જામજોધપુર-લાલપુરના ધારાસભ્યએ ખેડૂત-પીજીવીસીએલ, આયુર્વેદ, વિદ્યાર્થીઓ સહિતના પ્રશ્નોની ઝડી વરસાવી
જામનગર કલેક્ટર કચેરી ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેકટરના અધ્યક્ષસ્થાને યોજાયેલી આ બેઠકમાં જામનગર જિલ્લાના લાલપુર જામજોધપુર બેઠકના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ જનસેવાને પ્રાથમિકતાના ભાવ સાથે ખેડૂતો એને લોકોને સીધા જ સ્પર્શતા મુદ્દા અંગે સબંધિત અધિકારીઓને અવગત કરાવ્યા હતા. અનેક લોક પ્રશ્નોની રજૂઆત કરી ઘટતું કરવા માંગ ઉઠાવાઈ હતી.
ધારાસભ્ય હેમંતભાઈ ખવા દ્વારા વાડી વિસ્તારમાં વિદ્યાર્થીના હિતને ધ્યાનમાં રાખીને લાલપુર તાલુકાની અમુક વાડી શાળાઓમાં જ્યાં ગ્રામ જ્યોતિ યોજનાના કનેક્શનમાં નથી તેવા ગામની શાળાઓને જ્યોતિ ગ્રામ યોજનાના કનેક્શન અપાવવા આવે તેવી રજૂઆત કરાઈ હતી. વધુમાં જામજોધપુર તાલુકાના બમથીયા ગામની ગૌચર જમીનમાં દબાણનો મુદ્દો ઉઠાવી હેમંતભાઈ જણાવ્યું કે વર્ષો વીતવા છતાં ગૌચરની જમીનની માપણી કરવામાં આવી નથી. પરિણામે ગૌચર જમીનમાં દબાણની રાવ ઉઠે છે. જને અટકાવવા માટે ગૌચર જમીનની ફરીથી માપણી કરી તેમના ડીરકેશન કરવા માટે ઉઠાવવામાં આવ્યો હતો.
આ ઉપરાંત ચોમાસાની સીઝન દસ્તક દેતી હોવાથી એક સીઝન દરમિયાન સૌથી વધુ વીજ ધાંધિયા સર્જાતા હોય છે. જે ન થાય તે માટે પીજીવીસીએલના સમાણા, સિક્કા, લાલપુર, જામજોધપુર હેઠળ આવતા વાડી વિસ્તારના અલગ અલગ ફીડરોનું મેન્ટેનન્સ કરાવવા અને જૂના વીજ વાયરો બદલવા માટે રજૂઆત કરવામાં આવી હતી. જેની ગંભીરતાને ધ્યાને લઇ જવાબમાં ટેભડા એજી જે ગોદાવરી અને ટેભડા ગામને લાગુ પડે છે. તેમના વિજવાયર બદલાવા માટે દરખાસ્ત કરવામાં આવી છે અને આ ફીડરનું સર્વે કરી આવનાર એક મહિનામાં વીજ વાયરો બદલી આપવા માટે પીજીવીસીએલના ચીફ ઈજનેર દ્વારા ખાતરી આપવામાં આવી હતી.
એ જ રીતે સિક્કા સબ ડિવિઝન હેઠળ આવતા રાસંગપર એજી અને વછરાજ એજી ફિડરોના મેન્ટેનન્સના કામો કરાવવા તેમજ ખેડૂતોના ખેતરમાંથી પસાર થતાં ઢીલા વીજ વાયરોનું મેન્ટેનન્સ કરાવવા રજૂઆત કરવામાં આવી હતી. જે રજૂઆતના પણ સફળ પડઘા પડ્યા છે અને તેના જવાબમાં પીજીવીસીએલ દ્વારા પ્રમોશન કામગીરી હેઠળ આગામી તા. 15 જૂન પહેલા આ બંને ફીડરોનું સમારકામ કરાવવા માટેનું ખાતરી આપવામાં આવી છે. જેને લઇને લોકોની સમસ્યા ભૂતકાળ બનશે.
જામજોધપુર પીજીવીસીએલ વિભાગીય કચેરી હેઠળ 25 કેવીએના ટીસી ઉપલબ્ધ ન હતા જે ઉપલબ્ધ કરાવવા તેમજ તે અંગેની પેન્ડિંગ રહેલી તમામ અરજીઓનો ત્વરિત નિકાલ કરવા પણ રજૂઆત કરેલ છે. સૌથી મોટી વાત એ છે કે હાલ જામનગર જિલ્લાના મોટાભાગના ગામડાઓમાં વહીવટદાર શાસન ચાલે છે. જેમાં ઉનાળો હોવાથી પાણીની માંગ વધતી હોય છે. તો પાણીની વ્યવસ્થા નિયમિત રૂપે થાય અને લોકોની જરૂરિયાત મુજબ પાણીનો જથ્થો વધારવામાં આવે તે બાબતે પણ સબંધિત વિભાગમાં રજૂઆત કરાઈ હતી.
વધુમાં આજે વિશ્વ આખું જ્યારે આયુર્વેદ પ્રણાલીને પ્રોત્સાહન આપી રહ્યું છે. ત્યારે લોક હિતને ધ્યાનમાં રાખીને જામનગર આયુર્વેદિક હોસ્પિટલ ખાતે વિવિધ વિભાગોમાં ખાલી રહેલ જગ્યાઓ ભરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. નોંધનીય છે કે આયુર્વેદિક હોસ્પિટલમાં સ્ટાફની ઘટથી દર્દીઓની સેવા ખોરંભે ચડી રહી છે. આ ઉપરાંત સીઓ ચેકિંગના નામે આરટીઓ તેમજ એસટી વિભાગ દ્વારા જે નાના વાહન ચાલકોને વારંવાર પકડીને દંડ કરવામાં આવે છે. તે તાત્કાલિક અટકાવી યોગ્ય તપાસ કરવા રજૂઆત કરાઈ છે.
સાથે જ વિચરતી વિમુક્ત જાતિના લોકોને જે લોકો ગામથી બહાર અંતરિયાળ વિસ્તારમાં રહેતા હોય છે તેમને સરકાર દ્વારા પ્લોટ આપવા માટે રજૂઆત કરાઈ તેમજ તેમને આવી જગ્યા પર સ્થાયી થવા માટે અને ત્યાં સરકારી યોજનામાંથી આવાસ આપવામાં આવે તે દિશામાં પણ નિર્ણય લેવા જામજોધપુર-લાલપુરના આપના ધારાસભ્ય હેમંતભાઈ ખવા દ્વારા રજૂઆત કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application૧૪ને ક્રુરતાપૂર્વક મારી નાખ્યા, ખોપરીનો સૂપ પીધો, નરપિશાચને ઉંમરકેદની સજા
May 24, 2025 04:41 PMશું તમે પણ પ્રી-ડાયાબિટીસ સ્ટેજમાં છો? બીમારીના આ 6 સંકેતો અવગણશો નહીં
May 24, 2025 04:06 PMટ્રમ્પના 25 ટકા ટેરિફ લગાવવા છતાં ભારતમાં બનેલા iPhones યુએસમાં સસ્તા પડશે
May 24, 2025 03:56 PMપિતરાઈ ભાઈએ દુષ્કર્મ આચરતા ગર્ભવતી બનેલી યુવતિએ દવા પી લેતા મોત નિપજ્યુ
May 24, 2025 03:27 PMસંસ્કાર મંડળ નજીક મોડી રાત્રે બે કાર વચ્ચે અકસ્માત
May 24, 2025 03:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech