ભાવનગર જિલ્લમાં મોટા પ્રમાનમાં ડુંગળીનું ખેડૂતો દ્વારા વાવેતર કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે ભાવનગર જિલ્લામાં મહુવા, તળાજા, પાલીતાણા અને ભાવનગર તાલુકામાં ડુંગળીનું મબલખ ઉત્પાદન થયું હતું. જોકે કમોસામી વરસાદ અને વાવાઝોડા સહીતની કુદરતી આપતિને લઇ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. અને ત્યાર બાદ સરકાર દ્વારા ડુંગળીના ભાવને નિયંત્રણમાં રાખવા નિકાસબંધી કરાઈ હતી. જેને લઇ ખેડૂતોને તો પડ્યા પર પાટા સમાન પરિસ્થિતી સર્જાઈ હતી. પરંતુ હાલ જે ભાવ આવે ખેડૂતો માટે ડુંગળીનો નિકાલ કરવોએ મહત્વની સમજી ખેડૂતો ડુંગળી વેચાણ માટે યાર્ડ ખાતે લાવી રહ્યા છે. ત્યારે ભાવનગર ચિત્રા,ફુલસર માર્કેટિંગ યાર્ડ ખાતે ગત રાત્રીથી ડુંગળીની આવકને મંજૂરી આપવામાં આવતા મબલખ પ્રમાણમાં આવક થવા પામી હતી. ચિત્રા માર્કેટિંગ ખાતે ડુંગળીની ૧ લાખ ૩૦ હજાર ગુણીની આવક થઇ હતી. અને આગામી સમયમાં વધુ આવક થવાની પણ શક્યતા છે. ત્યારે હવે ડુંગળી પકવતા જગતતાતને ડુંગળીના સારાં ભાવ મળે તેવી ખેડૂતોને આશા જાગી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધરપકડ વોરંટ બાદ નેતન્યાહુને વધુ એક મોટો ફટકો, હમાસે ગાઝામાં 15 ઈઝરાયલી સૈનિકોને માર્યા
November 22, 2024 05:50 PMઈઝરાયેલે ખાલિદ અબુ-દાકાને ઉતાર્યો મોતને ઘાટ, પેલેસ્ટાઈનના જેહાદ જૂથનો હતો કમાન્ડર
November 22, 2024 05:48 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech