જામનગરમાં દ્વારકાધીશના મંદિરે મેયરનું સન્માન કરતી હિન્દુ સેના

  • July 06, 2021 10:15 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર એટલે કે છોટીકાશી જયાં અનેક મંદિરોનું મહત્વ છે અને 400 વર્ષ જૂના મંદિરો પણ વિદ્યમાન છે આવું જ કિશાન ચોકમાં આવેલું 300 વર્ષથી ઉપર દ્વારકાધીશનું મંધ્રિ આવેલું જયાં મંદિરની આસપાસ ચોખ્ખાઇ તેમજ સ્વચ્છતાને લઇ અને ધાર્મિક ઉત્સવો ઉજવવા માટે હિન્દુ સેનાએ ખાસ આ મંદિરની ચોખ્ખાઇ કરી અને અગીયારના દિવસે દ્વારકાધીશના ચરણે જામનગર પ્રથમ નાગરિક મેયર બીનાબેન કોઠારીને મંદિરના મુખીયાજી રમેશભાઇ રાજગોરના પરીવાર દ્વારા સન્માનીત કરવામાં આવેલ હતાં.

તેમજ આ સમયે સામાજીક કાર્યકર નિલેશભાઇ સીણોજીયા (પટેલ), હિન્દુ સેનાના ગુજરાત પ્રમુખ પ્રતિક ભટ્ટ, શહેર પ્રમુખ દિપક પિલ્લે, ધીરેન નંદા સાથે વોર્ડ નં.13ના કોર્પોરેટર કેતન નાખવા, હવેલી પાસે જ રહેતા સ્વદેશી જાગરણ મંચના શહેર સંયોજક કિશોરભાઇ દવેની ઉપસ્થિત સાથે મંદિરમાં ર્જીણોઘ્ધાર તેમજ વિકાસ બાબતે વિસ્તૃત રીતે મેયર સાથે ચચર્-િવિચારણા કરી માહિતગાર કયર્િ હતાં.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS