જામનગર જિલ્લાની કરોડોની જામીન પચાવી પાડવાના કેસમા આરોપીઓ સામેની ફરિયાદ રદ કરવા હાઈકોર્ટનો આદેશ

  • October 26, 2023 11:51 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર નજીકના ચેલા ગામની કરોડો રૂપિયાની બજાર કિંમતની જમીન બોગસ વેચાણ કરારના આધારે પચાવી પાડવાના કેસમાં આરોપીઓ સામેની ફરિયાદ રદ કરવા હાઇકોર્ટે આદેશ કર્યો છે.


આ કેસની વિગત એવી છે કે પરસોતમ કબાભાઈ વિરાણી એ જામનગર પોલીસ માં એવી ફરિયાદ નોંધાવી હતી કે પોતાની,  પોતાના પત્ની અને અન્ય કુટુંબીજનોની સંયુક્ત માલિકી ની જમીન ચેલા  ગામમાં આવેલી છે. તેની બજાર કિંમત સાથે ૨૨ કરોડ રૂપિયા થવા જાય છે. આ જમીનનો સોદો ચેલા ગામના વનરાજસિંહ મારફત સવદાસ ચાવડા, ક્રિપાલસિંહ જાડેજા, કિશોર મારાજ વગેરે સાથે કરવામાં આવ્યો હતો.


આ મૌખિક શોદો એક વીઘા જામીનનાં  રૂપિયા ૧૪ લાખ ૫૧  હજાર રૂપિયા લેખે કરવામાં આવ્યો હતો. જેમાં સુંથી પેટે રૂ. ૩ લાખ ૬ હજાર  ચૂકવવામાં આવ્યા હતા. અને ખાતેદારનો ફોટો આઈડી પ્રુફની સેલ્ફ એટેસ્ટેડ  નકલ મેળવવામાં આવી હતી. આ પછી વેચાણની જાહેર નોટિસ અખબારમા પ્રસિદ્ધ કરવવામાં આવી હતી. ત્યારબાદ ખરીદનારે પોતાના ફોન બંધ કરી દીધા હતા. ત્યારપછી જમીન દ્વારા સોદો રદ કરવાની જાહેર નોટિસ પ્રસિદ્ધ કરાવી હતી અને ત્યારબાદ ભરત ભગવાનદાસ ડવ દ્વારા વેચાણ કરાર રજુ થતા જમીન માલિક અને તેની પત્ની વગેરેની બોગસ સહીઓ અને અંગુઠાના નિશાન જોવા મળ્યા હતા. હકીકતે ફરી આજની પત્ની અને તેના માલિકોના અંગૂઠાના નિશાન કરવામાં આવ્યા જ ન હતા, આથી આ બાબતે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ કરીને આરોપીઓની ધરપકડ કરી હતી.

આ કેસમા આરોપી પ્રફુલ જયંતીલાલ વ્યાસ, હરેશ ભગવાનજી છૈયા, સવદાસ ચાવડા અને રાહુલ ભાગિયા વગેરે હાઇકોર્ટમાં દાદ માંગી હતી. જેમાં તમામ દલીલો  સાંભળ્યા પછી હાઇકોર્ટમાં ન્યાયાધીશએ આરોપીઓ સામેની ફરિયાદ રદ કરવા હુકમ કર્યો છે. આ કેસમાં આરોપીઓ તરફે  વકીલ તરીકે રણમલ કાંબરીયા,  પ્રેમલ રાછ , અભિષેક નંદા અને હિતેશ ગાગીયા  રોકાયા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application