માસ્કની દંડની દંડનાત્મક કામગીરી મામલે કજાવનો આદેશ આપવા ધારાશાસ્ત્રીની ઉચ્ચકક્ષાએ રજુઆત

  • April 06, 2021 08:09 PM 

જામનગર જિલ્લામાં તથા શહેર જામનગર કોરોના મહામારી બાબતે સરકારના આદેશ મુજબ તથા કાયદા મુજબ ઠેર ઠેર સરકારએ માસ્ક ચેકીંગની કામગીરી જે જે ઓથોરીટીને સોંપવામાં આવેલ છે તે ઓથોરીટી હાલના સમય અને સંજોગોમાં માસ્કની ચેકીંગની કામગીરી ડ્રાઇવ રાખી વાહન મારફત પસાર થતા લોકો તથા કામ ધંધાના સ્થળોએ વેપારીઓ, ગ્રાહકોએ માસ્ક પહેરેલ છે કે નહીં તે બાબતે ચેકીંગ કરી કોઇ સંજોગવસાત કોઇ વ્યકિત માસ્ક પહેરેલ ન હોય કે, માસ્ક નાકની નીચે હોય તેવા કિસ્સામાં ા. 1000 નું દંડ કરી પહોંચ ફાડી મેમો તેમના હાથમાં પકડાવે છે. જે બાબતે આમ પ્રજામાં આક્રોશની તથા રોષની લાગણી જન્મેલ છે.

કોરોના કાળના આ વિકટ સમયગાળામાં તેમજ લોકડાઉન બાદ લોકોના કામધંધા ભાંગી પડેલ છે તેમજ બજારમાં મંદીનો વાતાવરણ છે. હાલના કપરા સમયમાં લોકોને પોતાનું તથા પોતાના પરિવારનું ભરણપોષણ જીવન ગુજરાત ચલાવવું કપરુ અને અઘરુ બનેલ છે તેવામાં માસ્કના દંડના ા. 1000 સરકારને ચુકવવા લોકોને ભારેખમ બોજાપ લાીગે છે તથા માસ્કના ભારેખમ દંડથી આમ પ્રજા ત્રાહીમામ પોકારી ગઇ છે. અનેક કિસ્સામમાં માસ્ક ચેકીંગની કામગીરી કરતી ઓથોરીટી સાથે માસ્કના દંડ બાબતે આમ પ્રજજાલનીંું ધપણ થાય છે અને માસ્કનો દંડ ન લેવા બાબતે આજીજી કરવામાં આવે છે ે તેવામાં  આમ પ્રજાને ઓથોરીટી તરફથી એવું જણાવવામાં આવે છે કે અમે સરકારના આદેશનું તથા કાયદાનું પાલન કરાવીએ છીએ તમારે માસ્કના દંડ બાબતે કોઇ વાંધા હોય તો ;સરકારને રજુઆત કરવાની વાત કરવામાં આવે છે.

હાલ કોરોના કાળમાં સરકાર લોકોને માસ્ક પહેરવા સુચનો કરે છે તથા સરકારને લોકોના સ્વાસ્થ્યની ચિંતા હોય તેમજ આ મહામારી ફેલાતી અટકાય તે માટે માસ્ક પહરેવું ફરજીયાત બનાવવામાં આવેલ છે અને તેની કડક અમલવારી માટે ા.1000 નું દંડ રાખવામાં આવેલ છે તેના વિકલ્પે હાલ સુરત શહેરમાં મહાનગરપાલિકામાં માસ્કના દંડ ફબરાબતે કજાવનો આદેશ કરવામાં આવેલ હોય અને દંડના બદલે ફ્રીમાં માસ્કનું વિતરણ કરી સરકાર તરફથી માસ્ક પહરેવા બાબતે લોકોને સુચના આપવામાં આવે છે તે પદ્ધતિ આવકાર્ય છે.

આમ જામનગર જિલ્લા તથા શહેરમાં પણ માસ્કની દંડનાત્મક કાર્યવાહી બાબતે નિર્દેશાત્મક આદેશ આપી માસ્ક ન પહેરવાના ા.1000 ના દંડ બાબતે કજાવનો આદેશ આપવા તથા લોકોની હાલની કપરી પરિસ્થિતિ ઘ્યાને લઇ તેમની સુખાકારી પ કાર્યવાહી કરવા તથા હાલ સુરત શહેર મહાનગરપાલિકામાં માસ્કના દંડ બાબતે કજાવનો આદેશ કરવામાં આવેલ હોય અને ફ્રીમાં માસ્કનું વિતરણ કરી સરકાર તરફથી માસ્ક પહરેવા બાબતે સુચના આપવામાં આવે છે તે મુજબ કાર્યવાહી કરવા માસ્કની ચેકીંગની અમલાવારીની કાર્યવાહી કરતી તમામ ઓથોરીટીને માસ્કની દંડનાત્મક કાર્યવાહી બાબતે નિર્દેશાત્મક આદેશ આપી કજાવનો આદેશ આપવા તથા લગામ લગાવવા બાબતે ધારાશાસ્ત્રી ઉમર એ.લાકડાવાલા દ્વારા જામનગર જિલ્લા કલેકટર થ્રુ મુખ્યમંત્રીને રજુઆત કરવામાં આવેલ છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)