સૌરાષ્ટ્ર્રનો દરિયાકાંઠે સમયાંતરે શંકાસ્પદ પ્રવૃતિઓ થતી રહે છે અગાઉ સૌરાષ્ટ્ર્રના દરિયાકાંઠો દાણચોરી માટે કુખ્યાત હતો છેલ્લા થોડા વર્ષેાથી દરિયાઈ માર્ગે માદક પદાર્થેાની હેરફેર થઈ રહી છે જોકે રાય સરકાર દ્રારા છેલ્લા થોડા વર્ષેાથી માદક પદાર્થના નેટવર્કને ડામવા માટે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જેના પરિણામ સ્વરૂપ મોટા પ્રમાણમાં નશીલા પદાર્થેાનો જથ્થો ઝડપાઈ રહ્યો છે ત્યારે આજરોજ ગીરસોમનાથ એસપી મનોહરસિંહ જાડેજાની રાહબરીમાં ગીરસોમનાથ પોલીસે વેરાવળની દરિયાઈ પટ્ટી પર નશીલા પદાર્થેાની હેરફેર અટકાવવાનું મોટુ ઓપરેશન પાર પાડું છે. વેરાવળ બંદરે શંકાસ્પદ બોટને પોલીસે ઝડપી લઈ તેમાંથી અધધધ... કહી શકાય તેટલો ૩૫૦ કરોડની કિંમતનો ૫૦ કિલો હેરાઈનનો જથ્થો ઝડપી લીધો હતો.
પોલીસે હેરોઈનના આ જથ્થા સાથે ૯ શખ્સોને ઝડપી લીધા હતા અને ફીશીંગ બોટ તથા હેરોઈનનો જથ્થો રિસીવ કરવા આવેલ વાહન કબજે કયુ છે. હેરોઈનનો આ જથ્થો સૌરાષ્ટ્ર્ર–ગુજરાત કે દેશના અન્ય કયા કયા સ્થળે ડિલીવર કરવાનો હતો તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે. વેરાવળ બંદરેથી આજરોજ ૩૫૦ કરોડનું હેરોઈન ઝડપાયાની આ ઘટનાને લઈને ગીર સોમનાથના જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ વિગતો આપતા જણાવ્યું હતું કે, એવી બાતમી મળી હતી કે વેરાવળમાં દરિયાઈ પટ્ટીમાં એક ફીશીંગ બોટ શંકાસ્પદ પ્રવૃતિમાં સંકળાયેલી હોય તેવું જણાઈ રહ્યું છે. જેથી પોલીસની ટીમે આ ફીશીંગ બોટ પર ગુ રાહે વોચ ગોઠવી હતી. દરમિયાન આજરોજ આ ફીશીંગ બોટ વેરાવળ બંદરે પહોંચતા તેમાં રહેલ માલ રિસીવ કરવા માટે એક ગાડી પણ આવી હતી જેથી પોલીસે ઓપરેશન પાર પાડી ફીશીંગ બોટ અને ગાડી બન્ને ઝડપી લીધી હતી. ફીશીંગ બોટની અંદર તપાસ કરતાં તેમાંથી ૫૦ કિલો હેરોઈનનો જથ્થો મળી આવ્યો હતો જેની કિંમત અંદાજિત રૂા.૩૫૦ કરોડ જેવી માનવામાં આવી રહી છે.
એસપી મનોહરસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, પોલીસની ટીમે પાર પાડેલા આ ઓપરેશનમાં ફીશીંગ બોટની સાથે માદક પદાર્થની હેરફેરમાં સંડોવાયેલા ૯ શખ્સોને ઝડપી લીધા છે. તેમજ પોલીસે ફીશીંગ બોટ અને ગાડી તેમજ સેટેલાઈટ ફોન કબજે કર્યેા છે. હેરોઈનનો આટલો જથ્થો કયાંથી સપ્લાય કરવામાં આવ્યો હતો તેમજ સૌરાષ્ટ્ર્રમાં હેરોઈનનો આ જથ્થો કયાં ડિલીવર કરવાનો હતો તે અંગે હજુ તપાસ ચલાવવામાં આવી રહી છે.
સૌરાષ્ટ્ર્રના દરિયાકાંઠેથી માદક પદાર્થેાની મોટાપાયે થઈ રહેલી હેરફેર પર પોલીસ સતર્ક બની છે ખાસ કરીને કચ્છની દરિયાઈ પટ્ટીમાં છેલ્લા ઘણા સમયથી માદક પદાર્થનો જથ્થો મોટા પ્રમાણમાં ઝડપાઈ રહ્યો છે ત્યારે હવે ગીર સોમનાથના દરિયાઈ પટ્ટીમાં પોલીસે ઓપરેશન પાર પાડીને માદક પદાર્થનો મોટો જથ્થો ઝડપી લીધો હતો. આ પૂર્વે પોરબંદર પાસેથી પોલીસે ઈરાની શખ્સોને માદક પદાર્થ સાથે ઝડપી લીધા હતા. ત્યારે હાલમાં ગીર સોમનાથ પોલીસ દ્રારા પકડવામાં આવેલા આ હેરોઈન પાકિસ્તાન તરફથી આવ્યું હતું કે કેમ?
બોટમાંથી સેટેલાઈટ ફોન મળ્યો: દુશ્મન દેશ સાથે તાર જોડાયેલા છે કે કેમ? તપાસ
ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાની રાહબરીમાં પોલીસે વેરાવળ બંદરેથી ફીશીંગ બોટમાંથી ૩૫૦ કરોડની કિંમતનો ૫૦ કિલો હેરોઈનનો જથ્થો ઝડપી લીધો હતો. આ ફીશીંગ બોટમાંથી એક સેટેલાઈટ ફોન પણ મળી આવ્યો છે ત્યારે આ ફોન મારફત કોની સાથે વાતો થતી હતી? તેમજ માદક પદાર્થની હેરફેરના આ કારોબારના તાર દુશ્મન દેશ પાકિસ્તાન સાથે જોડાયેલા છે કે કેમ? તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન્સ ટ્રોફી-2025નું સંપૂર્ણ શિડ્યુલ જાહેર, જાણો ક્યારે રમાશે ભારત-પાકિસ્તાન વચ્ચે મેચ
December 24, 2024 05:57 PMનાસાના પાર્કરે રચ્યો ઇતિહાસ, સૂર્યની સૌથી નજીક પહોંચનાર પ્રથમ અવકાશયાન બન્યું
December 24, 2024 05:38 PM'દારૂ પીધા પછી બંધારણ લખાયું હશે', અરવિંદ કેજરીવાલના આ વિડિયોને લઈને પોલીસ કેસ
December 24, 2024 05:33 PM'એસીપી મારા વિશે જૂઠાણું ફેલાવે છે', જાણો અલ્લુ અર્જુને પૂછપરછમાં શું જવાબ આપ્યા
December 24, 2024 05:00 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech