BREAKING NEWS

નાના ભાઈની પત્ની પર દુષ્કર્મના આરોપી જેઠના આગોતરા હાઇકોર્ટ દ્રારા મંજૂર

  • March 31, 2026 05:39 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં રહેતા પરિવારમાં જેઠ બળજબરીપૂર્વક અને ધાક ધમકી આપી દુષ્કર્મ ગુજારતા હોવાની નાનાભાઈની પત્નીની ફરિયાદમાં જેઠ દ્રારા કરવામાં આવેલી આગોતરા જમીન અરજી હાઇકોર્ટ દ્રારા મંજૂર કરવામાં આવી છે.
આ અંગેની ફરિયાદની હકીકત મુજબ, વર્ષ ૨૦૧૧નાં જુન મહિનામાં વતન ઝારખડં ખાતે અગ્રવાલ પરિવારમાં થયેલા લ બાદ કામ ધંધા માટે રાજકોટ મુકામે સંયુકત પરીવારમાં વસવાટ દરમિયાન પરિણીતા ઉપર (નાના ભાઈના પત્ની) જેઠ રવિ અગ્રવાલ તેણીને ખરાબ નજરે જોતા હોય અવારનવાર અડપલા કરતા હોય, પરિણીતાનો પુત્ર નવ માસનો હતો, ત્યારે ડિસેમ્બર ૨૦૧૩માં તેણી તેના પતિ અને પુત્ર સાથે અલગ રહેવા ગયા હતા, ત્યારબાદ પણ રવિ અગ્રવાલ ત્યાં વારંવાર કોઈ ને કોઈ કામના બહાને ધસી જઈને ધમકી આપી અવારનવાર બળજબરીથી પરિણીતા સાથે શારીરિક સંબધં બાંધી, જો આ વાત કોઈને કરશે તો તેણીને બરબાદ કરી દેશે, જે મતલબની ફરીયાદ પરિણીતા દ્રારા રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી રવિ અગ્રવાલ વિદ્ધ બળાત્કાર, છેડતી અને ધમકીની કલમો હેઠળ આપવામાં આવી હતી. આથી આરોપી રવિ અગ્રવાલ દ્રારા પોતાના વકીલ મારફત ધરપકડથી બચવા માટે ગુજરાત હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરવામાં આવી હતી. જે જામીન અરજી ચાલવા પર આવતા આરોપીના વકીલ દ્રારા હાલની ફરીયાદ ખોટી રીતે, મિલ્કતમાં હિસ્સો મેળવવા તેમજ તેની પાસે પૈસા પડાવવા માટેના બદઈરાદે ઘણા લાંબા સમય બાદ ખોટી ફરીયાદ કરેલ હોવાના મતલબની દલીલો કરી હતી. જે ધ્યાને લઈ હાઇકોર્ટે આક્ષેપાયેલ સમય એટલે કે ૨૦૧૧ થી ૨૦૨૪ સુધી કયારેય પરિણીતા દ્રારા આવા કહેવાતા બનાવ અંગે કોઈ ફરીયાદ કરવામાં આવેલ ન હોય અને તેની નજીકનાં વ્યકિતને પણ આવા બનાવ અંગેની કોઈ વાત કરવામાં આવેલ હોય તેવું જણાઇ આવતું ન હોય, આરોપી પ્રતિિત વ્યકિત હોય તેનો અગાઉનો કોઈ ગુન્હાહિત ઈતિહાસ ન હોય તેમ ઠરાવી આરોપી રવિ અગ્રવાલની આગોતરા જામીન અરજી મંજુર કરવામાં આવી હતી. આ કામમાં હાઇકોર્ટમાં આરોપી વતી એડવોકેટસ તેજસ બારોટ, મોહમ્મદ ઝૈદ સૈયદ, રાજકોટનાં પરાજસિંહ પરમાર, અજીતભાઈ પરમાર, હત્પસૈનભાઈ હેરંજા, રવિભાઈ લાલ, જયદેવસિંહ ઝાલા, પાર્થરાજસિંહ ઝાલા, જીતભાઈ શાહ, દીપકભાઇ ભાટિયા, અંકિતભાઈ ભટ્ટ, રહિમભાઈ હેરંજા, યુવરાજસિંહ ગોહિલ તથા પ્રેમરાજસિંહ પરમાર રોકાયા હતા



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News