રંગમતી નદીના કાઠે આવેલા દબાણો દુર કરવા સામે હાઇકોર્ટનો સ્ટે

  • April 29, 2025 11:46 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

હાલની હીટવેવની સ્થિતિ જોતાં મકાન-ઝૂપડામાં રહેનાર પરિવારને થશે હાલાકી: કોર્ટ


જામનગરમાં રંગમતી નદીના કાંઠે રહેનાર રમેશ જીવાભાઇ મકવાણા, કે જે પોતે નદીના કાંઠે પાકા બેનેલા મકાન બાંધીને પોતાના પરિવાર સાથે છેલ્લા ૨૫ થી વધુ વર્ષોથી વસવાટ કરે છે. તેઓની સાથે રમેશભાઇ ના અન્ય ભાઇઓના મકાનો પણ નજીકમાં જ બાંધેલા છે. જેને તા.૧૮.૪.૨૦૨૫ ના રોજ જામનગર મહાનગર પાલિકા દ્વારા ખાલી કરવાની નોટિસ મળેલી હતી, અને જે માત્ર ૭ દિવસનો સમય આપમાં આવ્યો હતો. એટલે તા. ૨૫.૪.૨૦૨૫ ના રોજ તમામ મકાનોને ખાલી કરીને કબજો સોંપી દેવાની નોટિસ બોમ્બે મ્યુનિસિપલ એક્ટની કલમ ૪૭૮ (૨) મુજબ અનઅધીકૃત દબાણ ખાલી કરવાની નોટિસ પાઠવેલી હતી. 

જે નોટિસ અન્યને રમેશ જીવાભાઇ મકવાણા તથા તેના ભાઈઓ તાત્કાલિક અસરથી વકીલની સલાહ અંતર્ગત ઉપરોક્ત નોટીસને  ગુજરાત હાઇકોર્ટ સમક્ષ પડકારેલી હતી. ત્યારબાદ ગુજરાત હાઇકોર્ટના વકીલની રજૂઆતો અને અન્ય હાઇકોર્ટ તથા સુપ્રીમ કોર્ટના તાજેતરના ચુકાદોઓને ધ્યાને લઇને અને ખાસ હાલની હીટવેવ (ગરમી)ની પરિસ્થિતિને ધ્યાને લઇને જામનગર મહાનગરપાલિકાને તા. ૬.૬.૨૦૨૫ સુધી એકપણ પ્રકારના કડક પગલા ન લેવા હુકમ કર્યો છે. આ કેસમાં અરજદાર રમેશ જીવાભાઇ મકવાણા તરફે જામનગરના વકીલ શકીલ. ઓ.નોયડા તથા ગુજરાત હાઇકોર્ટમાં વકીલ મેહુલ. એસ.પાડલીયા રોકાયા હતાં.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application