ગુજરાત સરકારને હાઇકોર્ટ દ્રારા વખતો વખત વાહન ચાલકોને હેલ્મેટ પહેરાવવાનું ફરજિયાત કરવા ટકોર કરવામાં આવી છે અને હેલ્મેટના કાયદાની કડકાઇપૂર્વક અમલવારી કરાવવા પણ સૂચના આપવામાં આવી છે. દરમિયાન ગઈકાલે રાય પોલીસવડા વિકાસ સહાય દ્રારા રાજયભરની પોલીસને સરકારી કચેરી ઉપર હેલ્મેટ ડ્રાઈવ યોજી હેલ્મેટ વગર આવતા સરકારી બાબુઓ સહિતના વાહન ચાલકો સામે કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યો હોય જે આદેશના પગલે આજરોજ રાજકોટમાં મ્યુનિસિપલ કોર્પેારેશન સહિતની સરકારી કચેરી પર હેલ્મેટ ડ્રાઇવ યોજાઇ હતી. દોઢ કલાક ચાલેલી આ ડ્રાઈવ દરમિયાન હેલ્મેટ વગર આવેલા ૨૩૧ વાહન ચાલકો પોલીસની ઝડપે ચડયા હતા જેમાં પોલીસે ૧.૧૮ લાખનો દડં વસૂલ્યો હતો. આગામી દિવસોમાં પણ આ પ્રકારે ડ્રાઇવ યથાવત રહેશે.
રાયની વડી અદાલતે ટ્રાફિક નિયમ અંગે કડક વલણ અપનાવ્યું છે. ટુ વ્હીલર વાહન ચાલકો માટે હેલ્મેટ પહેરવા માટે આદેશ કરવામાં આવ્યો હતો. જેના અમલના ભાગપે રાય પોલીસવડા વિકાસ સહાય દ્રારા સરકારી કચેરીઓના કર્મચારીઓ માટે ફરજિયાત હેલ્મેટ પહેરવાના નિયમનું પાલન કરાવવામાં આવે તેવો આદેશ કરવામાં આવ્યો હતો. જેના ભાગપે આજરોજ રાયભરમાં સરકારી કચેરીઓ પર ટ્રાફિક પોલીસ દ્રારા હેલ્મેટ ડ્રાઇવ યોજવામાં આવી હતી.
રાય પોલીસવાળાએ કરેલા આદેશના ભાગપે રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, અધિક પોલીસ કમિશનર મહેન્દ્ર બગડીયા અને ટ્રાફિક ડીસીપી પૂજા યાદવના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક એસીપી જે.બી.ગઢવીની રાહબરીમાં ટ્રાફિક શાખાના પીઆઈ– પીએસઆઇ સહિતના અધિકારી અને સ્ટાફ દ્રારા અલગ અલગ ટીમો બનાવી આજરોજ શહેરની અલગ અલગ સરકારી કચેરીઓમાં સવારે ૧૦:૩૦ થી ૧૨:૦૦ વાગ્યા સુધી ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યું હતું.
રાજકોટ મ્યુનિસિપલ કોર્પેારેશન, જિલ્લા પંચાયત, કલેકટર કચેરી, બહત્પમાળી ભવન તથા પોલીસ હેડ કવાર્ટર પર આજે આ ટ્રાફિક ડ્રાઇવ યોજાઇ હતી. જેમાં હેલ્મેટ પહેર્યા વગર આવેલા સરકારી બાબુ ટ્રાફિક પોલીસની ઝપટે ચડી ગયા હતા. દોઢ કલાક સુધી ચાલેલી આ ડ્રાઈવ દરમિયાન ટ્રાફિક પોલીસે અલગ–અલગ સરકારી કચેરીઓમાં હેલ્મેટ પહેર્યા વગર વાહન ચલાવનાર ૨૩૧ વાહન ચાલકો સામે કેસ કરી ૧,૧૮,૫૦૦ ના દંડની વસૂલાત કરવામાં આવી હતી. ટ્રાફિક શાખાના સૂત્રોએ જણાવ્યું હતું કે, ડીજીપી દ્રારા કરવામાં આવેલા આદેશના પગલે આગામી દિવસોમાં પણ આ પ્રકારે ટ્રાફિક ડ્રાઈવ યોજવામાં આવશે.
કુવાડવા પોલીસની બોલરોનો જ ઇન્સ્યોરન્સ નહીં: વાહન ચાલકે પોલ ખોલી
રાયમાં પોલીસ વિભાગ દ્રારા આજથી ફરજીયાત હેલ્મેટની ડ્રાઇવ યોજી સરકારી કચેરીઓમાં ચેકીંગ હાથ ધરી હેલ્મેટ ઉપરાંત જરી ડોકયુમેન્ટ ન હોય એવા સરકારી કર્મચારીઓ ઉપરાંત અરજદારો સામે પણ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. દરમિયાન કુવાડવા પોલીસ મથક પાસે બોલેરો કાર રાખી પોલીસ સ્ટાફ દ્રારા રોડ પર વાહન ચેકીંગની કાર્યવાહી કરવામાં આવી રહી હતી ત્યારે એક બાઈક ચાલકને રોકી હેલ્મેટ માટેનો .૫૦૦નો દડં કરવામાં આવ્યો હતો. દરમિયાન વાહન ચાલકે કુવાડવા પોલીસની જીજે–૦૩–જીએ–૧૮૦૮ નંબરની બોલેરો વાનનો નંબર ઈ એપ્લિકેશનમાં નાખી જોતા વીમો ડિસેમ્બરમાં જ પૂરો થઇ ગયાનું જોતા ફરજ પરના પોલીસ કર્મચારીઓને તમારી જ પોલીસ બોલેરોનો વીમો પૂરો થઇ ગયાનું જણાવતા ફરજ પરના સ્ટાફે કહ્યું હતું કે, એ અમારે જોવાનું ન હોય એ સરકાર ભરે... ત્યારે વાહનચાલકમાં પણ એવો કચવાટ હતો કે, તમે કરો એ લીલા અને અમે કરીએ તો ભવાઈ !!! આ મામલે જવાબદાર પોલીસ અધિકારી ઘર આંગણેથી નિયમોનું પાલન કરાવશે કે પછી પીસાતી પ્રજા ઉપર જ દંડના કોરડા વીંઝવામાં આવશે ? એ જોવું રહ્યું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationબાંગ્લાદેશમાં ટોળાએ એરબેઝ પર કર્યો હુમલો, સૈનિકોએ અનેક રાઉન્ડ ગોળીબાર કરતા એકનું મોત, અનેક ઘાયલ
February 24, 2025 03:55 PMડેંગ્યુ, ટાઇફોઇડ, કમળો સહિતના ૧૯૪૬ કેસ; તાવથી બાળકનું મૃત્યુ
February 24, 2025 03:48 PMજેતપુર–રાજકોટ સિકસલેન રોડના કામમાં યોગ્ય ડાયવર્ઝનના અભાવે દિવસભર ટ્રાફિકજામ
February 24, 2025 03:46 PMખોદકામ કરી છ માસથી રસ્તા કામ રઝળાવ્યું લતાવાસીનું ટોળું મહાપાલિકામાં ધસી આવ્યું
February 24, 2025 03:44 PMસગીરાને સાહિલ ભગાડી ગયો: લવ જેહાદની શંકા
February 24, 2025 03:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech