BREAKING NEWS

ગીર સોમનાથમાં કાર્યકર ભગવાન સોલંકીનું હેલ્મેટ જાગૃતિ અભિયાન

  • May 14, 2026 09:16 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગીર સોમનાથના જાણીતા સામાજિક કાર્યકર ભગવાનભાઈ સોલંકીએ ટ્રાફિક જાગૃતિ અને હેલ્મેટ પહેરવાના મહત્વ અંગે નવતર અભિયાન શરૂ કયુ છે. આ અભિયાન ડો. વ્રજ પરમારની સોમનાથ ખાતે સંઘમ ભવનમાં ત્રિમાસિક પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલી શોકસભામાં જાહેર કરવામાં આવ્યું, યાં ભગવાનભાઈએ ડો. વ્રજ પરમારને શ્રદ્ધાંજલિ અર્પણ કરતા જણાવ્યું કે, તેમનું અકસ્માતે અવસાન એક દુ:ખદ ઘટના છે. આવા અકસ્માતોમાં હેલ્મેટ સુરક્ષા આપી શકે છે. તેવી જ રીતે ભાલપરાના જોશનાબેનનું પણ માથાના પાછળના ભાગે ઈજાને કારણે અવસાન થયું હતું, જેમાં હેલ્મેટ સુરક્ષા આપી શકત. આ અનુભવોથી પ્રેરાઈને તેમણે લોકોને હેલ્મેટ પહેરવા અને ટ્રાફિક નિયમો પાળવા માટેનું વ્યાપક જાગૃતિ અભિયાન શરૂ કયુ છે.આ અભિયાનનો લાભ અનુસૂચિત જાતિના લોકો માટે જ છે, જેમને આઇએસઆઇ માર્કવાળા હેલ્મેટ ખરીદવા પર પ્રોત્સાહન રકમ આપવામાં આવશે. જેમાં પુષો માટે: રૂા. ૧૫૦, મહિલાઓ માટે: રૂા. ૨૦૦, દંપતી (બંને માટે): રૂા. ૪૦૦ પ્રોત્સાહન રકમ અપાશે.લાભ લેવા માટે ફકત ચાર વસ્તુઓ જરી છે: આઇએસઆઇ માર્કવાળા હેલ્મેટ પહેરેલો ફોટો, હેલ્મેટ ખરીદીનું જીએસટીવાળું બિલ અને જે તે નામવાળી બેન્ક પાસબુક અને જાતિનો દાખલો, આ તમામ વસ્તુઓના ફોટા વોટસએપ નંબર ૯૪૨૬૦ ૨૮૪૨૩ પર મોકલવાના રહેશે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application