રાજકોટ જિલ્લાની પાંચ નગરપાલિકાઓમાં ગઈકાલે સવારે સાત થી સાંજના 6:00 વાગ્યા સુધી મતદાનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. સૌથી વધુ મતદાન ભાયાવદરની નગરપાલિકામાં 59.86% અને સૌથી ઓછું ધોરાજી નગરપાલિકામાં 51.33% નોંધાયું છે.
અન્ય ત્રણ નગરપાલિકાઓની વાત કરીએ તો જસદણમાં 52.14 જેતપુર (નવાગઢ)માં 52.54 અને ઉપલેટામાં 53.88% મતદાન થયું છે. આવતીકાલે આ તમામ પાંચે પાંચ નગરપાલિકાઓમાં મતગણતરી હાથ ધરીને પરિણામ જાહેર કરવામાં આવશે.
સાત વોર્ડની જસદણ નગરપાલિકામાં બે બેઠકો બિનહરીફ થઈ હોવાથી 26 બેઠકો માટે ચૂંટણી યોજવામાં આવી હતી. જેતપુર નવાગઢમાં 11 વોર્ડની 44 બેઠક માટે ધોરાજી નગરપાલિકામાં નવ વોર્ડની 36 બેઠક માટે ભાયાવદર નગરપાલિકામાં છ વોર્ડની 24 બેઠક માટે અને ઉપલેટા નગરપાલિકામાં 9 વોર્ડની 31 બેઠક માટે ચૂંટણી યોજવામાં આવી હતી. ઉપલેટામાં પાંચ બેઠકો ચૂંટણી પહેલા જ બિન હરીફ જાહેર થઈ ચૂકી હતી.
જસદણમાં પુરુષોનું 56.05 સ્ત્રીઓનું 48.04,જેતપુર નવાગઢમાં પુરુષોનું 56.40 સ્ત્રીઓનું 48.39,ધોરાજીમાં પુરુષોનું 54.30 સ્ત્રીઓનું 48.23,ભાયાવદરમાં પુરુષોનું 63.51 સ્ત્રીઓનું 55.94 અને ઉપલેટામાં પુરુષોનું 57.06 અને સ્ત્રીઓનું 50.57 ટકા મતદાન થયું છે. આમ દરેક નગરપાલિકા વિસ્તારમાં પુરુષો કરતાં સ્ત્રીઓનું મતદાન પ્રમાણમાં ચારથી આઠ ટકા જેટલું ઓછું રહ્યું છે.
તા. પં.ની પેટા ચૂંટણીમાં સરેરાશ 48.86% અને ડુમિયાણીમાં 67.10 ટકા મતદાન
રાજકોટ જિલ્લામાં આવેલી જુદી જુદી તાલુકા પંચાયતોમાં ખાલી પડેલી છ બેઠકોની પેટા ચૂંટણી પણ ગઈકાલે યોજવામાં આવી હતી. પેટા ચૂંટણીમાં સરેરાશ 48.86 ટકા મતદાન થવા પામ્યું હતું તેમાં સૌથી વધુ ઉપલેટા તાલુકાની ડુમિયાણી બેઠકમાં 67.10 ટકા અને સૌથી ઓછું ઉપલેટા તાલુકાની પાનેલી મોટી બેઠકમાં 42.45 ટકા નોંધાયું હતું. ગોંડલ તાલુકાની સુલતાનપુર બેઠકમાં 45.26 જસદણ તાલુકાની આબરડી બેઠકમાં 44 49 ભાડવા બેઠકમાં 47.35 અને જેતપુર તાલુકાની પીઠડીયા બેઠકમાં 52.29% મતદાન થયું છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMમુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ તા.૭ જુનના રોજ જામનગર જીલ્લાના પ્રવાસે
June 06, 2025 06:56 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech