વર્તમાન કેન્દ્ર સંપૂર્ણ પણે સક્ષમ ન હોવાની યાર્ડના ચેરમેનની રજૂઆત
દેવભૂમિ દ્વારકા જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે સરકારના ધારા ધોરણ મુજબ ટેકાના ભાવે મગફળી ખરીદ કરવાનો પ્રારંભ થયો છે. ત્યારે અહીં નોંધાયેલા 10,708 જેટલા ખેડૂતોની ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે વર્તમાન અને કથિત બીનઅનુભવી મનાતી સંસ્થા દ્વારા આ કામ સમય મર્યાદામાં પૂર્ણ ન થઈ થવાની શક્યતા સહિતના મુદ્દે અહીંના માર્કેટિંગ યાર્ડના ચેરમેન દ્વારા ઉચ્ચ કક્ષાએ લેખિત પત્ર પાઠવીને ખંભાળિયામાં ટેકાના ભાવે મગફળીનું વધુ એક સેન્ટર ફાળવવા માટેની રજૂઆત કરવામાં આવી છે.
આ મહત્વના મુદ્દે ખંભાળિયાના માર્કેટિંગ યાર્ડના ચેરમેન સી. પી. જાડેજાએ રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ અને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાને લેખિત પત્ર પાઠવીને જણાવ્યું છે કે ખંભાળિયા તાલુકામાંથી કુલ 10,708 ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે અને પ્રતિ ખેડૂત બસો મણ (ચાર ટન) મગફળી લેવાની થાય છે. તે જોતા અને 8 ફેબ્રુઆરી સુધીની સમય મર્યાદામાં ખરીદી કરી લેવા અંગેનો સરકારનો આદેશ છે. તે જોતા આજથી બાકી રહેલા ચોખ્ખા 64 દિવસમાં ખંભાળિયા તાલુકાના ખેડૂતો પાસેથી કુલ 12,00,000 ગુણી મગફળી જોખીને લેવાની રહેશે.
આ પત્રમાં જણાવાયા મુજબ જે મંડળીને ખરીદીનું કામ કરવામાં આપવામાં આવેલ છે, તે મંડળી પોતાના ગામના ખેડૂતોને ખેત ધિરાણ કરવાનો જ માત્ર અધિકાર છે. કારણ કે મંડળીનું કાર્યક્ષેત્ર માત્ર એક ચોક્કસ ગામ પૂરતું જ હોય, તેની પાસે કોઈ બીજો અનુભવ કે જીએસટી નંબર ન હોવાનું પણ આ પત્રમાં જણાવ્યું છે. આ સહિતના વિવિધ મુદ્દાઓ ટાંકીને પત્રમાં જણાવાયા મુજબ 64 દિવસમાં 12 લાખ ગુણી લેખે દરરોજ સરેરાશ 18,800 ગણી જોખવાની થાય છે. એટલું જ નહીં, પણ તેને વેર હાઉસમાં પહોંચાડવા માટે દરરોજ 38 થી 40 ટ્રકોમાં ભરીને અનલોડ કરવાની થાય છે. જેથી એક બિન અનુભવી મનાતી સંસ્થા માટે આ કામ મુશ્કેલ બની શકે છે.
આ ઉપરાંત રાજ્યમાં કુલ 160 ખરીદ કેન્દ્રો ખોલવામાં આવ્યા છે. જે પૈકી 18 તાલુકામાં બે થી લઈને ચાર ખરીદ કેન્દ્ર મંજૂર થયા છે. તેમાં પણ કેટલાક તાલુકામાં તો માત્ર ચારથી પાંચ હજાર જેટલા ખેડૂતો નોંધાયા હોવા છતાં આવા કેન્દ્રોમાં ત્રણ અથવા ચાર ખરીદ કેન્દ્રો ખોલાયા છે. જ્યારે ખંભાળિયામાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો નોંધાયા હોવા છતાં પણ માત્ર એક જ અને કથિત બિન અનુભવી મનાતી સંસ્થાને આ જવાબદારી સોંપાઈ હોવાનું પણ પત્રમાં જણાવ્યું છે. ઉપરોક્ત વિવિધ બાબતોને ધ્યાનમાં લઇ અને ખંભાળિયામાં બીજું ખરીદ કેન્દ્ર અનિવાર્ય ગણાવાયું છે.
ખેડૂત હિતને ધ્યાનમાં લઈને અહીં તાકીદે વધુ એક મગફળી ખરીદ કેન્દ્ર ફાળવવામાં આવે તેમજ અહીંનું માર્કેટિંગ યાર્ડ (ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ) પણ આ ખરીદી કરવા તૈયાર છે. સાથે સાથે અહીં જરૂરી સ્ટાફ, લેબર તેમજ તમામ સુવિધાઓ પણ યાર્ડમાં ઉપલબ્ધ હોય, આ મુદ્દે પણ જરૂરી લક્ષ્ય કેળવવા સંબંધિત તંત્રને યાર્ડના ચેરમેન દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસિંહોની સુરક્ષા માટે રેલવેનો નવતર અભિગમ: ટ્રેક પર લાગશે 'ઇન્ટ્રુશન ડિટેકશન ડીવાઈસ'
January 17, 2025 08:10 PMમહાકુંભના શ્રદ્ધાળુઓ માટે ગુજરાત સરકારનો અનોખો અભિગમ, શ્રદ્ધાળુઓને સહાયરૂપ બનશે ગુજરાત પેવિલિયન
January 17, 2025 08:08 PMનરોડા પોલીસે પોલીસકર્મીઓ સામે જ નોંધ્યો ગુનો, કાયદાનું કરાવ્યું ભાન
January 17, 2025 08:06 PMરશિયન સેનામાં લડતા 12 ભારતીયોના મોત, 16 લોકો ગુમ, કેન્દ્ર સરકારે બીજું શું કહ્યું?
January 17, 2025 08:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech