ગઢકડા ગામમાં જુની અદાવતમાં બે વ્યકિત પર હિંચકારો હુમલો

  • November 18, 2023 10:33 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હથિયારો વડે તુટી પડયા : આઠ શખ્સો સામે ફરીયાદ

જામજોધપુરના ગઢકડા ગામમાં અગાઉની બોલાચાલીનું મનદુ:ખ રાખી બે વ્યકિત પર હથિયારોથી હુમલો કરી ગંભીર ઇજા કર્યાની ૮ સામે પોલીસ ફરીયાદ કરવામાં આવી છે.
જામજોધપુરના ગઢકડા ગામમાં રહેતા રજાકભાઇ હુશેનભાઇ ઉનડ (ઉ.વ.૩૧) નામના યુવાનને ઇકબાલ સાથે રસ્તા પર ટ્રેકટર નજીકથી ચલાવવા બાબતે બોલાચાલી થઇ હતી, જે બાબતનું મનદુ:ખ રાખી તા. ૧૬ સાંજના સુમારે ગામમાં આવેલી પાનની દુકાન પાસેના રોડ પર આરોપીઓએ ગેરકાયદે મંડળી રચી ધોકા, પાઇપ, કુહાડી જેવા હથિયારો સાથે ધસી આવી રજાકભાઇને વાંસામાં ઇજા કરી હતી તેમજ હુશેનભાઇને હેમરેજ-ફ્રેકચર જેવી ઇજાઓ કરીને બંનેને જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી.
આ અંગે રજાકભાઇએ શેઠવડાળા પોલીસમાં મોડી રાત્રીના ગઢકડા ગામના ફીરોજ ઓસમાણ, ઇકબાલ ઓસમાણ, યાસીન ઓસમાણ, યુસુફ ઉમર, શાહરુખ વલીમામદ, અયુબ યુસુફ અને બે અજાણ્યા ઇસમોની વિરુઘ્ધ જુદી જુદી કલમ મુજબ ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી છે.
***
મેઘપર ગામમાં નજીવી બાબતે પાડોશીઓ બાખડયા: એકબીજાને લાકડી વડે માર મારી ધમકી દીધાની સામસામી ફરીયાદ
જોડીયા તાલુકાના મેઘપર ગામમાં નજીવી બાબતે પાડોશીઓ વચ્ચે બબાલ થઇ હતી જેમાં એકબીજાને માર મારી ધમકી દીધાની સામસામી પોલીસ ફરીયાદ નોંધાવતા તપાસ હાથ ધરવામાં આવી છે.
જોડીયા તાલુકાના મેઘપર ગામમાં રહેતા નરશીભાઇ બેચરભાઇ સાપરીયા (ઉ.વ.૬૫) તથા આરોપીના ઘરનું ફળીયુ એક જ હોય અને ફરીયાદીના બહેન દયાબેન હાલી ચાલી શકતા ન હોય, આંખે દેખાતુ ન હોય જેથી ફરીયાદી પોતાના બહેનને બાથરુમ કરાવવા માટે લઇ જતા હતા, દરમ્યાન બંને આરોપીઓએ લાકડીઓ લઇને આવી કેમ બાથરુમ કરાવવા લઇ જાશ તેમ કહી એકદમ ઉશ્કેરાઇ જઇ ફરીયાદી નરશીભાઇને અપશબ્દો બોલી માથા અને શરીરના ભાગે લાકડીઓ વડે માર મારી તેમજ જાનથી મારી નાખવાની ધમકી દીધી હતી.
આ અંગે નરશીભાઇએ મેઘપર ગામના શાંતીલાલ નરશી ગોહીલ તથા પાર્વતીબેન શાંતીલાલ ગોહીલ આ બંનેની વિરુઘ્ધ ફરીયાદ નોંધાવી હતી, સામા પક્ષે મેઘપરના પાર્વતીબેન શાંતીલાલ ગોહીલ (ઉ.વ.૬૫) એ વળતી ફરીયાદ નરશી બેચરભાઇ શાપરીયા વિરુઘ્ધ નોંધાવી હતી.
ફરીયાદીના નણંદ દયાબેન હાલી ચાલી શકતા ન હોય આંખે દેખાતુ ન હોય આરોપી તેઓને લઇ જતા હતા ત્યારે ફરીયાદીએ આ બાબતે પુછતા આરોપીએ ઉશ્કેરાઇને ફરીયાદી તથા તેના પતિને અપશબ્દો કહી લાકડી વડે ફરીયાદીને માર મારીને ધમકી દીધી હતી, બંને ફરીયાદના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application