સાવધાન : હાય..! આઈ એમ અંજલી...આઈ લાઈક યુ....કોલ એન્ડ વોટ્સએપ મી...!!... સુખીસંપન્ન લોકોને ‘‘સુંવાળા સબંધો’’ બાંધવા માટે થઈ રહ્યા છે કોલ

  • March 24, 2021 03:32 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

પોરબંદરમાં અનેક યુવાનો સહિત આબરૂદાર અને આર્થિક રીતે સુખીસંપન્ન લોકોને ‘‘સુંવાળા સબંધો’’ બાંધવા માટે થઈ રહ્યા છે કોલ: લક્ઝરીયસ કારના વીમાથી માંડીને બેંકના ક્રેડીટ કાર્ડ આપવા માટે રૂપલલનાઓ ફોન કરીને ફસાવાતી હોવાની શક્યતાઓ: નગરજનો સાવચેત રહે તે જરૂરી..

 

 

પોરબંદરમાં છેલ્લા કેટલાક દિવસોથી સાયબર ક્રાઈમનું પ્રમાણ વધ્યું હોવાની સાથોસાથ કેટલીક યુવતીઓ પણ આર્થિક રીતે સુખી સંપન્ન અને સમૃદ્ધ પરિવારના યુવાનોને તથા આબદાર લોકોને ફોન કરીને ફસાવતી હોવાની આશંકા સેવાઈ રહી છે. સંસ્કારી નગરી સુદામાપુરીમાં સુવાળા સબંધોની સનસનાટી મચાવવા અસંખ્ય લોકોને આવા કોલ આવી રહ્યા છે ત્યારે નગરજનો સુંવાળા સબંધો બાંધવાની લાલચમાં ફસાય નહીં તે માટે સાવચેત રહે તે જરૂરી છે.

 


સામાન્ય રીતે મેટ્રોસીટીમાં સમૃદ્ધ લોકોને ફસાવવા માટે અનેક જગ્યાએ ગોરખધંધાઓ ચાલતા હોય છે. જેમાં હનિટ્રેપના માધ્યમથી લોકોને ફસાવીને પૈસા પડાવવામાં આવતા હોય છે. પરંતુ હવે પોરબંદર જેવા નાના શહેરોમાં પણ છેલ્લા કેટલાક મહિનાઓથી યુવતીઓ અને મહિલાઓ સમૃદ્ધ પરિવારના યુવાનોને ટેક્સ્ટ મેસેજ દ્વારા ફસાવવામાં આવી રહ્યા છે. જેમાં એવા પ્રકારનો મેસેજ આવે છે કે ‘‘હાય...આઈ એમ અંજલી...આઈ લાઈક યુ....કોલ એન્ડ વોટ્સએપ મી...!!’’ કહીને તેના મોબાઈલ નંબર પરથી સંદેશાઓ આવે છે. અમુક યુવાનો આવી લોભામણી લાલચમાં ફસાઈ જાય છે અને યુવતીઓ સાથે ફોન ઉપર વાતચીત કરવાની સાથોસાથ વોટ્સએપમાં ચેટીંગ કરીને સબંધો વિકસાવે છે. પરંતુ ત્યારબાદ હનિ ટ્રેપના માધ્યમથી સમૃદ્ધ પરિવારના યુવાનોને ફસાવવામાં આવતા હોવાની ચચર્ઓિ ચાલી રહી છે. શહેરના અમુક ડોક્ટરો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ થી માંડીને અનેક સામાજીક-સેવાભાવી સંસ્થા સાથે સંકળાયેલા લોકોને પણ આ પ્રકારના મેસેજ અલગ-અલગ મોબાઈલ નંબર પરથી મોકલવામાં આવે છે.

 


રાજ્ય બહારના હિન્દીભાષીઓ કોલીંગ એજન્સીમાં યુવતીઓ પાસે મીઠા મધુર અવાજે ફોન કરાવીને પોરબંદરના યુવાનોને ટાઈમપાસ માટે ચેટ કરીને તથા વિડીયો કોલીંગ કરીને પણ બ્લેક મેઈલ કરી શકે તેવી શક્યતાઓ જણાઈ રહી છે. યુવતીઓ સાથે ફ્રેન્ડશીપ કરવાની અને વાત કરવાની લાલચમાં નાના-મોટા સાયબર ક્રાઈમનો શિકાર બને છે. છેલ્લા કેટલાક મહિનાઓથી ઓનલાઈન અભ્યાસ શ થયો છે ત્યારથી ટીનેજર્સ અને યુવાનો પાસે મોબાઈલ સરળતાથી ઉપલબ્ધ બન્યા છે ત્યારે પરિવારજનોને ખબર ન હોય તે રીતે યુવતીઓ સાથે વાતચીત કરે છે અને ત્યારબાદ ફસાઈ જાય છે.

 


પોરબંદરમાં કોરોના લોકડાઉન પછી મંદીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આ પ્રકારના ફ્રૌડ કોલ, ફ્રૌડ મેસેજ યુવાનોને ફસાવવા માટેના મેસેજ વગેરેનું પ્રમાણ ખૂબ જ વધી ગયું છે અને પોરબંદરમાં યુવાનોને ટાર્ગેટ કરીને બોટલમાં ઉતારવામાં આવે છે. અમુક યુવતીઓ વીમા કંપનીમાંથી બોલે છે તેમ કહીને લક્ઝુરીયર કારના વીમા સહિત બેંક એકાઉન્ટની વિગતો માંગતી ફરે છે તો અમુક બેેંકના નામે ક્રેડીટ કાર્ડ આપવા લલચામણી ઓફરો કરે છે. એકબાજુ પોરબંદરમાં મંદી જોવા મળી રહી છે તો બીજી બાજુ સમૃદ્ધ પરિવારના લોકોને આ રીતે બોટલમાં ઉતારવાના પ્રયત્નો થઈ રહ્યા છે ત્યારે યુવાનોએ પણ સાવચેત રહીને વાતચીત કરવી જોઈએ અને કોઈ યુવતીઓ ફ્રેન્ડશીપની ઓફર કરે તો તેની વાતોમાં આવીને ફસાવવું જોઈએ નહીં...તેવી પણ અપીલ કરવામાં આવી છે.

 


પોલીસની વારંવારની અપીલ છતાં લોકો બેદરકાર


પોરબંદર પોલીસની સાયબર સેલની ટીમ ખૂબ જ સતર્ક અને સજાગ રહીને લોકોને મદદ કરવા માટે અને જાગૃત કરવા માટે સક્રિય છે. તેમ છતાં છેલ્લા કેટલાક મહિનાઓથી અહીંયા સાયબર ક્રાઈમમાં ચોંકાવનારો ઉછાળો જોવા મળી રહ્યો છે. સાયબર સેલના પી.એસ.આઈ. સુભાષભાઈ ઓડેદરા સહિત પ્રતિકભાઈ પટેલ અને તેમની ટીમ આવા ગુન્હાઓના ભેદ ઉકેલવામાં માસ્ટરી ધરાવે છે. લોકો પાસે ઓ.ટી.પી. માંગીને, જોબ ઓફર કરીને, ઈન્સ્યુરન્સ કે લોન આપવાના નામે બેંક એકાઉન્ટની ડીટેઈલ માંગવામાં આવી છે ત્‌યારે લોકો પણ આવા ચીટીંગનો ભોગ બને નહીં તે માટે પોલીસ દ્વારા અવારનવાર અપીલ કરવામાં આવે છે, છતાં લોકો બેદરકાર રહીને ભૂલ કરે છે અને તેથી પૈસા ગુમાવે છે.

 


પરીણિત પ્રૌઢથી માંડીને આધેડોને પણ લલચામણી ઓફર !


જે રીતે યુવતીઓ દ્વારા મોબાઈલ નંબર આપીને વોટ્સએપ ચેટીંગ કરવા ઓફર કરવામાં આવે છે, એ જ રીતે એ યુવતીઓ માત્ર કુંવારા યુવાનોને જ નહીં, પરંંતુ પરીણિત પ્રૌઢથી માંડીને આધેડોને પણ લલચામણી ઓફરો આપે છે અને ‘‘આપકી બીબી આપકો અબ લાઈક નહીં કરતી હૈ...વો અપને કામમેં બીઝી રહેતી હૈ...તો આપકે ટાઈમપાસ કે લીએ મેં હું ના’’ કહીને લલચામણી ઓફરો આપતી હોય તેવું પણ અમુક આધેડોએ નામ જાહેર નહીં કરવાની શરતે માહિતી આપતા જણાવ્યું હતું.

 


અંગત ફોટા શેર નહીં કરવા ખાસ અપીલ


જ્યારથી સોશ્યલ મીડિયામાં વોટ્સએપનો ઉપયોગ વધ્યો છે ત્યારથી અનેક વોટ્સએપ ગૃપમાં બિભત્સ વિડીયો અને ફોટા ફરી રહ્યા છે. ત્યારે વિડીયોમાં સ્પષ્ટપણે એવું જણાવાતું હોય છે કે યુવકોને ફસાવવા માટે થઈને અને બ્લેકમેઈલ કરવા માટે થઈને વિડીયો ઉતારવામાં આવે છે. આથી ખાસ અપીલ એ પણ થઈ રહી છે કે અમુક યુવતીઓ બોટલમાં ઉતારવા માટે થઈને યુવાનો પાસેથી અંગત ફોટાઓ માંગે છે અને વિડીયોકોલ કરીને અણછાજતી માંગણીઓ સાથે અપીલ પણ કરતી હોય છે ત્યારે તેનું વિડીયો રેકોર્ડીંગ થઈ જતું હોવાથી ખાસ આ બાબતે સાવચેત રહેવું જરી છે.

 


મસાજ કરાવવો છે...? 3 ‘‘નિષ્ણાંત’’ યુવતીઓ આવશે તમારા આંગણે !


પોરબંદરમાં સારી ગુણવત્તવાળું અને અનુભવી નિષ્ણાંતોવાળું એકપણ મસાજ પાર્લર નથી કે જ્યાં યુવાનો મસાજ કરાવી શકે. આથી તેનાથી જાણકાર એવી યુવતીઓ યુવાનોને મેસેજ અને ફોન કરીને ‘‘બોડી ટુ બોડી મસાજ કરાવવો છે ? તમે કહેશો ત્યાં, તમે કહેશો એ સમયે ત્રણ નિષ્ણાંત યુવતીઓ સામુહિક રીતે તમારે આંગણે આવીને મસાજ કરી દેશે !’’ આ પ્રકારના મેસેજ ફેલાવીને લોકોને ફસાવવામાં આવી રહ્યા છે.
 

 

 


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application
RELATED NEWS