દ્વારકા જિલ્લામાં કોરોના પોઝિટિવ નવા કેસની હાઈ સપાટી: 91 નવા કેસ સાથે ત્રણ મૃત્યુ નોંધાયા

  • May 12, 2021 10:34 AM 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ગઈકાલે મંગળવારે અત્યાર સુધીના સૌથી વધુ 91 નવા કોરોના પોઝિટિવ કેસ અહીંના સરકારી ચોપડે નોંધાયા છે. જોકે સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા કેસોનો ગઈકાલનો આંકડો 98 જાહેર થયો છે. જેમાં સૌથી વધુ ખંભાળિયા તાલુકામાં 30, ભાણવડ તાલુકામાં 23, દ્વારકામાં 22 અને કલ્યાણપુરમાં 16 દર્દીઓનો સમાવેશ થાય છે. આ વચ્ચે ખંભાળિયાના 12 મળી કુલ 37 દર્દીઓને સ્વસ્થ જાહેર કરવામાં આવ્યા છે. જિલ્લામાં એક્ટિવ કેસનો આંકડો વધીને 793 સુધી પહોંચી ગયો છે.

જો કે ખાનગી તબીબો પાસે નિદાન કરાવી સારવાર લેનાર દર્દીઓની સંખ્યા આનાથી ઘણી વધુ હોવાનું પણ કહેવાય છે. ગઈકાલે જિલ્લામાં નોન કોવિડ બે તથા કોવિડ 2 મળી, કુલ ત્રણ નવા મૃત્યુ પણ જાહેર કરવામાં આવ્યા છે. અન્ય શહેરોમાં ઘટતા જતા કોરોના પોઝિટિવ કેસ વચ્ચે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચિંતાજનક રીતે નવા કેસમાં વધારો થઈ રહ્યો છે.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS