રાજકોટ જિલ્લામાં રવિવારે યોજાનાર ચૂંટણી માટે જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા

  • February 26, 2021 02:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થયા બાદ હવે રવિવારે તા ૨૭ ફેબ્રુઆરી ના રોજ રાજકોટ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે મતદાન થવાનું હોઉં રાજકોટ જિલ્લામાં યોજાનાર ચૂંટણી માટે સીઆઇએસએફ ની ટુકડી તેમજ એસઆરપી અને સ્થાનિક પોલીસ સહિત ૩૦૦૦ થી વધુ સુરક્ષા જવાનોનો હોમગાર્ડ અને જીઆરડીના જવાનોનો જડબેસલાક બંદોબસ્ત રહેશે. જિલ્લામાં કુલ ૬૮૦ બિલ્ડિંગોમાં ૧૦૭૯ મતદાન મથકો પરથી મતદાન થશે.
રાજકોટ રેન્જના વડા સંદિપસિંહ તથા જિલ્લા પોલીસ વડા બલરામ મીણાના માર્ગદર્શન અને સુપરવિઝન હેઠળ સમગ્ર જિલ્લામાં જડબેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જિલ્લાના તમામ સ્ટ્રોંગરૂમ ખાતે એસઆરપીનો સજ્જડ બંદોબસ્ત રહેશે.

જિલ્લાના કુલ ૧૮ પોલીસ મથકોના તમામ પોલીસ મથકોમાં સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ, ફલેગમાર્ચ અને એરીયા ડોમીનેશન કરવામાં આવી રહ્યું છે. રાજકોટ જિલ્લામાં ચૂંટણીના દિવસે જિલ્લામાં ૧૮ ક્યુઆરટીની ટીમ અને ૬૮ સેક્ટર મોબાઈલ દ્વારા સઘન પેટ્રોલિંગ કરવામાં આવશે. બંદોબસ્તનું સુપરવિઝન માટે ચાર ડીવાયએસપી તૈનાત રહેશે. અલગ અલગ સ્ટ્રાઈકીંગ ફોર્સની રચના કરવામાં આવી છે જેમાં જિલ્લા પોલીસ વડા બલરામ મીણા સાથે એલસીબી, એસઓજી અને સીઆઈએસએફના જવાનોનો સમાવેશ થાય છે.

જિલ્લા ચૂંટણી પૂર્વે ગ્રામ્ય પોલીસની અસરકારક કામગીરી
રાજકોટ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી પૂર્વે રાજકોટ ગ્રામ્ય પોલીસે અસરકારક કામગીરી કરી છે જેમાં જિલ્લાના પરવાનાવાળા હથિયારો પૈકી ૯૨% હથિયારો જમા લેવામાં આવ્યા છે તેમજ રાજકોટ જિલ્લાના કુલ ૧૧૦ અતિસંવેદનશીલ અને ૬૮૫ સંવેદનશીલ વિસ્તારોમાં કામગીરી કરી ૫૫૭૪ શખ્સો સામે અટકાયતી પગલાં ભરવામાં આવ્યા છે. રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં અત્યાર સુધીમાં કુલ ૫૪૦ લાખની કિંમતનો વિદેશી દારુ તેમજ ૨૪ ૧૧ બોટલ વિદેશી દારૂ જપ્ત કરવામાં આવ્યો છે તેમજ રાજકોટ જિલ્લામાં હાલ ૧૪ જેટલી ચેકપોસ્ટ કાર્યરત છે તે ચેક પોસ્ટ ઉપર ૧૮ ૮૩૧ વાહનોનું ચેકિંગ કરવામાં આવ્યું છે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેમજ કોરોના સંક્રમણ ને ધ્યાને રાખી આરોગ્યલક્ષી માર્ગદર્શિકાનું પાલન કરવામાં આવનાર હોય પોલીસ સ્ટાફ ને સેનેટાઈઝર,માસ્ક હેન્ડગ્લોઝ પણ આપવામાં આવ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS