ઉપલેટાના લાઠ ગામે મગર આવતા પશુપાલકો ભયભીત

  • July 14, 2023 12:35 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

તાલુકાના લાઠ ગામથી ભીમોરા જતાં રોડ ઉપર પાણીના ખાડામાં વરસાદના પાણીમાં મગર ચડી આવતા પશુપાલકોમાં ભય ફેલાયો છે. ત્રણ દિવસ થયા ફોરેસ્ટ ખાતાને જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતાં ગ્રામજનોમાં રોષ ફાટી નીકળ્યો છે. લાઠ ગામેથી ભીમોરા રોડ પર પાણીના ખાડામાં મગર દેખાતા ખાડામાં પશુઓને પાણી પાવા જતાં માલધારીઓમાં ભય વ્યાપી ગયો છે. સરપંચ પૃથ્વીસિંહ દ્વારા ફોરેસ્ટ ઓફિસ તેમજ ધારાસભ્યને જાણ કરવા છતાં ત્રણ દિવસ થયા કોઈ કાર્યવાહી નહીં થતાં ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે ફોરેસ્ટ ખાતું કુંભકર્ણની નિંદ્રામાં હોય વું ચિત્ર ઉપસી રહ્યું છે. (તસવીર: ભરત રાણપરીયા)



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application