રાજકોટ એરપોર્ટની ઉંચી ઉડાન:દેશના વ્યસ્ત ટોપ- 50 એરપોર્ટમાં સ્થાન

  • May 06, 2023 05:10 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ એરપોર્ટ ને મળ્યો 46 મો નંબર:આ વર્ષે 7,70,605 પેસેન્જર ની અવરજવર સાથે 83 ટકા વધારો: અમદાવાદ સાતમા ક્રમે





ઇન્ટરનેશનલ એરપોર્ટ બન્યા પહેલા જ રાજકોટના એરપોર્ટએ ઉંચી ઉડાન ભરી છે. એક વર્ષમાં ટ્રાફિકમાં 83.25% ના ઉછાળા સાથે દેશના 50 ટોપ એરપોર્ટમાં સ્થાન મેળવ્યું છે. વર્ષ 2021-22 માં 4.20.372 નોંધાયા હતા જ્યારે 2022-23માં 3,50,233 વધતા એક વર્ષમાં આ આંકડો 7.70.605 એ પહોંચતા ની સાથે આ વર્ષે 46 મું સ્થાન રાજકોટ એરપોર્ટને મળ્યું છે.




આગામી ટૂંક સમયમાં રાજકોટનું એરપોર્ટ ઇન્ટરનેશનલ તબક્કાનું એરપોર્ટ બની જશે. હિરાસર એરપોર્ટની કામગીરી હવે આખરી તબક્કામાં ચાલી રહી છે. દેશના મોટા શહેરોની અને ગુજરાતમાં અમદાવાદ અને સુરતની સરખામણીએ રાજકોટનું એરપોર્ટ ટબૂકડું હોવા છતાં પણ બધું ટ્રાફિક અને સતત વ્યસ્ત એરપોર્ટમાં આ નાના એવા એરપોર્ટે મોટું ગજુ મેળવ્યું છે. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે, ચાર્ટર્ડ પ્લેન ની અવરજવરમાં પણ ગુજરાતમાં અમદાવાદ પછી રાજકોટ બીજા ક્રમે આવે છે.




જો અન્ય શહેરોની સરખામણીએ રાજકોટ એરપોર્ટ ની વાત કરીએ તો અત્યાર સુધી એટલે કે કોરોના પહેલા ના સમયમાં આ એરપોર્ટ પરથી માત્ર બે થી ત્રણ ફ્લાઈટ જ ઉડાન ભરતી હતી. છેલ્લા ત્રણ થી ચાર વર્ષમાં રાજકોટના એરપોર્ટે જેટ ગતિએ વિકાસ કર્યો છે. આખા દિવસ દરમિયાન દરરોજ 10 જેટલા પ્લેનની ઘણઘણાટી થી સાંભળવા મળે છે. 20 લાખની વસ્તી ધરાવતા રાજકોટના એરપોર્ટ પરથી મુંબઈ ,દિલ્હી, ગોવા,બેંગ્લોર, સુરત, હૈદરાબાદ સુધી ની એર કનેક્ટિવિટી હોવાથી સૌરાષ્ટ્રના આજુબાજુના શહેરોને રાજકોટથી હવાઈ સેવા મળી રહે છે. આ ઉપરાંત રાજકોટ સહિત સૌરાષ્ટ્રનો ઇન્ડસ્ટ્રીયલ એરિયા વિશાળ હોવાથી વેપાર અર્થે વેપારીઓ અને ઉદ્યોગકારોનું ટ્રાવેલિંગ સતત ચાલુ રહેતું હોવાથી તેમના માટે એર કનેક્ટિવિટી મળી રહે છે, તાજેતરમાં જ રાજકોટ ચેમ્બર ગ્રેટર ચેમ્બર અને અનેક જીઆઇડીસીઓ દ્વારા સવારની મુંબઈ માટેની ફ્લાઈટ શરૂ કરવા માંગણી કરવામાં આવી હતી જેના માટે ઈન્ડિગો અને એરઇન્ડિયા બંને એરલાઇન્સ દ્વારા સવારે 6 થી 8 ના સ્લોટમાં આ ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે.


.એપ્રિલ મહિનામાં 65023 પેસેન્જરો એ ઉડાન ભરી


તાજેતરમાં એરપોર્ટ ઓથોરિટી દ્વારા એપ્રિલ મહિનામાં થયેલી પેસેન્જરની અવરજવરના આંકડા રજૂ કરવામાં આવ્યા હતા જેમાં માત્ર એપ્રિલ મહિનામાં જ 65023 અલગ અલગ શહેરોમાં ઉડાન ભરી હતી. ઓથોરિટી ના સર્વે મુજબ એપ્રિલ મહિનામાં અલગ અલગ શહેરોમાંથી વધુ પેસેન્જર્સનું રાજકોટ ખાતે આગમન થયું છે.


સોમનાથ, ગીર નેશનલ પાર્ક અને દ્વારકા માટે વધુ પ્રવાસીઓ આવ્યા


ચાલુ વર્ષે એપ્રિલ મહિનામાં પેસેન્જર નો આંકડો 65000 ને પાર થઈ ગયો છે એમાં ઓથોરિટીના જણાવ્યા અનુસાર, સૌરાષ્ટ્રના પ્રવાસે સૌથી વધારે પેસેન્જર્સ આવ્યા છે જેમાં ખાસ કરીને સોમનાથ દ્વારકા, ગીર નેશનલ પાર્ક,શીવરાજપુર બીચની મુલાકાત માટે સૌથી વધારે લોકો આવ્યા હતા અત્રે નોંધનીય છે કે સોમનાથ ખાતે યોજાયેલ સૌરાષ્ટ્ર તમિલ સંગમમાં વધુ પ્રવાસીઓની સંખ્યા અવરજવર માટે નોંધાઇ છે.


.ડેઇલી ફલાઈટ

એરઇન્ડિયા...3 ફલાઇટ(મુંબઈ,દિલ્હી)

ઈન્ડિગો..........6 ફલાઇટ(મુંબઈ,દિલ્હી,ગોવા,બેંગ્લોર)

વેન્ચુરા..1 ચાર્ટડ ડેઇલી સુરત



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application