BREAKING NEWS

ટ્યુબમાં દોડશે હાઇ–સ્પીડ ટ્રેન: ૬૦ મિનીટમાં કાપશે ૧૦૦ કિમીનું અંતર

  • May 06, 2026 01:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



એકવાર આપણે ટ્રેનમાં ચઢીએ છીએ, ત્યારે આપણને એવું લાગે છે કે તે ઉડાન ભરીને શકય તેટલી ઝડપથી આપણા સ્થાન પર લઈ જશે. કમનસીબે, ભારત પાસે હજુ સુધી ટ્રેનો પાસે હવામાં વાત કરવાની ટેકનોલોજી નથી, પરંતુ ચીને પરિવહનમાં એક નવો માપદડં સ્થાપિત કર્યેા છે. દેશે અલ્ટ્રા–હાઈ–સ્પીડ લો–વેકયુમ ટુબ મેગ્લેવ ટ્રેન, અથવા સરળ શબ્દોમાં કહીએ તો, હાઇ–સ્પીડ લાઈંગ ટ્રેનનું પરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કયુ છે. આ ટ્રેન મહત્તમ ૧,૦૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ગતિ સુધી પહોંચી શકે છે.
ઉત્તર ચીનના શાંકસી પ્રાંતના યાંગગાઓમાં ૨ કિલોમીટર લાંબી લો–વેકયુમ ટુબમાં હાથ ધરવામાં આવેલા આ પરીક્ષણમાં, ટ્રેનનું ચુંબકીય સસ્પેન્શન, બ્રેકિંગ સિસ્ટમ, મહત્તમ ગતિ અને વાહનની ઐંચાઈ, બધા પૂર્વનિર્ધારિત ધોરણોને પૂર્ણ કરે છે. સાયન્સ એન્ડ ટેકનોલોજી ડેઇલી અનુસાર, આ સફળ પરીક્ષણ સિસ્ટમની તકનીકી પરિપકવતાને વધુ આગળ ધપાવે છે. ચીનમાં આ ઉડતી ટ્રેન માત્ર એક એન્જિનિયરિંગ અજાયબી જ નહીં પરંતુ ભવિષ્યના પરિવહનનો એક પ્રોટોટાઇપ પણ છે.
આ ટ્રેન લો વેકયુમ ટુબની અંદર ચાલે છે, જે હવાના પ્રતિકારને વચ્ર્યુઅલ રીતે દૂર કરે છે. મેેટિક સસ્પેન્શન, અથવા મેગ્લેવ ટેકનોલોજી, ટ્રેનને રેલ ટ્રેકથી ૧૦–૧૫ સેન્ટિમીટર ઉપર તરતી રહેવાની મંજૂરી આપે છે. તે પ્રમાણભૂત હાઇ–સ્પીડ ટ્રેનો કરતાં લગભગ ત્રણ ગણી ઝડપી છે, અને નિષ્ણાતો આગાહી કરે છે કે ભવિષ્યમાં, તે બેઇજિંગથી શાંઘાઈ (આશરે ૧,૩૦૦ કિમી) સુધીનું અંતર ફકત ૯૦ મિનિટમાં કાપી શકે છે.
સરળ શબ્દોમાં કહીએ તો, જો આ ચીની ટેકનોલોજી ભારતમાં આવે, તો ઘણા મોટા શહેરો વચ્ચેનું અંતર એક કે બે કલાક જેટલું ઘટી જશે. ઉદાહરણ તરીકે, દિલ્હી અને મુંબઈ વચ્ચેનું આશરે ૧,૪૦૦ કિમીનું અંતર આ ટ્રેન દ્રારા ૮૪ મિનિટમાં કાપવામાં આવશે. દિલ્હી અને કોલકાતા વચ્ચેનું આશરે ૧,૪૫૦ કિમીનું અંતર લગભગ ૮૭–૯૦ મિનિટમાં કાપવામાં આવશે. દિલ્હી અને પટના વચ્ચેનું આશરે ૧,૦૦૦ કિમીનું અંતર ફકત ૬૦ મિનિટમાં કાપવામાં હવે આ ક્ષેત્રમાં મોખરે છે. શાંઘાઈ ટોંગજી યુનિવર્સિટીના રેલ્વે નિષ્ણાત સન ઝાંગે જણાવ્યું હતું કે આ ચીનના અલ્ટ્રા–હાઈ–સ્પીડ ટ્રેન વિકાસમાં એક મજબૂત પ્રગતિ છે, જોકે વ્યાપારી કામગીરી પહેલાં વ્યાપક સલામતી પરીક્ષણ જરી છે. ચીન મેગા–સિટી કલસ્ટરો વચ્ચેના કોમ્યુટર ટ પર આ ટ્રેન ચલાવવાની યોજના ધરાવે છે. વિશ્લેષકો કહે છે કે તેની મોટી વસ્તી અને મજબૂત રેલ્વે માળખાને કારણે, આ ટ્રેન ચીનમાં નફાકારક સાબિત થઈ શકે છે. દરમિયાન, આ ટેકનોલોજી ભારત માટે પ્રેરણાદાયક છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News