ગીર, બરડા વિસ્તારમાં જંગલ વિસ્તારના સ્થળાંતરિત પછાત પરિવારોને નિમણુંક સહિતના મુદ્દે થતા અન્યાય સંદર્ભે ઉચ્ચકક્ષાએ રજૂઆત

  • July 22, 2021 11:02 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ખંભાળિયાના જિલ્લા યુવા ભાજપ પ્રમુખ દ્વારા મુખ્યમંત્રીને સવિસ્તૃત લેખિત રજૂઆત કરાઈ

   સૌરાષ્ટ્રના અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલા ગીર, બરડા અને આલોચના જંગલના વિસ્તારમાં વસવાટ કરતા રબારી, ભરવાડ અને ચારણ જ્ઞાતિને વર્ષ 1956થી જાહેરનામા મારફતે અનુસૂચિત જનજાતિના હક પ્રાપ્ત થયા છે. ત્યાર બાદ 1993માં સરકાર દ્વારા રચિત મલકાણ પંચ દ્વારા 17,551 પરિવારોની ઓળખ કરી અને અનુસૂચિત જનજાતિના દરજ્જાને પાત્ર આ પરિવારોને આદિજાતિ વિભાગ દ્વારા વિગતદર્શક કાર્ડ આપવામાં આવ્યા હતા. જેને ગુજરાત હાઇકોર્ટ દ્વારા માન્યતા પ્રાપ્ત થઇ હોવાનું પણ જાણવા મળ્યું છે.

    ગુજરાતના મુખ્યમંત્રી તરીકે નરેન્દ્રભાઈ મોદી સત્તા પર હતા ત્યારે ઉપરોક્ત સમાજને વિવિધ પ્રકારના મળવાપાત્ર લાભ અંગે જરૂરી પગલાં પણ લેવામાં આવ્યા હતા. પરંતુ છેલ્લા થોડા સમયથી આ સમાજના જી.આર.ડી., જી.એસ.પી.સી., જી.એસ.આર.ટી.સી. તથા સહિતની જુદી-જુદી પરીક્ષાઓમાં પુથ્વીના થયેલા આશરે ૧૫૦ થી વધુ ઉમેદવારોની નિમણુંક જાતિ પ્રમાણપત્ર ચકાસણીના બહાને અટકાવી દેવામાં આવી હોવાનું જાણવા મળેલ છે.

      આ મુદ્દે ખંભાળિયાના સેવાભાવી યુવા આગેવાન અને દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા ભાજપના પ્રમુખ વનરાજસિંહ વાઢેર દ્વારા રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સવિસ્તૃત લેખિત પત્ર પાઠવી અને ઉપરોક્ત માલધારી પરિવારોને મલકાણ પંચ દ્વારા સર્વે કરી, આઈડેન્ટીફાઈ કરીને વિગતકાર્ડ તેઓના આશરે અડધી સદી પૂર્વે આપવામાં આવેલા આધાર અગાઉ કાચા મકાન, વાવાઝોડા, અતિવૃષ્ટિ, ભૂકંપ જેવી આપદાઓ તેમજ સ્થળાંતર અને શિક્ષણના અભાવના કારણે હાલ હાથ ઉપર ન હોવાને કારણે તેઓને મળવા પાત્ર સરકારી લાભ મળી શકતા નથી. આટલું જ નહીં, હાલમાં કેટલાક સમાજને અનુસૂચિત જનજાતિમાંથી દૂર કરવા માટે સરકારમાં રજૂઆતો પણ થઈ રહી હોવાના મુદ્દે દેવભૂમિ દ્વારકા જિલ્લા યુવા ભાજપ પ્રમુખ વનરાજસિંહ વાઢેર દ્વારા આ બાબતનો વિરોધ કરી અને ગીર, બરડા, આલેચના રબારી, ભરવાડ, ચારણ જ્ઞાતિના પરિવારના અનુસૂચિત જનજાતિના દરજ્જાનું રક્ષણ કરવામાં આવે અને આ સમાજને અનુસૂચિત જનજાતિમાંથી દૂર કરવાની કોઈ પણ પ્રક્રિયા રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં ન આવે તેવી રજૂઆત કરી છે. આ ઉપરાંત આ સમાજના વિદ્યાર્થીઓ-ઉમેદવારોની બાકી રહેલી નિમણુંક પણ તાકીદે કરવામાં આવે તેમ પણ વધુમાં જણાવાયું છે.

    પત્રની નકલ સાંસદ પૂનમબેન માડમ, આર.સી.ફળદુ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, વિગેરેને પણ મોકલવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS