જામનગરમાં તા.૦૩/૦૨/૨૦૨૨૨ના રોજ જામનગર સિટી-એ ડીવીઝનમાં પોલીસ સ્ટેશનમાં ધી સીકયુરીટી કોન્ટ્રાકટ (રેગ્યુલેશન) એકટ ૧૯૫૬ ની કલમ ૧૯, ૨૩(૧)બી, સી.ડી.ઈ.એફ.જી.એચ.આઈ. હેઠળ ગેરકાયદેસર રીતે સ્ટોક એકસચેન્જ ઉભુ કરી એક મકાનમાં સીકયુરીટીઝનો શેર બજારનો ભાવ ઉપર હારજીત અંગે વેપાર કરી, સ્ટોક એકસચેન્જ સીકયુરીટી કરારનુ આયોજન કરી ચલાવી સરકારીશ તરફથી અધિકૃત લાયસન્સ ન હોય ડબ્બા ટ્રેડીંગ ચલાવી તે લગતનો ગુન્હો નોંધી જામનગરના વેપારી સુધીર લીલાધર પંચમતીયા વિગેરે વિરૂધ્ધનો ગુન્હો નોંધી જામનગર સેસન્સ કોર્ટેમાં ચાર્જશીટ ફાઈલ કરવામાં આવેલ.
સદર ગુન્હામાં ચાર્જશીટ નોંધાયા બાદ ગુન્હામાં સંડોવાયેલ સુધીરભાઈ પંચતીયા દ્વારા ગુજરાત હાઈકોટૅમાં સદરહુ ફરીયાદ કવોસીંગ કરાવવા હાઈકોર્ટના વકીલ પ્રેમલ એસ.રાચ્છ મારફતે પીટીશન દાખલ કરેલ અને સાથેસાથે ઈન્ટ્રીમ સ્ટેજે સદરહુ પીટીશનમાં સેસન્સ કોર્ટેના પ્રોસીડીંગ સ્ટે કરવા માંગણી કરેલ અને સદરહુ અરજીમાં લેન્ડમાર્કે ચુકાદાઓ રજુ કરી અને ધારદાર દલીલો કરેલ અને ગુજરાત હાઈકોટૅ દ્વારા વકીલની દલીલો ગ્રાહય રાખી સેસન્સ કોર્ટેના પ્રોસીડીંગ્સ સ્ટે કરવાનો હુકમ ઈન્ટ્રીમ સ્ટેજે કરેલ છે.
સદરહુ ઘી સીકયુરીટી કોન્ટ્રાકટ (રેગ્યુલેશન) એકટ ૧૯૫૬ ના ગુનાના હોમતદાર સુધીરભાઈ પંચમતીયા વતી જામનગર સેસન્સ અદાલતમાં વકીલ વિરલ એસ.રાચ્છ, સોહીલ બેલીમ તથા હર્ષીલ રાબડીયા, વાશ્વી શેઠ અને ગુજરાત હાઈકોટૅમાં વકીલ પ્રેમલ એસ.રાચ્છ રોકાયા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકાનો ચીન પર ટેરિફનો સપાટો: 104% ટેરિફ લાગુ, વૈશ્વિક વેપાર યુદ્ધની આશંકા
April 08, 2025 10:40 PMબાંગ્લાદેશીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા પરંતુ નહીં કરી શકે હજ, યુનુસની પ્રજા સાથે થયો અલગ જ ખેલ
April 08, 2025 10:31 PMઅમદાવાદમાં કોંગ્રેસ અધિવેશનમાં પી. ચિદમ્બરમ ગરમીથી બેભાન, તબિયત સુધારા પર
April 08, 2025 09:28 PMગુજરાત પોલીસમાં બદલીઓનો દોર યથાવત, 182 PSIની બદલીના આદેશ
April 08, 2025 09:27 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech