાકાત નથી. આવી જીહાદી માનસિકતા સામે લડવા ગુજરાતમાં હિન્દુ સેનાની જીએચએસઆઇ દ્વારા ગુપ્ત રાહે ઇનપુટ મેળવવાની ગતિએ વેગ પકડ્યો છે. જે ગુજરાતના આઈ.બી. વિભાગ તેમજ ગૃહ મંત્રાલયમાં પહોંચતી કરશે તેમ હિન્દુ સેનાના પ્રતિક ભટ્ટે એક નિવેદનમાં જણાવ્યું હતું.
 ભારતના મુંબઈ શહેરમાં ૨૬/૧૧ ના હુમલાને અંજામ આપનાર આતંકવાદી ગુનેગારોને પાકિસ્તાનમાં વીણી વીણીને સાફ કરવાનું ઓપરેશન ચાલુ છે, જેમાં ભારતની ગુપ્તચર એજન્સી પર શંકા સેવાઈ રહી છે. જેની કામગીરીને હિન્દુ સેના ગુજરાત અભિનંદન સાથે વધાવી રહી છે અને ગુજરાતમાં પણ આવી જીહાદી માનસિકતા ધરાવનાર અમુક લોકો તથા લવ જેહાદીઓ, લેન્ડ જેહાદીઓ ચેતી જાય, નહીં તો ૨૦૨૪માં હિન્દુ સેના ઓછી નહીં ઉતરે અને તેમનું પરિણામ ચોક્કસ મળશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application