રાયમાં હેલમેટના મામલે હાઈકોર્ટે આકરૂ વલણ દાખવતા રાયભરમાં પોલીસ સહિતની એજન્સીઓ હેલમેટ ફરજીયાત કરવા માટે ઘર સે આરંભની જેમ સરકારી કચેરીઓમાં બે દિવસથી સવારે પડયે જ ઉતરી પડે છે. આજે બીજા દિવસે રાજકોટમાં કલેકટર કચેરીથી લઈ અન્ય વિભાગોમાં પોલીસે ચેકીંગ હાથ ધરી ઉઘાડા માથે આવેલા અનેક કર્મચારીઓ અને અરજદારોને દંડયા હતા. અત્યારે સરકારી કચેરીઓમાં અમલ બાદ આગામી સમયમાં સીએમ (કોમન મેન)ને પણ હેલમેટ પહેરવી ફરજીયાત બની રહેશે.
આજે કલેકટર કચેરીમાં કર્મચારીઓને સવારે ૧૦.૩૦ વાગ્યે આવવાનો સમય હોય એ પહેલા જ કચેરીના મુખ્ય દરવાજે પોલીસ કાફલો ગોઠવાઈ ગયો હતો. રોજીંદા ક્રમ મુજબ બાઈક પર કર્મચારીઓ આવવા માંડયા હતા અને બહાર ઉભેલા પોલીસ સ્ટાફે જે કર્મચારીઓ ઉઘાડા માથે (હેલમેટ વિનાના હતા) તેઓને અટકાવ્યા હતા. કલેકટર કચેરીએ જ જિલ્લ ાના રાજા કહેવાતા કલેકટરના કર્મચારીઓને પોલીસે અટકાવતા થોડીવાર તો કર્મચારીઓ પણ અચંબીત થયા હતા. પોલીસે ઉઘાડા માથે રહેલા એક ડઝનથી વધુ કર્મચારીઓને હાજર દડં મેમો આપીને જરૂરી કાર્યવાહી કરી હતી.
અન્ય કચેરીઓમાં પણ પોલીસ કમિશનર કચેરીથી લઈ મહાપાલિકા, પોલીસ હેડ કવાર્ટર સહિતના સરકારી વિભાગોની કચેરીએ આજે સવારથી હેલમેટ ડ્રાઈવ કરાઈ હતી. જેમાં અનેક મહિલા કર્મચારીઓ પણ હેલમેટ વિનાના આવી ચડયા હતા અને સવાર સવારમાં પોલીસને હાજર દંડનો ચાંદલો કરવો પડયો હતો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા આઈ.ટી.આઈ ખાતે તા. ૨૫ એપ્રિલ,૨૦૨૫ના રોજ ભરતી મેળો યોજાશે
April 24, 2025 01:11 PMજામનગરમાં ગરમી યથાવત: તાપમાન ૩૮.૬ ડીગ્રી
April 24, 2025 12:29 PMદ્વારકા સહિત સૌરાષ્ટ્રમાંથી પસાર થતી ૨૧ નદીઓ નોતરી શકે આફત
April 24, 2025 12:28 PMસરકારી જમીન પર દબાણ કરનારા સામે લેન્ડ ગ્રેબીંગ મુજબ પગલા લેવા આવેદન
April 24, 2025 12:25 PMઅનોખી ભેટ: ગોંડલમાં લગ્ન પ્રસંગે સોગાતમાં આપવામાં આવી વાછરડી
April 24, 2025 12:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech