BREAKING NEWS

સુરતમાં હાઇપ્રોફાઇલ દારૂ પાર્ટી કેસ: ઉદ્યોગપતિ પરિવારનો બ્લડ રિપોર્ટ પોઝિટિવ, કાયદાકીય કાર્યવાહી

  • November 10, 2025 09:05 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સુરત શહેરના એક જાણીતા ઉદ્યોગપતિના પરિવારને સંડોવતા હાઇપ્રોફાઇલ દારૂ પાર્ટી કેસમાં મોટો કાયદાકીય વળાંક આવ્યો છે. ઉદ્યોગપતિ સમીર મહેન્દ્ર શાહ, તેમના પત્ની હેતલ સમીર શાહ અને પુત્ર જૈનમ સમીર શાહ વિરુદ્ધ પોલીસે લીધેલા બ્લડ સેમ્પલનો રિપોર્ટ આલ્કોહોલ પોઝિટિવ આવતાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. કાયદાનું પાલન સૌ કોઈ માટે ફરજિયાત છે તે સંદેશ આ કાર્યવાહીથી સ્પષ્ટ થયો છે.


પેટ્રોલિંગ દરમિયાન થઈ હતી રેડ
ગત 17/10/2025ના રોજ અલથાણ પોલીસ સ્ટેશનનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન તેમને ખાનગી બાતમી મળી હતી કે: 'કે.એસ. અંતરવન રેસ્ટોરન્ટની બહાર રજી. નં. GJ-05-RA-4369 વાળી બલેનો કારમાં પ્રોહિબિશનને લગતી દારૂની પ્રવૃત્તિ ચાલી રહી છે.' બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડતાં હકીકત સાચી જણાઈ હતી.


સમીર શાહ દ્વારા દારૂ પૂરો પાડાયાનું બહાર આવ્યું
પ્રાથમિક તપાસમાં તહોમતદાર વ્રજ જયેશભાઈ શાહ વિરુદ્ધ પ્રોહી. એક્ટની કલમ 65(એ)(એ), 98 મુજબ ફરિયાદ નોંધાઈ હતી. વધુ તપાસ દરમિયાન પંચનામામાં મળી આવેલો બિયરનો જથ્થો ઉદ્યોગપતિ સમીર મહેન્દ્ર શાહે આપ્યો હોવાનું બહાર આવ્યું હતું. આથી પોલીસે ગુનામાં પ્રોહી. એક્ટ કલમ 81 મુજબનો ઉમેરો કરીને સમીર શાહની અટકાયત કરી હતી.


પુત્ર જૈનમ શાહ પર પણ કાર્યવાહી
આ સમગ્ર ઘટના દરમિયાન સમીર શાહના પુત્ર જૈનમ સમીર શાહે પોલીસની ફરજમાં રૂકાવટ કરી હોવાથી તેમની વિરુદ્ધ અલથાણ પોલીસ સ્ટેશનમાં અલગ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ આલ્કોહોલ રિપોર્ટ પોઝિટિવ આવતા ત્રણેય વિરુદ્ધ ફરી ગુનો દાખલ થયો હતો. હાલ ગાંધીનગરમાં અભ્યાસ કરતા જૈનમ શાહને અટકાયતી પગલાં બાદ જામીન મળી ગયા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application