શિક્ષણ કર્મચારીઓના લાંબા સમયથી પેન્ડિંગ કેસમાં હાઈકોર્ટનું આકરું વલણ

  • March 29, 2025 10:57 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

શિક્ષણ વિભાગના કર્મચારીઓના અનેક કેસ લાંબો સમય સુધી નહીં ચાલવાના કારણે ન્યાયિક પ્રક્રિયા અધુરી રહેતા હાઇકોર્ટ દ્રારા આ મામલે સરકારને આડે હાથ લેવામાં આવી હતી પરિણામે ગઈકાલે ગુજરાત હાઇકોર્ટમાં સરકારે એવી ખાતરી આપી છે કે સવારે ૧૧:૦૦ થી સાંજના પાંચ વાગ્યા સુધી એયુકેશન સર્વિસ ટિ્રબ્યુનલ ચલાવવામાં આવશે.
ગુજરાત એયુકેશન સર્વિસ ટિ્રબ્યુનલમાં શિક્ષણ વિભાગના કર્મચારીઓના અનેક કેસો લાંબા સમય સુધી અટવાયેલા રહેતા હોવાની ચોંકાવનારી હકીકત હાઇકોર્ટ સમક્ષ આવ્યા બાદ શિક્ષણ વિભાગના સચિવને સમ મામલે સ્પષ્ટ્રતા કરતો રિપોર્ટ રજૂ કરવાનો હત્પકમ થયો હતો.
આ રિપોર્ટ મુજબ શિક્ષણ વિભાગે જણાવ્યું હતું કે, ટિ્રબ્યુનલના વકિગ અવર્સ સવારે ૧૧થી ૧:૪૫ વાગ્યા સુધી અને ત્યારબાદ ૧:૪૫ થી ૨:૩૦ વાગ્યા સુધીના લચં બ્રેક બાદ ફરીથી ૨:૩૦થી સાંજના ૫ વાગ્યા સુધી રહે છે.' જસ્ટિસ એ.એસ. સુપૈયા અને જસ્ટિસ ગીતાબહેન ગોપીની ખંડપીઠે રિપોર્ટને રેકોર્ડ પર લીધો છે અને મુખ્ય સરકારી વકીલ જી.એચ. વિર્કની ખાતરીને પણ આદેશમાં નોંધી છે કે,ઉકત સમય મુજબ ટિ્રબ્યુનલ ચુસ્તપણે ન્યાયિક કાર્યવાહી કરશે.
આ મૂળ કેસમાં હાઇકોર્ટે એવો આદેશ પણ કર્યેા છેકે ટિ્રબ્યુનલ આ કેસના પક્ષકારોને સાંભળે અને તેમની અરજીઓનો નિકાલ શકય એટલી ઝડપથી કરે. પક્ષકારોએ પણ ટિ્રબ્યુનલને સહકાર આપવાનો રહેશે.
એટલું જ નહીં, આ મામલે હાઇકોર્ટના આકરા વલણના પગલે ઓથોરિટીએ રજૂ કરેલા રિપોર્ટમાં જણાવ્યું છે કે યાં સુધી ટિ્રબ્યુનલમાં સી.સી.ટી.વી. અને વચ્ર્યુઅલ સુનાવણીનો સવાલ છે, આ બંને કામગીરી બે મહિનાની અંદર શ કરી દેવામાં આવશે. રાય સરકારના મુખ્ય સરકારી વકીલ તરફથી કરવામાં આવેલી ઉકત રજૂઆતને કોર્ટે ધ્યાને લીધી હતી અને આ મામલે થયેલા મૂળ કેસનો નિકાલ કરવામાં આવ્યો હતો.
ઉલ્લ ેખનીય છે કે ટિ્રબ્યુનલમાં કામકાજ સમય પ્રમાણે નહીં થતાં હોવાની બાબત હાઇકોર્ટ સમક્ષ આ કેસની સુનાવણીમાં આવી હતી. તેથી ખંડપીઠે અગાઉ આદેશમાં નોંધ્યું હતું કે,આ કેસમાં બંને પક્ષોના એડવોકેટસ દ્રારા સંયુકત રીતે એમ જણાવવામાં આવ્યું છે કે, સંબંધિત ટિ્રબ્યુનલની કાર્યવાહી નિયમિત સમયસર ચાલતી નથી. એટલું જ નહીં, ટિ્રબ્યુનલમાં સીમિત કલાકો માટે જ કેસો ચાલે છે. લગભગ એકથી દોઢ કલાક માટે જ ટિ્રબ્યુનલની કામગીરી રહે છે. ટિ્રબ્યુનલના પ્રિસાઈડિંગ ઓફિસર ૧૨:૦૦ વાગ્યા પછી જ બેસે છે અને એકથી દોઢ કલાકમાં તેઓ ઊભા પણ થઇ જાય છે. ટિ્રબ્યુનલમાં કોઇ સીસીટીવી કેમેરા લગાવાયા નથી. તે સિવાય કોઇપણ પ્રકારની વચ્ર્યુઅલ હિયરિંગ માટેની સુવિધા પણ નથી. આ કેસના અરજદારોનું કહેવું છે કે, તેમના કેસનો મામલો અત્યતં ટૂંકો છે અને ઝડપથી નિકાલ થઇ શકે એમ છે, પરંતુ તેમ છતાંય છેલ્લાં દોઢ વર્ષથી કેસ બિનજરી રીતે ખેંચાયા કરે છે. તેથી શિક્ષણ વિભાગના મુખ્ય સચિવ કોર્ટ સમક્ષ એક રિપોર્ટ રજૂ કરી સ્પષ્ટ્ર કરે કે, ટિ્રબ્યુનલની કાર્યવાહી કઇ રીતે ચાલે છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application