હે રામ... ગાંધીભૂમિમાં પતિ-પત્ની સજોડે દા‚ પીધેલી હાલતમાં જાહેરમાંથી ઝડપાયા!

  • August 23, 2024 03:43 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



જેના કારણે ગુજરાતમાં દા‚બંધી છે તેવા ગાંધીજીની જન્મભૂમિ પોરબંદરમાં  દા‚ના વ્યસનીઓ માત્ર પુ‚ષો જ નહી અનેક મહિલાઓ પણ છે તેની સાબિતી અવારનવાર પોલીસ ચોપડેથી મળે છે ત્યારે હાથી કેમિકલ વિસ્તારમાં દા‚ પીને પતી-પત્ની રોડ ઉપર ડખ્ખો કરતા હતા ત્યારે કોઇએ ૧૮૧ને જાણ કરતા મહિલા હેલ્પલાઇન સેવાની ટીમે તેને પકડીને ઉદ્યોગનગર પોલીસને સોંપતા બંને વિ‚ધ્ધ એફ.આઇ.આર. થઇ છે.
ઉદ્યોગનગર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પ્રકાશભાઇ સરવૈયાએ એવા પ્રકારનો ગુન્હો નોંધ્યો છે કે મહિલા હેલ્પલાઇન ૧૮૧ની ટીમ જ્યુબેલી હાથી કેમિકલવાળી ગલીમાંથી દા‚ પીધેલી હાલતમાં મનીષ મોહન ડાભી ઉ.વ. ૩૦ અને તેની પત્ની મનીષા મોહન ડાભી ઉ.વ. ૩૧ને પકડીને લાવી છે અને બંને સમતોલપણુ જાળવી શકતા ન  હોય તેમ લથડીયા ખાતા હતા આથી પ્રકાશભાઇ સરવૈયાએ મનીષ ડાભી સામે અને પોલીસ કોન્સ્ટેબલ હંસાબેન લખમણભાઇ એ અસ્મિતા ડાભી સામે ગુન્હો નોંધ્યો છે. ઉલ્લેખનીય છેકે આ વિસ્તારમાં દા‚ની બદી બેફામ વધી છે અને પોલીસ તેને અટકાવવા માટે ભરપૂર પ્રયત્નો કરીને કામ કરી રહી છે છતાં ગાંધીના ગામમાં નશાખોરો અને દા‚ના ધંધાર્થીઓ સુધરતા નથી તે પણ હકીકત છે. આ વિસ્તારમાં પતિ-પત્ની બંને જાહેરમાં ડખ્ખો કરતા હતા ત્યારે મહિલા હેલ્પલાઇન સેવાને કોઇએ જાણ કરી હતી ત્યારબાદ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application