હિના ખાને ગૌહરના પિતા માટે અદા કરી નમાઝ

  • March 06, 2021 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

અભિનેત્રી ગૌહર ખાન તેના પિતાના નિધનથી ભારે દુ:ખમાં છે. આ મુશ્કેલ અને દુ:ખ ભર્યા સમયમાં ગૌહરના મિત્રો તેને દિલાસો આપી રહ્યા છે. ગૌહર ખાન છેલ્લે સિદ્ધાર્થ શુક્લા અને હિના ખાનની સાથે 'બિગ બોસ 14' માં જોવા મળી હતી. તે સિનિયર કન્ટેસ્ટંટ તરીકે આ શોમાં જોડાઇ હતી. ગૌહર ભૂતકાળમાં તેના ડાન્સ વીડિયોને કારણે તેના પતિ ઝૈદ દરબાર સાથે ચર્ચામાં રહી હતી. 

હિનાએ ગૌહર ખાનના પિતા માટે વિશેષ નમાઝ અદા કરી છે અને ગૌહરને આ મુશ્કેલ સમયમાં મજબૂત રહેવા માટે કહ્યું છે. હિનાએ પરંપરાગત કપડામાં સેલ્ફી શેર કરી અને બધાને 'જુમ્મા મુબારક' કહ્યું. આ પછી, તેણે બીજી એક તસવીર પોસ્ટ કરી, જેમાં તેણે ગૌહરને ટેગ કરી અને લખ્યું, 'તમારા પિતા માટે પ્રાર્થના. તેના આત્માને શાંતિ મળે. મજબૂત રહો. ગૌહરે હિનાનો ફરીથી તેની પોસ્ટ શેર કરવા બદલ આભાર માન્યો.

ગૌહરે તેના પિતાના મૃત્યુના કલાકો બાદ એક પોસ્ટ શેર કરી હતી, જેમાં તેના પિતાની યાદ આવતા તેણે લખ્યું, 'મારો હીરો. કોઈ પણ ક્યારેય તમારા જેવું ન બની શકે. મારા પિતાનું નિધન થયું છે. તે ખૂબ જ સારા વ્યક્તિ હતા. હું તમને ખૂબ પ્રેમ કરું છું પપ્પા હું તમારા જેવી જ છું. છતાં હું તમારી તેજસ્વી વ્યક્તિત્વનો એક પ્રતિશત પણ નથી, ગૌહરના લગ્નના બે મહિના બાદ તેમના પિતા જાફર અહમદ ખાનનું અવસાન થયું છે.
 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS