રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ અને ફાયર બ્રિગેડ બ્રાન્ચ દ્વારા શહેરમાં વધુ ૧૮૬ હાઇરાઇઝ બિલ્ડીંગને નોટિસ ફટકારવામાં આવી છે, જોકે કયા બિલ્ડિંગમાં ચેકિંગ કરાયું અને કયા બિલ્ડિંગને નોટિસ અપાય તેમજ કયા બિલ્ડિંગમાં બધું યથાયોગ્ય જોવા મળ્યું તે સહિતની કોઇ જ વિગતો ચેકિંગ બાદ જાહેર કરવામાં આવી નથી. બિલ્ડીંગના નામ છુપાવવાનો ભેદી સિલસિલો યથાવત રાખવામાં આવ્યો છે.
વિશેષમાં સુત્રોમાંથી પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટ મહાનગરપાલિકાના વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.૮માં ૧૫૦ ફૂટ રીંગ રોડ ઉપરના બિગ બજાર ચોકમાં આવેલા એટલાન્ટિસ હાઇરાઇઝ એપાર્ટમેન્ટમાં સર્જાયેલા અગ્નિકાંડમાં ત્રણના કરોડ મોત નિપજ્યા બાદ રાજકોટ મહાપાલિકા તંત્ર સફાળું જાગ્યું છે અને સમગ્ર શહેરમાં તમામ હાઇરાઇઝ બિલ્ડિંગનું ચેકિંગ શરૂ કર્યું છે. ગઇકાલ સુધી તો ફક્ત ફાયર બ્રિગેડની ટીમ દ્વારા ફાયર એનઓસી અને ફાયર સેફ્ટીના સાધનોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું હતું પરંતુ આજથી ટાઉન પ્લાનિંગ બ્રાન્ચને પણ ચેકિંગમાં સાથે જોડાવામાં આવી છે અને તમામ હાઇરાઇઝ બિલ્ડિંગના બિલ્ડીંગ પ્લાન તેમજ બીયુપી વિગેરેની એસઓપી મુજબ ચકાસણી કરવામાં આવી રહી છે. એકંદરે સમગ્ર ચેકિંગનો નિષ્કર્ષ એવો નીકળ્યો છે કે રાજકોટના મોટાભાગના બિલ્ડીંગ રામભરોસે છે. ફાયર બ્રિગેડે. ૯૮ બિલ્ડીંગ ચેક કર્યા તેમાંથી ૮૯ પાસે ફાયર એનઓસી એરીન્યુ ન હતા અને ટાઉન પ્લાનિંગ બ્રાન્ચ એ ૯૯ બિલ્ડીંગ ચેક કર્યા તેમાંથી ૯૭ પાસે પુરતા ડોક્યુમેન્ટ્સ જોવા મળ્યા ન હતા. જેના અનુસંધાને આજે સમગ્ર શહેરના વધુ ૧૮૬ જેટલા હાઇરાઇઝ બિલ્ડીંગને ટાઉન પ્લાનિંગ અને ફાયર બ્રિગેડ બ્રાન્ચ દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે
ફાયર બ્રિગેડે ૯૮ બિલ્ડીંગ ચેક કર્યા, ૮૯ને નોટિસ
રાજકોટ મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસીઝ બ્રાન્ચની ટીમ દ્વારા રેસીડેન્સીયલ તેમજ રેસીડેન્સીયલ સાથે કોમર્શિયલ હોય તેવા મળીને કુલ ૯૮ હાઇરાઇઝ બિલ્ડીંગમાં ફાયર એનઓસી અને ફાયર સેફટીના સાધનોનું ચેકિંગ કરવામાં આવ્યું હતું જેમાંથી ૮૯ બિલ્ડીંગને વિવિધ નોટીસ ફટકારી હતી. જ્યારે ફક્ત ૧૫ હાઇરાઇઝમાં નિયમાનુસારનું ફાયર એનઓસી જોવા મળ્યું હતું.
ટીપીએ ૯૯ બિલ્ડીંગ ચેક કર્યા, ૯૭ને નોટિસ
રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચની ટીમ દ્વારા આજે તા.૨૦-૦૩-૨૦૨૫ના રોજ કુલ ૯૯ હાઇરાઇઝ બિલ્ડીંગની ચકાસણી કરવામાં આવી હતી જેમાંથી ૯૭ બિલ્ડીંગને સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસીઝર અન્વયે બી.યુ.પી અને બિલ્ડીંગ પ્લાન રજૂ કરવા અંગે નોટિસ ફટકારવામાં આવી હતી તેમ સત્તાવાર વર્તુળોએ જાહેર કર્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગીરસોમનાથ જિલ્લાના ગુનાહિત ઇતિહાસ ધરાવતા ૧૩૭ શખસો સામે કરાઇ કાર્યવાહી
March 31, 2025 11:02 AMવિસાવદર બેઠકમાં ચમરબંધીને ભોં ભેગા કરી દેવા મતદારો અચકાતા નથી
March 31, 2025 11:00 AMહળવદ સરા ચોકડીએ પિકઅપ વાનમાં ક્રુરતાપૂર્વક લઇ જતાં પાડા બચાવ્યા
March 31, 2025 10:59 AMરાજકોટ : બેડી માર્કેટિંગ યાર્ડ બહાર પાંચ કિમી સુધી વાહનોની લાગી કતાર
March 31, 2025 10:58 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech