ફ્લાઈટમાં જજે જોયા મુસાફરોને અયોગ્ય રીતે માસ્ક પહેરેલા : પછી શું થયું વાંચવા ક્લિક કરો

  • March 09, 2021 10:27 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોરોના મહામારી ફરીથી વકરી રહી છે. કોરોનાની વેક્સિન ઉપલ્બધ છે પરંતુ માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સથી કોવિડ 19ના વાયરસથી ઘણાખરા અંશે મદદ મળે છે. જોકે લોકોને માસ્ક પહેરવું પસંદ આવી રહ્યું નથી. ઘણીવખત જોવા મળ્યું છે કે  ફ્લાઇટમાં મુસાફરો યોગ્ય રીતે માસ્ક પહેરતા નથી. આ બાબતની ચિંતા દિલ્હી હાઈકોર્ટે કરી છે અને આ સંદર્ભમાં કડક નિયમ પાલન માટે તમામ સ્થાનિક એરલાઇન્સ અને ડીજીસીએને માર્ગદર્શિકા જારી કરવામાં આવી છે. આમાં ઉલ્લંઘન કરનારાઓ માટે કાર્યવાહી કરવાનો ઉલ્લેખા છે સાથે સાથે સમયાંતરે વિમાનની તપાસ કરવાનો પણ આદેશ છે.

 

ફ્લાઈટમાં મુસાફરોએ માસ્ક યોગ્ય રીતે નહીં પહેરવાની બાબતે  જસ્ટીસ સી હરીશંકરની ખંડપીઠે કહ્યું હતું કે મુસાફરો એરપોર્ટથી ફ્લાઇટમાં જતા સમયે યોગ્ય રીતે માસ્ક પહેરતા ન હતા. આથી કોર્ટે પરિસ્થિતિની સ્વચાલિત નોંધ લીધી અને પાલન માટે તાત્કાલિક માર્ગદર્શિકા જારી કરી. હાઈકોર્ટે તેના આદેશમાં કહ્યું હતું કે ખતરનાક પરિસ્થિતિને કારણે તેને આવો કડક ઓર્ડર અમલી બનાવવાની ફરજ પડી હતી.  

 

ન્યાયાધીશે 5 માર્ચે કોલકાતાથી નવી દિલ્હી જતી એર ઇન્ડિયાની ફ્લાઇટ દરમિયાન અવલોકન કરીને આ બાબતે નિર્ણય કર્યો હોવાનું જણાવ્યું હતું. જસ્ટિસના કહેવા અનુસાર તમામ મુસાફરોએ માસ્ક પહેરેલા હતા, પરંતુ ઘણાએ તેમની નાકની નીચે માસ્ક પહેર્યા હતા. મુસાફરોને વારંવાર અડચણ કરતા પેસેંજરોએ તેમના માસ્ક થોડા કાઢી નાંખ્યા હતાં અથવા નાકની નીચે કર્યા હતા. ખંડપીઠે કહ્યું કે દેશમાં કોવિડ -19 ના કેસ ફરી વધી રહ્યા છે ત્યારે આવી સ્થિતિ સર્જાઇ છે.

 

જસ્ટિસ હરીશંકરે કહ્યું કે ફ્લાઇટમાં મુસાફરો બંધ વાતાનુકુલિત વાતાવરણમાં હોય છે અને જો કોઈ મુસાફરો કોવિડ -19 થી પીડિત હોય તો પણ અન્ય મુસાફરો પર તેની ખતરનાક અસર પડી શકે છે. આથી  બેંચ દ્વારા તાત્કાલિક અને કડક પાલન માટે રચાયેલ માર્ગદર્શિકામાં ફ્લાઇટ ક્રૂના સભ્યો દ્વારા વિમાનની સમયાંતરે તપાસ કરવી તે સુનિશ્ચિત કરવા માટે છે કે મુસાફરો ખાસ કરીને માસ્ક પહેરવાના પ્રોટોકોલનું પાલન કરી રહ્યા છે કે કેમ?  અને જે લોકો યોગ્ય રીતે માસ્ક પહેરે નહીં તેની સામે કાર્યવાહી કરવાનો હુકમ કર્યો હતો.

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS