દુબઈની રાજકુમારીની મદદ કરી રહી છે બેસ્ટ ફ્રેન્ડ : યુકે ક્વિનને લખ્યો ઓપન લેટર

  • February 23, 2021 06:26 AM 418 views

દુબઈની રાજકુમારી લતીફાનો કેટલાક દિવસો પહેલા એક વિડિયો વાયરલ થયો હતો. જેમા કહેવામાં આવ્યું  હતું કે તેને તેના જ દેશમાં બંધી બનાવીને રાખવામાં આવી છે. કેટલાક રિપોર્ટ અનુસાર તે વિડિયો તેની બેસ્ટ ફ્રેંડ ટીનાએ વર્ષ 2019માં શુટ કર્યો છે. વર્ષ 2018માં લતીફાએ તેની બેસ્ટ ફ્રેંડ ટીના સાથે સાઉદ અરબમાંથી ભાગવાની કોશિશ કરી હતી પરંતુ તેને પકડીને ફરીથી દુબઈ લાવવામાં આવી હતી ત્યારથી લતીફા ગૂમ થઈ ગઈ છે.

 

હવે આ મામલે ટીનાએ ઈંગલેંડની ક્વિનને ઓપન લેટર લખ્યો છે. આ ઓપન લેટરમાં રાણી એલિઝાબેથને મદદ માટે અપીલ કરવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે તેઓ તેના સ્પેશિયલ પાવરનો ઉપયોગ કરીને તેના મિત્ર સાઉદી અરબના રાજા શેખ મહમ્મદ અલ મકતુમ દ્વારા તપાસ કરાવે કે લતિફા અને તેની મોટી બહેન આખરે ક્યાં છે અને કેવી હાલતમાં છે?

 

પત્રમાં લખવામાં આવ્યું છે કે આ પત્રના માધ્યમથી ટીના વિનંતી કરે છે કે, રાણી શેખ સાથેના સુમધુર સંબંધોનો ઉપયોગ કરીને લતીફા અને તેની બહેન શમ્માની આઝાદી વિશે વાત કરે. અથવા કમસે કમ એ જાણવાની કોશિશ તો કરે જ કે લતિફા અને શમ્મા બંને સુરક્ષિત છે. ઈંગલેંડનો માનવઅધિકારોને લઈને ખૂબ સારો રેકોર્ડ રહ્યો છે. રાણી તમે જ્યારે ન્યાય અને આઝાદીને ઘણું મહત્વ આપો છો ત્યારે વિશેષ રીતે આ મામલે સકારાત્મક પગલા ભરવાની આશા રાખવામાં આવી છે.          


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


કોરોના અંગેના મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  99251 12230  

View News On Application