BREAKING NEWS

સોમનાથમાં ૧૦૦ વર્ષ જૂનો જાહેર રસ્તો બધં કરાતાં હાઇકોર્ટ લાલચોળ; કલેકટર અને મંદિર ટ્રસ્ટના વલણ સામે નારાજગી

  • June 11, 2026 11:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીર સોમનાથ જિલ્લ ામાં સોમનાથ મંદિરથી સાગર દર્શન તરફ જવાનો ૧૦૦ વર્ષ જૂનો રસ્તો બધં કરી દેવાના વિવાદાસ્પદ નિર્ણયને સ્થાનિક ૩૯ રહીશો દ્રારા ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો છે. સ્થાનિક લોકો દ્રારા મુદ્દો ઉઠાવાયો હતો કે, કલેકટરને વારંવાર રજૂઆત કરવા છતાં છેલ્લ ા ચાર–પાંચ મહિનાથી જવાબ અપાતો નથી. જોકે, સરકારપક્ષ તરફથી રિટ અરજીમાં દર્શાવ્યા મુજબનો રોડ ખુલ્લ ો જ હોવાનો દાવો કરાયો હતો. જૈની સુનાવણી દરમિયાન જસ્ટિસ નિખિલ એસ. કેરીયલે સરકારને સાફ શબ્દોમાં સુણાવ્યું હતું કે, કારણ જે પણ હોય પણ કલેકટરે લોકોને જવાબ આપવો પડે. નાગરિકોની રજૂઆતને ટાળી દેવાની આ પ્રકારની વૃત્તિ ચાલે નહીં. શું તમે હજુ રાજાશાહીમાં જીવો છો ? કલેકટરનું કામ શું છે? એવા કયા કામમાં તેઓ વ્યસ્ત હતા કે, લોકોની રજૂઆતનો જવાબ પણ ના આપી શકયા ?
સરકારપક્ષ તરફથી હાઈકોર્ટને હૈયાધારણ અપાઈ હતી કે, તેઓ સોમનાથમાં અહિલ્યાબાઈના પૂતળાથી લઈને સાગરદર્શન સુધીના રોડના વીડિયો અને નવીનતમ નકશો કોર્ટ સમક્ષ મૂકશે. જેથી હાઈકોર્ટે કેસની વધુ સુનાવણી તા. ૨૨મી જૂનના રોજ મુકરર કરી હતી. ગીર સોમનાથ જિલ્લ ામાં વિશ્વપ્રસિદ્ધ સોમનાથ મંદિરથી સાગર દર્શન તરફ જતો ૧૦૦ વર્ષ જૂનો રસ્તો બધં કરી છે. કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે સ્થાનિક કલેકટરના બેજવાબદારીભર્યા વલણને લઈ ભારોભાર નારાજગી વ્યકત કરી હતી અને સરકારને રોકડું પરખાવ્યું હતું કે, મંદિર ટ્રસ્ટ પાસે રોડ બધં કરવાનો પાવર (સત્તા) કેવી રીતે આવ્યો? આ રીતે એકતરફી જોહત્પકમીભર્યેા નિર્ણય લઈ શકાય નહીં. નાગરિકોએ કયાં અને કેમ ચાલવું તે સત્તાધીશો નક્કી કરી શકે નહીં. મંદિર ટ્રસ્ટ જિલ્લ ો ચલાવે છે કે કલેકટર...?? હાઈકોર્ટે એવી પણ ટકોર કરીવહતી કે, આ કોઈ મિલિટરી વિસ્તાર નથી, લોકોની ધાર્મિક આસ્થાનું કેન્દ્ર ધરાવતું મંદિર છે. જો કલેકટરે રસ્તો બધં કરવાનો નિર્ણય લીધો હોય તો કલેકટરને આવો પાવર કોણે આપ્યો...?? કલેકટર સ્થાનિક લોકોની રજૂઆત પરત્વે ચાર–ચાર મહિના સુધી જવાબ આપતા નથી તે કેવી રીતે ચાલે...?? વળી, ૧૯૨૦ના નકશામાં પણ આ રોડ દ્રશ્યમાન છે. નાગરિકો દ્રારા આ રોડ મામલે આપેલી રજૂઆત પરત્વે ચાર મહિના સુધી કલેકટરે શું કયુ તે જણાવો. જાહેર રોડ બધં કરવો એ પ્રથમદર્શનીય રીતે ગેરકાનૂની છે. દરમિયાન સરકારપક્ષ તરફથી આ રસ્તો ખુલ્લ ો જ હોવાનો દાવો કરતા જણાવ્યું કે, અરજદારો  રસ્તાની વાત કરી રહ્યા છે તે ખુલ્લ ો જ છે. સોમનાથ મંદિરમાં પ્રવેશ માટે પાંચ એન્ટ્રી ગેટ હતા, જેમાં દર્શનાર્થીઓને દિગ્વિજય ગેટથી પ્રવેશ અપાય છે. જે દિવાલ બનાવવામાં આવી છે તે પાંચ પૈકી એક પાછળનો એન્ટ્રી ગેટ હટાવીને સુરક્ષાના કારણોસર બનાવવામાં આવી છે. સુરક્ષાના કારણોસર મંદિરના બે ગેટ બધં કરાયા છે, જે ગેટની જગ્યાએ દિવાલ બનાવી છે તે પાંચ વર્ષથી બધં છે. પ્રભાસપાટણથી દિગ્વિજય ગેટ તરફથી માત્ર ટુ–વ્હીલરની જ એન્ટ્રી છે. જોકે, હાઈ કોર્ટે કલેકટરને સમગ્ર વિવાદ મામલે વલણ સ્પષ્ટ્ર કરવા જણાવી હાઈકોર્ટે કેસની વધુ સુનાવણી તા. ૨૨મી જુન ના રોજ રાખેલ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application