ઈઝરાયેલ અને હિઝબુલ્લાહ વચ્ચે સંઘર્ષ વધી રહ્યો છે. દરમિયાન, ઇઝરાયેલી સેનાએ હિઝબુલ્લાહ આતંકવાદી જૂથના નાણાકીય કેન્દ્ર વિશે ગુપ્ત માહિતી જાહેર કરી છે. ઇઝરાયેલની સેનાએ દાવો કર્યો છે કે હિઝબુલ્લાએ બેરૂતમાં એક હોસ્પિટલની નીચે બનેલા બંકરમાં લાખો ડોલરની રોકડ અને સોનું છુપાવ્યું છે. સેનાએ કહ્યું છે કે તે હોસ્પિટલ પર હુમલો નહીં કરે.
આઇડીએફના પ્રવક્તા રીઅર એડમિરલ ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે, આ બંકર ભૂતપૂર્વ હિઝબુલ્લાહ નેતા સૈયદ હસન નસરાલ્લાહ દ્વારા બનાવવામાં આવ્યું હતું અને જેને લાંબા સમય સુધી ત્યાં રહેવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું હતું. તેણે કહ્યું, હાલમાં બંકરની અંદર લાખો ડોલર રોકડ અને સોનું છે. હું લેબનીઝ સરકાર, લેબનીઝ સત્તાવાળાઓ અને આંતરરાષ્ટ્રીય સંગઠનોને અપીલ કરું છું કે હિઝબુલ્લાહને આતંક ફેલાવવા અને ઇઝરાયેલ પર હુમલો કરવા માટે આ નાણાંનો ઉપયોગ કરવાથી અટકાવે. હગારીએ કહ્યું, ઈઝરાયેલની વાયુસેના આ સંકુલ પર નજર રાખી રહી છે. જો કે, અમે હોસ્પિટલ પર હુમલો નહીં કરીએ.
શિયા અમલ મૂવમેન્ટ પાર્ટીના લેબનીઝ ધારાસભ્ય અને સંલગ્ન હોસ્પિટલ અલ-સાહેલના ડિરેક્ટર ફાદી અલામેહે રોઇટર્સને જણાવ્યું કે ઇઝરાયેલ ખોટા અને બદનક્ષીભયર્િ દાવા કરી રહ્યું છે. તેઓએ લેબનીઝ સૈન્યને ત્યાં જવા કહ્યું અને બતાવ્યું કે તેમની પાસે ફક્ત ઓપરેટિંગ રૂમ, દર્દીઓ અને શબઘર છે. અલામેહે કહ્યું કે હોસ્પિટલને ખાલી કરાવવામાં આવી રહી છે. ઈઝરાયલના ચીફ ઓફ જનરલ સ્ટાફ હરઝેઈ હલેવીએ કહ્યું કે રવિવાર અને સોમવારની રાત્રે વિમાનોએ અલ-કર્દ અલ-હસનની લગભગ 30 જગ્યાઓ પર હુમલો કર્યો. જેના વિશે ઈઝરાયેલનું કહેવું છે કે તે હિઝબુલ્લાહનું આર્થિક હબ છે. ત્યારે હગારીએ કહ્યું કે ઇઝરાયેલ હિઝબુલ્લાહના નાણાકીય સ્થળો પર હુમલો કરવાનું ચાલુ રાખશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેશોદ-મુંબઈ વિમાની સેવા બંધ થતાં વેપારીઓ અને પર્યટન ક્ષેત્રને ફટકો, પુનઃ શરૂ કરવાની માગ
April 03, 2025 09:09 PMઅમેરિકામાં તોફાનથી ભયંકર તબાહી, લાખો ઘરોની વીજળી ગુલ, પૂર આવવાનો પણ ખતરો
April 03, 2025 09:07 PMલંડનથી મુંબઈ આવી રહેલી ફ્લાઈટ ટર્કી પહોંચી, 200થી વધુ ભારતીયો 15 કલાકથી ફસાયા, જાણો શું છે કારણ
April 03, 2025 09:05 PM4 એપ્રિલની ગાંધીધામ-પાલનપુર-ગાંધીધામ એક્સપ્રેસ આંશિક રીતે રદ રહેશે
April 03, 2025 09:02 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech