સમગ્ર દેશમાં સૌથી ઉંચું તાપમાન ભુજમાં: 38.6 ડિગ્રી

  • October 26, 2023 12:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ચોમાસુ પૂરું થઈ ગયું છે અને ઋતુ ચક્રના ક્રમ મુજબ અત્યારે શિયાળો ગણી શકાય. પરંતુ આ સિઝનમાં ગરમી એ નવો જ રેકોર્ડ સ્થાપિત કર્યો છે. મંગળવારે રાજકોટમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયા બાદ બુધવારે તેમાં ઘટાડો થયો છે. જોકે આ મામૂલી ઘટાડો છે.બુધવારે ભુજમાં મહત્તમ તાપમાન 38.6 ડિગ્રી નોંધાયું છે જે માત્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર દેશમાં સૌથી ઊંચું હોવાની સત્તાવાર જાહેરાત ઇન્ડિયન મેટ્રોલોજીકલ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવી છે. આઈએમડીના જણાવ્યા મુજબ ગરમીનું પ્રમાણ ભુજમાં અત્યારે જે હોવું જોઈએ તેના કરતાં બે ડિગ્રી વધુ છે અને આગામી એકાદ સપ્તાહ સુધી તેમાં રાહત મળવાની કોઈ શક્યતા નથી.


ગરમીના મામલે ગુજરાતમાં રાજકોટમાં પણ પરિસ્થિતિ સારી નથી. મંગળવારે 39 ડિગ્રી અને ગઈકાલે 38.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે. રાજકોટમાં આ સમયગાળામાં ગરમીનું જે પ્રમાણે નોંધાવવું જોઈએ તેના કરતાં ત્રણ ડિગ્રી વધુ છે.માત્ર રાજકોટ કે ભુજમાં આવું નથી. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં ગરમી સામાન્ય કરતાં બેથી ત્રણ ડિગ્રી વધુ છે અમદાવાદ ઓખા પોરબંદર અને ભુજમાં બબ્બે ડિગ્રી અને રાજકોટ તથા કંડલામાં ત્રણ ડિગ્રી તાપમાન સરેરાશથી વધુ છે.


રાજ્યના અન્ય શહેરોના તાપમાન પર નજર નાખીએ તો અમદાવાદમાં 37.2 અમરેલીમાં 36.2 વડોદરામાં 36.4 ભાવનગરમાં 35.8 ગાંધીનગરમાં 36.4 કંડલામાં 37.4 નલિયામાં 35.8 પોરબંદરમાં 37.2 સુરતમાં 35.8 અને વેરાવળમાં 37.2 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું છે.દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીનું પ્રમાણ સ્વાભાવિક રીતે ઓછું હોય છે. પરંતુ નલિયા ભુજ પોરબંદર સહિત અનેક સ્થળોએ 35 ડિગ્રીથી વધુ તાપમાન છે. દ્વારકા- ઓખામાં પ્રમાણમાં રાહત છે. ઓખામાં 32.9 અને દ્વારકામાં 31.8 ડિગ્રી મહત્તમ તાપમાન રહ્યું છે. દ્વારકામાં આજે સવારે ભેજનું પ્રમાણ 95 ટકા જેટલું ઊંચું રહ્યું છે. રાજ્યના અન્ય વિસ્તારોમાં 80% જેટલું પ્રમાણ ભેજનું રહેવા પામ્યું છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application